Arvalli news/ BZ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં તપાસનો ધમધમાટ, સીએ રૂષિત મહેતાને ત્યાં CIDના ધામા

BZ ગ્રુપ પર CIDની તપાસે વેગ પકડ્યો છે. ગ્રુપના સીઇઓ રૂષિત મહેતાને ત્યાં સીઆઇડીએ ગુરુવાર રાતથી ધામા નાખ્યા છે. તેમની પાસેથી આ આખા કૌભાંડની રકમના અંકોડા મેળવવામાં આવી રહ્યા છે.

Gujarat Gandhinagar Top Stories Ahmedabad Breaking News

Arvalli News: BZ ગ્રુપ પર CIDની તપાસે વેગ પકડ્યો છે. ગ્રુપના સીઇઓ રૂષિત મહેતાને ત્યાં સીઆઇડીએ ગુરુવાર રાતથી ધામા નાખ્યા છે. તેમની પાસેથી આ આખા કૌભાંડની રકમના અંકોડા મેળવવામાં આવી રહ્યા છે. BZના સીએ રૂષિત મહેતાની ધરપકડ કરવામાં આવી છે. હિંમતનગરમાં રહેતા રૂષિત મહેતાની ધરપકડ કરવામાં આવી છે.

CA રૂષિત મહેતાના ત્યાં CIDની તપાસ જારી છે. રૂષિત મહેતા BZ ગ્રુપના એકાઉન્ટ સંભાળી રહ્યા હતા. હિંમતનગરમાં રહેતા રૂષિત મહેતાના ઘરે તપાસ કરાઈ રહી છે. BZના CA રૂષિત મહેતાની શુક્રવારે સવારે ધરપકડ કરવામાં આવી છે. તેને ત્યાં વૈભવી કાર પણ જોવા મળી છે. સીઆઇડીએ BZ ગ્રુપ પર ચાર દિવસથી સાબરકાંઠા અને અરવલ્લીમાં દરોડા પાડી રહી છે.

છ હજાર કરોડ રૂપિયાનો કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી જતા સીઆઇડી એજન્ટો સહિત સીએનું કામ કરનારા બધા લોકોને ત્યાં તપાસ તેજ કરવામાં આવી છે. સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમને લઈને અરજી કરવામાં આવી હતી. બે સપ્તાહ અગુ પોલીસને અરજી કરવામાં આવી હતી. એક જાગૃત નાગરિકે સાઇબર ક્રાઇમને અરજી કરી હતી. તેણે જણાવ્યું હતું કે નાણા પડાવતી પેઢીઓ ખૂલી છે, આ પેઢીઓ આકર્ષક વ્યાજદરનીલ લચ આપી નાણા પડે છે. તેમા BZ સહિતની પેઢીઓ સામે વિગતવાર અરજી કરી હતી. તેના પગલે સીઆઇડી ક્રાઇમે દરોડા પાડતા અન્ય પેઢી સંચાલકો પણ ભૂગર્ભમાં ઉતર્યા છે.

અરવલ્લીના BZ ગ્રુપ પર CIDના દરોડાનો મામલામાં ચાલતી તપાસમાં પકડાયેલા માલપુર વિસ્તારના એજન્ટ મયુર દરજીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે. તેના ઠાઠમાઠવાળા જીવનનો વિડીયો સામે આવ્યો છે. તે ફોરચ્યુનગર પર બીઝેડનું બોર્ડ લગાવીને ફરતો હતો. BZ ના રોકાણકારો સાથે વિદેશ પ્રવાસનો વીડિયો સામે આવ્યો છે. લાખોના ડોલર ગણી રોફ જમાવતો વીડિયો પણ વાયરલ થયો છે.

મંતવ્ય ન્યુઝ પાસે તેના એકસ્લુઝિવ વિડીયો છે. માલપુર બીઝેડની ઓફિસનું ઉદઘાટન કરતાં ધવલસિંહ ઝાલા જોવા મળ્યા છે. મયુર દરજી ધવલસિંહ ઝાલાના મતવિસ્તારનો છે. તે ધવલસિંહ અને ભુપેન્દ્રસિંહ ઝાલા સાથે જોવા મળ્યો.

સાબરકાંઠા જિલ્લામાં કરોડોનું ફુલેકું ફેરવનાર BZના શટર બંધ થયા છે. ખેડબ્રહ્મામાં BZના સટર બંધ થતાં રોકાણકારોના જીવ તાળવે ચોંટ્યા છે. અંતરિયાળ વિસ્તારમાં નિવૃત્ત કર્મચારીઓને ટાર્ગેટ કર્યાની માહિતી છે. ચાર દિવસથી CID ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહીના પગલે BZ ગ્રુપમાં રોકાણ કરનારા લોકોમાં ચિંતા છે.

ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનામાં કરોડોનું રોકાણ કરાયું છે. એજન્ટો ભૂગર્ભમાં જતા રોકાણકારોની ચિંતામાં વધારો થયો છે.  સાબરકાંઠા અરવલ્લી સહીત રાજસ્થાન વિસ્તારમાં હજારો કરોડનું ફુલેકું ફેરવનાર BZ ના શટર પડી ગયા છે.

અરવલ્લીના BZ ગ્રુપના માલિક ભુપેન્દ્રસિંહ ઝાલા મોંઘીદાટ ગાડીઓનો શોખીન હોવાનું બહાર આવ્યું છે. હાલમાં તો તે ભાગી ગયો હોવાની કે તેને વિદેશ ભગાડી દેવાયો હોવાની સંભાવના છે. ભુપેન્દ્રસિંહ ઝાલાની ગાડીઓ ગાંધીનગર લવાઈ છે. તેની ગાડીઓ જપ્ત કરીને સીઆઇડીની ઓફિસમાં લવાઈ છે.

સાબરકાંઠાના ભુપેન્દ્રસિંહ ઝાલાને ત્યાં CID ક્રાઈમ દરોડા કેસમાં સીઆઇડીએ ઝડપેલા સાત આરોપીમાં એક હિંમતનગરના મહેતાપુરાનો રહેવાસી છે. આરોપી આશિક ભરથરીના ઘરે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યુ હતુ. તે બીઝેડ ગ્રુપની ઓફિસમાં નોકરી કરતો હતો. CID ક્રાઈમ બ્રાન્ચે આશિક સામે સાત ફરિયાદ નોંધી છે. તે બીઝેડ ગ્રુપમાં આઠ હજારના પગારે નોકરી કરતો હતો. રાજસ્થાનમાં રોકાણકારો સાથેનું નેટવર્ક હોવાની આશંકા છે. હાલમાં સરકારની કાર્યવાહીના પગલે સાબરકાંઠા અરવલ્લી સહિત રાજસ્થાનના એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ભરથરી ભીખ માંગીને પોતાનું જીવન ગુજારી રહ્યા છે. ઝૂંપડપટ્ટીમાં રહેતો તેનો પરિવાર ચિંતિત થઈ ગયો છે. ભરતથરી સામે સીઆઇડી ક્રાઇમની કાર્યવાહીથી ખળભળાટ મચ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BZ ગ્રુપના કોભાંડ મામલે તમામ આરોપીઓ 2 દિવસના રિમાન્ડ પર

આ પણ વાંચો: CID ક્રાઈમના BZ ગ્રુપ પર દરોડા : 2 બેંક એકાઉન્ટમાંથી રૂ.175 કરોડનાં ટ્રાન્ઝેકશન મળ્યાં

આ પણ વાંચો: જો ધારાસભ્ય જ કરતા હોય મહાઠગનું માર્કેટિંગ તો સામાન્ય માણસો શિકાર કેમ ના બને?