Ahmedabad News : BZ ગ્રુપના કરોડોના કૌભાંડ મામલે આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. કોર્ટે આરોપીઓના 30 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં સાત આરોપીઓની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. જેમાં મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટનો સમાવેશ થાય છે. સીઆઈડી ક્રાઈમે આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે BZ FINANCIAL SERVICES તથા BZ Group દ્વારા લોકોને ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપીને છેતરપિંડી તથા ચીટ ફંડ કૌભાંડ ચાલતું હોવાની નનામી અરજી સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરને મલી હતી. જેની તપાસમાં ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા અને અન્ય જીલ્લાઓમાં હિંમતનગરના ઝાલાનગરના રહેવાસી ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા તથા તેમના મળતીયાઓના નામ બહાર આવ્યા હતા.જેને પગલે આ તમામ ઠેકાણે આવેલી ખાનગી ઓફિસો પર મંગળવારે CID ક્રાઇમની ટીમે એકસાથે સંચાલકો તથા તેમના એજન્ટોની ઓફિસો પર દરોડો પાડતાં ચકચાર મચી જવા પામી હતી.
ત્રણ વર્ષમાં ફિક્સ ડિપોઝિટ ડબલ કરી આપવાનું કહી તેમજ રોકાણ પર માસિક 7 ટકા વ્યાજ આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી રૂ.6 હજાર કરોડ ઉઘરાવી લેનારી BZ ફાઇનાન્શિયલ સર્વિસની 7 જિલ્લામાં આવેલી ઓફિસો પર CID ક્રાઈમે દરોડા પાડ્યા હતા. આ કંપનીની ઓફિસો ગુજરાત તેમજ રાજસ્થાનમાં પણ આવેલી હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું.પોલીસના દરોડાના પગલે BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત એજન્ટો ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. જ્યારે 2 બેંક એકાઉન્ટમાંથી રૂ.175 કરોડનાં ટ્રાન્ઝેકશન મળ્યાં છે. સીઆઈડી ક્રાઈમના અધિકારીઓનું કહેવું છે કે થોડા સમય પહેલાં અમને એક નનામી અરજી મળી હતી.
આ પણ વાંચો:કચ્છમાં દાણચોરીના વધુ એક કેસમાં ઉપલેટાના ત્રણ શખ્સો 1.61 કરોડની સોપારી સાથે પકડાયા
આ પણ વાંચો:કચ્છનો ‘રણ ઉત્સવ’ આજથી શરૂ, જાણો શું છે તેની વિશેષતા અને કેટલો સમય ચાલશે આ ઉત્સવ
