Not Set/ આજે રાહુલ ગાંધી સુરતમાં વેપારીઓ સાથે જીએસટી અંગે ચર્ચા કરશે

આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ રાહુલ ગાંધી અનેક પ્રયાસો કરી રહ્યાં છે. તેમાંય ખાસ કરીને ગુજરાત મુલાકાતોમાં સતત વધારો થતો જોવાં મળી રહ્યો છે. આજે નોટબંધી અને જીએસટીને લઇ ભાજપ પર પ્રહારો કરી કરશે અને જેને લઇ આજે રાહુલ ગાંધી સુરતમાં વેપારીઓ સાથે જીએસટી અંગે ચર્ચા કરશે. રાહુલ ગાંધી ડાયમંડ ફેક્ટરી સહિત અન્ય ફેક્ટરીઓની મુલાકાત લેશે. […]

Top Stories

આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ રાહુલ ગાંધી અનેક પ્રયાસો કરી રહ્યાં છે. તેમાંય ખાસ કરીને ગુજરાત મુલાકાતોમાં સતત વધારો થતો જોવાં મળી રહ્યો છે. આજે નોટબંધી અને જીએસટીને લઇ ભાજપ પર પ્રહારો કરી કરશે અને જેને લઇ આજે રાહુલ ગાંધી સુરતમાં વેપારીઓ સાથે જીએસટી અંગે ચર્ચા કરશે.

રાહુલ ગાંધી ડાયમંડ ફેક્ટરી સહિત અન્ય ફેક્ટરીઓની મુલાકાત લેશે. રાહુલ ગાંધી બપોર બાદ પુના ગામ વિક્રમનગરની મુલાકાત લેશે. સુરતમાં તેઓ વેપારીઓ સાથે મુલાકાત કરશે અને દરેક વેપારીઓને રાહુલ સાંભળશે. સંજીવકુમાર ઓડિટોરીયમ હોલમાં તેઓ વેપારીઓ સાથે ચર્ચા કરશે. વેપારીઓ સાથે જીએસટીનાં મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને રાત્રે 8.30 વાગે દિલ્હી જવા નીકળશે.