વડોદરા/ કરોડોના જમીન કૌભાંડમાં મનપા એક્શનમાં, વ્હાઈટ હાઉસ સહિતના દબાણો પર ફેરાશે બુલડોઝર

વડોદરામાં વ્હાઈટ હાઉસ આસપાસની બાંધવામાં આવેલી અંદાજિત 100 કરોડની જમીન પર બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો જેસીબીથી દૂર કરવાની કામગિરી હાથ ધરવામાં આવી હતી.

Top Stories Gujarat Vadodara
વ્હાઈટ હાઉસ

વડોદરામાં સરકારી જમીન પર બનાવેલ વ્હાઈટ હાઉસ બંગલલા પર બુલડોઝર ફેરવાશે. મલતદાર દક્ષિણ દ્વારા વ્હાઈટ હાઉસ સહિત અન્ય ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મકાનોને તોડી પાડવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.આ વિશાળ બંગલા ઉપર 15 ફેબ્રુઆરીના રોજ બુધવારે બુલડોજર ફેરવાશે. આજે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા વ્હાઇટ હાઉસ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર કચેરીના માર્ગદર્શન હેઠળ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા અહીં પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર ગેરકાયદેસર દબાણો તોડવાની કામગીરી સવારે 11:00 કલાકે શરૂ કરવામાં આવી હતી. આ સાથે તંત્ર દ્વારા ભૂમાફિયા વિરુદ્ધ સખ્ત પગલાં લેવાશે તેઓ પણ એક સંદેશો વહેતો કરાયો હતો.

વ્હાઈટ હાઉસની સાથે કાનન વિલા સાઈટના બાંધકામને પણ તોડી પાડવા માટેની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. આ બાંધકામ બોગસ NA હુકમના આધારે વ્હાઈટ હાઉસ બંગલાનું બાંધકામ કરવામાં આવ્યું છે. જેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વ્હાઈટ હાઉસ બંગલાની બાજુમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ડુપ્લાક્સ સ્કીમ બનાવીને દસ્તાવેજ કરી દેવામાં આવ્યા હતા.

મળેલી માહિતી પ્રમાણે વ્હાઇટ હાઉસ નામનો બંગલો બુધવારે તોડવામાં આવનાર હોવાની વાત વાયુવેગે વિસ્તારમાં પ્રસરી જતાં ચર્ચાનો વિષય બન્યો હતો. તે સાથે બંગલામાં રહેતા લોકોએ પોતાનો સામાન અન્ય સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરતા વિસ્તારમાં ચર્ચાએ વધુ જોર પકડ્યું હતું. કૂતુહલવશ લોકોના વ્હાઇટ હાઉસ પાસે ટોળે વળી ગયા હતા. કેટલાંક લોકોએ મોબાઇલમાં વ્હાઇટ હાઉસના ફોટા અને વિડીયો ઉતાર્યો હતો.

ભૂમાફીયાએ એન્ડ કંપનીએ સરકારી જમીન પર ઉભા કરેલા દબાણો તોડવામાં આવ્યા છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ના બને તે હેતુથી પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગિરી શરુ કરવામાં આવી હતી. દબાણો હટતા જ 100 કરોડની સરકારી જમીન ખુલ્લી થશે. આ જમીન પર અગાઉ ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા.ત્યારથી જ દબાણ દૂર કરવાની કામગિરી થશે તેવા સંકેતો મળ્યા હતા ત્યારે આજે કોર્પોરેશન તંત્ર દ્વારા આ મામલે કડકાઈ દાખવતા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરીને જમીન ખુલ્લી કરવાની કામગિરી કરાઈ હતી.

સમગ્ર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવા મામલે સરકારી વિભાગોએ અવાર નવાર આપેલ નોટિસનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હતો. તે બાદ આજે સીટી સર્વે કચેરી મામલતદાર દક્ષિણના કલમ 61 મુજબ હુકમ અંતર્ગત અહીં સમગ્ર જમીન પર ઉભા થયેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ જમીનની આજુબાજુના ગેરકાયદેસર બંગલોઝની સ્કીમના દબાણો તોડી પાડવા માટે સવારથી અહીં વિવિધ સરકારી વિભાગોનો સ્ટાફ ખડે પગે તૈનાત કરી દેવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરીની ટીમ દ્વારા અહીં સર્વે અને ડિમાર્કેશન સાથે કોર્પોરેશનના અધિકારીઓને અનઅધિકૃત દબાણ દર્શાવવામાં આવ્યા હતા. આ સાથે અહીં જીઈબીની ટીમ પણ બોલાવી રાખવામાં આવી હતી. તેઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં વીજ જોડાણ બંધ કરી દેવાયા હતા અને તે બાદ સ્થાનિક પોલીસની હાજરી સાથે સમગ્ર સરકારી જગ્યા ખુલ્લી કરવા અંતર્ગત દબાણ તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:RCBમાં જોડાઈ સાનિયા મિર્ઝા, WPL પહેલા મળી આ મોટી જવાબદારી

આ પણ વાંચો:રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને તેમની હત્યાનો ડર,એટલે તેઓ પ્લેનમાં નહીં પણ ટ્રેનમાં કરી રહ્યા છે મુસાફરી!

આ પણ વાંચો: આરોપી સાહિલ ગેહલોતે પ્રેમિકાની હત્યા કર્યાના બીજા જ દિવસે અન્ય છોકરી સાથે લગ્ન કર્યા, ચોંકાવનારી બાબતો સામે આવી