Kutch News/ કચ્છમાં દાણચોરીના વધુ એક કેસમાં ઉપલેટાના ત્રણ શખ્સો 1.61 કરોડની સોપારી સાથે પકડાયા

રોક સોલ્‍ટ સિંધાલૂણ મીઠાને બદલે ૫૩૯૫૦ કિલો સોપારીનો જથ્‍થો નીકળી પડ્‍યો હતો.

Top Stories Gujarat Others

Kutch News : કચ્‍છમાંથી વધુ એક વખત સોપારીની દાણચોરી ઝડપાઈ છે. કેન્‍દ્ર સરકારની આયાત નિકાસ નીતિનો ગેરલાભ લઇ કરાતી દાણચોરીની પ્રવળત્તિ ઉપર અંકુશ લાવવામાં એજન્‍સીઓ ઊણી ઉતરી રહી છે. આ વખતે ક્‍સ્‍ટમ દ્વારા ક્‍લિયર કરાયેલા કન્‍ટેનરમાથી પોલીસે દાણચોરી ઝડપી પાડતા ક્‍સ્‍ટમ ની કામગીરી ફરી એક વખત ચર્ચાનું કેન્‍દ્ર બની છે. પૂર્વ કચ્‍છ એલસીબી પોલીસે ગાંધીધામના ચુડવા ગામ પાસે હાઇવે ઉપર ર્પાકિંગ પ્‍લોટમાં ઉભેલ બે ટ્રેઇલરની તપાસ કરતા તેમા રોક સોલ્‍ટ સિંધાલૂણ મીઠાને બદલે ૫૩૯૫૦ કિલો સોપારીનો જથ્‍થો નીકળી પડ્‍યો હતો.

મુન્‍દ્રા પોર્ટ ઉપર દુબઈથી ઉતરેલ આ સોપારીનો જથ્‍થો જેની બજાર કિંમત ૧.૬૧ કરોડ રૂ. થાય છે એ અમદાવાદ મોકલવાનો હતો. સોપારીની દાણચોરીના આ કિસ્‍સાની સુરક્ષાની દ્રષ્ટીએ ગંભીરતા એ છે કે તે મુન્‍દ્રા પોર્ટ ઉપર કસ્‍ટમે ક્‍લિયર કરેલ ક્ર્‌ટેનર હતા અને તે જથ્‍થો પોલીસે ઝડપી પાડયો. પોલીસે આ દાણચોરીના માલની હેરફેર કરનાર મુખ્‍ય શખસ હાલે ગાંધીધામ, કચ્‍છમાં રહેતા જુનેદ યાકુબ નાથાણી (મૂળ રહેવાસી ઉપલેટા, કટલેરી બજાર, ધંધુશાપીરની દરગાહ પાસે) ઝડપી પાડ્‍યો છે. જુનેદ કંડલા ફ્રી ટ્રેડ ઝોન કાસેઝમાં સેક્‍ટર ૪, શેડ ન. ૨૭૮ માં અનિતા એક્‍સપોર્ટ નામે કંપની ચલાવે છે. તેના ભાઈ જાવેદની પત્‍ની નઝીરાબેન જાવેદ નાથાણીને નામે કંડલા ફ્રી ટ્રેડ ઝોન કાસેઝમાં સેક્‍ટર ૪, પ્‍લોટ ન.૪૧૯ માં એફ.એન. ઈમ્‍પેક્‍સના નામે ગોડાઉન પણ છે. આ ગોડાઉનમાં વિદેશથી આવતા ખજૂર, મીઠું કે અન્‍ય માલસામાન રખાય છે.

જુનેદની પૂછપરછ દરમ્‍યાન તે થોડા સમય પહેલા મુંબઈમાં રિયાઝ મેમણ ને મળ્‍યો હોવાનું અને તેની સાથે મળી દાણચોરીનું આ ષડયંત્ર રચ્‍યું હોવાનું જાણવા મળ્‍યું છે. રિયાઝને દુબઈથી સોપારીને બદલે રોક સોલ્‍ટનું બીલ બનાવવાનું કહી આ જથ્‍થો દુબઈથી અનંત સ્‍ટાર એલએલસી પાસેથી એફ.એન. ઈમ્‍પેક્‍સ કાસેઝ કંડલાના નામે આયાત કરાયો હતો. બે ક્ર્‌ટેનર મુન્‍દ્રા પોર્ટ ઉપર ઉતર્યા બાદ તેનું જુનેદ દ્વારા કસ્‍ટમ ક્‍લિયર કરાવી લઇ ગૌતમ ટ્રાન્‍સપોર્ટનો કોન્‍ટેક્‍ટ કરી બે ટ્રેઇલર ભાડેથી લઇ આ માલ અમદાવાદ લઈ જવા ગોઠવણ કરી હતી. દરમ્‍યાન પોલીસે ગૌતમ ટ્રાન્‍સપોર્ટના ર્પાકિંગ પ્‍લોટ ઉપર થી જ બે ૧.૬૧ કરોડની ૫૩૯૫૦ કિલો સોપારી સાથે બે ક્ર્‌ટેનર ઝડપી લીધા હતા.

પોલીસે સ્‍થળ ઉપરથી દાણચોરીથી સોપારી આયાત કરનાર જુનેદ યાકુબ નાથાણી ઉપરાંત બે ટ્રેઇલરના ડ્રાઇવરો વિશાલ જાટવ અને બાબુલાલ ગુર્જરને ઝડપી પાડ્‍યા હતા. આ ઉપરાંત પોલીસે સોપારીની દાણચોરીના આ ગુનામાં મહિલા આરોપી નઝીરા જાવેદ નાથાણી મેમણ (હાલે ગાંધીધામ), રિયાઝ મેમણ (મુંબઈ) એમ કુલ ૫ આરોપીઓ સામે અલગ અલગ કલમો તળે ગુનો નોધ્‍યો છે. જેમાંથી ત્રણને ઝડપી લીધા છે. પૂર્વ કચ્‍છ એલસીબીના પીઆઈ એન.એન. ચુડાસમા પીએસઆઈ એમ.વી. જાડેજા અને સ્‍ટાફે આ કામગીરી પાર પાડી હતી.

જોકે, દાણચોરી દ્વારા દેશ સાથે ગદ્દારી કરતા દેશદ્રોહી તત્‍વો સામે કસ્‍ટમ, ડીઆરઆઈ ઉપરાંત અન્‍ય એજન્‍સીઓની સયુંક્‍ત તપાસ કરી દાણચોર સિન્‍ડિકેટની આખી ચેઇન તોડવા માટે મક્કમ કામગીરી જરૂરી છે. આ વખતે ઉપલેટા નું કનેક્‍શન ખૂલ્‍યું છે અગાઉ કચ્‍છમાંથી ઝડપાયેલ સોપારી દાણચોરી પ્રકરણમાં રાજકોટ, જામનગર નું કનેક્‍શન ખુલી ચૂકયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમબ્રાંચે 1.03 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપ્યું

આ પણ વાંચો:અમદાવાદનુ રિવર ફ્રન્ટ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ,આ વર્ષે 108 લોકોએ નદીમાં કૂદીને પોતાનો જીવ આપ્યો

આ પણ વાંચો:અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો