Gandhinagar News: BZ પોન્ઝી સ્કીમ કૌભાંડ કેસમાં CID એ મેઘરજની ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી. પટેલને શાળામાંથી ઉપાડી લીધા અને પૂછપરછ માટે ગાંધીનગર લઈ ગયા. તેની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થયા છે. આ એજન્ટ શિક્ષકે આ કૌભાંડમાં 1,300 લોકોને 70 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને તેને એક કરોડ રૂપિયાથી વધુનું કમિશન મળ્યું હતું. હાલમાં પોલીસે શિક્ષકની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી કરી રહી છે.
એક અનામી ફરિયાદના આધારે, BZ ગ્રુપની CID એ કેસ નોંધ્યો છે અને 6 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનાર BZ ગ્રુપના CEO સહિત 7 આરોપીઓને જેલમાં મોકલી દીધા છે. કૌભાંડની વધુ તપાસ માટે, CID ટીમે બુધવારે (22 જાન્યુઆરી) મેઘરજની ભીમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વીડી પટેલને શાળામાંથી ઝડપી લીધા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ એજન્ટ શિક્ષકે આ કૌભાંડમાં 1,300 લોકોને 70 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને તેને એત કરોડ રૂપિયાથી વધુનું કમિશન મળ્યું હતું. હવે પોલીસે શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે BZ ગ્રુપમાં એજન્ટની ભૂમિકા ભજવી રહેલા શિક્ષકને ભેટ તરીકે એક મોંઘી મર્સિડીઝ બેન્ઝ કાર મળી હતી.
અગાઉ, ભેટ મેળવતો વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ શિક્ષકને કારણદર્શક નોટિસ પણ જારી કરવામાં આવી હતી. તેણે આપેલું કંટ્રોલ કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. મેઘરાજ જિલ્લાના ઇસારી ગામના વિનુભાઇ ધરમભાઇ પટેલને BZ કૌભાંડમાં વધુ તપાસ માટે CID દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા છે, જેના કારણે BZ ગ્રુપના કેટલાક અન્ય એજન્ટો, જેઓ છેલ્લા કેટલાક સમયથી બજારોમાં ફરતા હતા, તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. એવી પણ ચર્ચા હતી કે આ શિક્ષક BZ તરફથી પ્રવાસ પર વિદેશ ગયા હતા.
આ પણ વાંચો: BZ ગુપની પોન્ઝી સ્કીમમાં ઝાલા પાસેથી મોંઘી દાટ ગાડી લેતા શિક્ષકના વિડીયોથી ચકચાર
આ પણ વાંચો: પોન્ઝી સ્કીમ્સથી ધમધમતુ ઉત્તર ગુજરાત, કરોડો રૂપિયા થયાં ચ્યાંઉ
આ પણ વાંચો: BZ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં તપાસનો ધમધમાટ, સીએ રૂષિત મહેતાને ત્યાં CIDના ધામા
