Rajkot News : મુઁબઈમાં નોંધાયેલા ગુના સંદર્ભે રાજકોટમાં એક વ્યક્તિને ધરપકડ નહી કરવા તથા હેરાનગતિ નહી કરવા 10 લાખ રૂપિયાની લાંચ લેનારા રાજકોટના એક શખ્સની એસીબીએ ધરપકડ કરી છે. જ્યારે જેના કહેવાથી આ લાંચ સ્વીકારી હતી તે મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર સામે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ ગુનો નોંધ્યો છે. આ કેસની વિગત મુજબ રાજકોટમાં રહેતી એક વ્યક્તિ સામે મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનમાંગુનો નોંધાયો હતો. જેને પગલે તેનું નિવેદન નોંધાવવા માટે માટુંગા પોલીસ સ્તેટેશનના પીઆી દિગંબર પાગરેએ તેને નોટીસ મોકલી હતી. દરમિયાન રાજકોટમાં રહેતા જયમીન સાવલીયા નામના શખ્સે માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઈ દિગંબરના કહેવાથી ફરિયાદીનો સામેથી સંપર્ક સાધ્યો હતો.
જેમાં જયમીને ફરિયાદીને કહ્યું હતું કે કે નોટીસ ઈશ્યુ કરનાર માટુંગા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી મારા ઓળખીતા છે. બાદમાં જયમીન સાંવલીયાએ ફરિયાદીનો ઈન્સ્પેક્ટર દિગંબર સાથે સંપર્ક કરાવ્યો હતો. જેમાં પીઆઈ દિગંબરે ફરિયાદીને માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં તેની ધરપકડ નહી કરવા તથા હેરાનગતિ નહી કરવા રૂ.10,00,000 ની લાંચની માંગણી કરી હતી. આ રકમ પીઆઈે જયમીન સાંવલીયાને આપી દેવા કહ્યું હતું.
જોકે ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો. બાદમાં રાજકોટમાં રેસકોર્સ સ્થિત ટી પોસ્ટની ચાની દુકાનમાં 10 લાખ રૂપિયા આરોપી જયમીન સાંવલીયાએ સ્વીકાર્યા હતા અને લાંચના નાંણા મલી ગયા હોવાનું આરોપી ઈન્સ્પેક્ટર દિગંબરને ફોન પર જણાવ્યું હતું. તે સમયે જ એસીબીએ જયમીન સાંવલીયાની ધરપકડ કરી હતી. આ અંગે એસબીએ જયમીન અને પીઆી દિગંબર સામે ગુનો નોંધીને પીઆઈની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો: સમગ્ર કચ્છમાં લમ્પી રોગચાળાએ ઉચક્યું માથું, પશુપાલકોમાં ફફડાટ
આ પણ વાંચો: ગુજરાતના મોટાભાગના જિલ્લામાં રીસ્ટોરેશન કામગીરી ,સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને અપાયું પ્રાધાન્ય
આ પણ વાંચો: કોરોના બાદ સ્વાઇન ફ્લૂનો કહેર, અમદાવાદમાં એક મહિનામાં 10 દર્દીનાં મોત
