Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gandhinagar News/ CID ક્રાઈમના BZ ગ્રુપ પર દરોડા : 2 બેંક એકાઉન્ટમાંથી રૂ.175 કરોડનાં ટ્રાન્ઝેકશન મળ્યાં

ત્રણ વર્ષમાં ફિક્સ ડિપોઝિટ ડબલ કરી આપવાનું કહી તેમજ રોકાણ પર માસિક 7 ટકા વ્યાજ આપવાની લાલચ આપી

November 27, 2024Nikunj Patel
Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : BZ FINANCIAL SERVICES તથા BZ Group દ્વારા લોકોને ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપીને છેતરપિંડી તથા ચીટ ફંડ કૌભાંડ ચાલતું હોવાની નનામી અરજી સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરને મલી હતી. જેની તપાસમાં ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા અને અન્ય જીલ્લાઓમાં  હિંમતનગરના ઝાલાનગરના રહેવાસી ભુપેન્દ્રસિંહ  પરબતસિંહ ઝાલા તથા તેમના મળતીયાઓના નામ બહાર આવ્યા હતા.જેને પગલે આ તમામ ઠેકાણે આવેલી ખાનગી ઓફિસો પર મંગળવારે CID ક્રાઇમની ટીમે એકસાથે સંચાલકો તથા તેમના એજન્ટોની ઓફિસો પર દરોડો પાડતાં ચકચાર મચી જવા પામી હતી.

ત્રણ વર્ષમાં ફિક્સ ડિપોઝિટ ડબલ કરી આપવાનું કહી તેમજ રોકાણ પર માસિક 7 ટકા વ્યાજ આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી રૂ.6 હજાર કરોડ ઉઘરાવી લેનારી BZ ફાઇનાન્શિયલ સર્વિસની 7 જિલ્લામાં આવેલી ઓફિસો પર CID ક્રાઈમે દરોડા પાડ્યા હતા. આ કંપનીની ઓફિસો ગુજરાત તેમજ રાજસ્થાનમાં પણ આવેલી હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું.પોલીસના દરોડાના પગલે BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત એજન્ટો ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. જ્યારે 2 બેંક એકાઉન્ટમાંથી રૂ.175 કરોડનાં ટ્રાન્ઝેકશન મળ્યાં છે. સીઆઈડી ક્રાઈમના અધિકારીઓનું કહેવું છે કે થોડા સમય પહેલાં અમને એક નનામી અરજી મળી હતી.

જેમાં બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ અને બીઝેડ ગ્રુપના સીઇઓ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ગુજરાત તેમજ રાજસ્થાનમાં ઓફિસો શરૂ કરી હતી, જ્યાં એજન્ટોની ચેઈન ગોઠવીને રોકાણકારોને ફિક્સ ડિપોઝિટ 3 વર્ષમાં ડબલ કરી આપવાનું કહીને તેમજ રોકાણ પર માસિક 7 ટકા વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ કરાવવામાં આવતું હતું.સંચાલક ભૂપેન્દ્ર ઝાલા દરોડાની કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઊતરી ગયો છે. કરોડો રૂપિયાના રોકાણ મેળવી ભૂપેન્દ્ર ઝાલા એકાએક ભૂગર્ભમાં ઊતરતાં રોકાણકારોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ગેરકાયદે રીતે લોભામણી લાલચો વડે રોકાણ કરાવતા હોવાને લઈ CID ટીમે દરોડો પાડી એજન્ટોની પૂછપરછ કરી હતી. બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

જોકે ધાર્યો માહોલ નહિ જામતા ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં ઈન્કમટેક્સ રિટર્નમાં માત્ર 17.94 લાખની આવક દર્શાવી હતી. વર્ષ 2018-19માં માત્ર 4.98 લાખની આવક હતી, જ્યારે વર્ષ 2021-22માં આવક 9.79 લાખ રૂપિયા આવક હતી. માત્ર નજીવી આવક સામે 6000 કરોડનું રોકાણ મેળવ્યું હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે.

સોનુ સૂદે ભૂપેન્દ્ર ઝાલાને સન્માનિત કર્યા હતા
મુંબઈ ખાતે યોજાયેલા BIAA બોલિવૂડ એવોર્ડ કાર્યક્રમમાં બોલિવૂડ એક્ટર સોનુ સૂદ દ્વારા BZ ગ્રુપના સીઇઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાને એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા, સાથે સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા સોનુ સૂદને હસ્તકલા આર્ટ ભેટમાં આપી હતી.રોકાણકારોનાં નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા કે કેમ એની આશંકા હાલ સેવાઈ રહી છે. મહિને એક ટકાના લાલચમાં એજન્ટોએ કરોડોનું રોકાણ કરાવ્યું હતું. રોકાણકારને ત્રણેક વર્ષમાં જ એકના ડબલ કરવાની લોભામણી લાલચ દર્શાવી હતી. મોટી સંખ્યામાં રોકાણકારો ખેડૂતો, શિક્ષકો અને પોલીસકર્મચારીઓ, અધિકારીઓ છે. સતત બીજે દિવસે બીઝેડ ગ્રુપની તમામ ઓફિસોનાં શટર બંધ જોવા મળ્યાં હતાં.

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, હિંમતનગર તાલુકાના એક ગામમાં રહેતા BZ દ્વારા પોન્ઝી સ્કીમના નામે ધંધો શરૂ કરાયો હતો. શરૂઆતમાં તેમણે હિંમતનગર, રણાસણ, ગાંભોઇ, રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોન્ઝી સ્કીમની સમજ આપવામાં આવતી હતી. રોકાણકારોને દર મહિને તગડું વ્યાજ આપવામાં આવતું હતું. એના લીધે BZ ગ્રુપ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો સુધી પથરાઇ ગયો હતો. મંગળવારે હિંમતનગર સહિત અરવલ્લી અને ઉત્તર ગુજરાતમાં આવેલી BZ ગ્રુપની શાખાઓમાં CID ક્રાઇમે એકીસાથે દરોડો પાડીને દસ્તાવેજી પુરાવા કબજે લઇ લીધા છે.

હિંમતનગરમાં વ્યાપાર ભવન ખાતે આવેલી બીજે માળની BZની ઓફિસમાં CIDની રેડ સવારથી ચાલી રહી હતી, જેમાં કેટલાક એજન્ટો પણ હતા, જેમની તપાસણી બાદ અંદાજે રૂ. 20 લાખથી વધુ રકમ અને મોટા પ્રમાણમાં દસ્તાવેજો મળ્યા છે, એની કામગીરી મોડીરાત સુધી ચાલી રહી હતી. જ્યારે એક વાહનના દસ્તાવેજો પણ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો CIDની અલગ અલગ ટીમોએ સવારથી હિંમતનગર સહિત ગુજરાતભરમાં રેડ કરી હતી.આ કંપનીએ રાષ્ટ્રીય કૃત બેંકો તેમજ નાણાકીય સંસ્થાઓ કરતાં પણ વધારે વ્યાજ અને વળતરની લાલચ આપી લોકો પાસેથી રૂ.6 હજાર કરોડ ઊઘરાવી લીધા હતા.

CIDની ટીમે આ નનામી અરજીની તપાસ કરતાં કંપનીએ ગુજરાતમાં તલોદ જિલ્લાના રણાસણ, હિંમતનગર, વિજાપુર, મોડાસા, ગાંધીનગર, વડોદરા અને અરવલ્લી જિલ્લાના માલપુરમાં ઓફિસો શરૂ કરી હતી.એજેના આધારે સીઆઈડી ક્રાઈમના 50થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓની 7 ટીમે એકસાથે તમામ ઓફિસોમાં દરોડા પાડ્યા હતા, જેમાંથી મોટા ભાગની ઓફિસોમાંથી મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા.આ સાથે પોલીસને 2 બેંક એકાઉન્ટ મળ્યાં હતાં. એ બંને બેંક એકાઉન્ટમાં રૂ.175 કરોડનાં ટ્રાન્ઝેક્શન થયાં હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસનું કહેવું છે કે આ તમામ ડોક્યુમેન્ટ્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જરૂર જણાશે તો આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે રાજસ્થાનમાં આવેલી ઓફિસોમાં દરોડા પાડતાં રાજસ્થાન પોલીસ સાથે સંકલન કરી તેમને જાણ કરવામાં આવી હતી.

પોલીસનું કહેવું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અન્ય શહેરો, જિલ્લા તેમજ ગામડાંમાં પણ ઓફિસો શરૂ કરી હતી, જેનું સંચાલન એજન્ટો કરતા હતા, આથી જે ઓફિસોમાં દરોડા પાડવામાં આવ્યા છે એ સિવાયની અન્ય ઓફિસનાં સરનામાં મેળવવામાં આવ્યાં છે. બુધવારે પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવશે. આ સાથે પોલીસે સ્ટાફ મેમ્બર્સની પણ પૂછપરછ શરૂ કરી છે.ઓફિસોમાંથી આ ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા

આરોપીઓ ઉંચા વળતરની લાલચ આપતા હતા જેમકે પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરે તો  32 ઈંચનું ટીવી અથવા મોબાઈલ, 10 લાખ રૂપિયાનું રોકાણ કરે તો રોકાણકારને ગોવાનો પ્રવાસ, તથા ફિક્સ એફડી અને રોકાણ પર 7 ટકા વ્યાજ લેખિતમાં અને મૌખિકમાં 18 ટકા વ્યાજની જાહેરાતો કરી હતી.

ક્યાં ક્યાં કંપનીઓખોલી હતી

1. ક્રિશ્ના કોન્પ્લેક્સ, રણાસણા, સાબરકાંઠા

2. વ્યાપાર ભવન કોમ્પ્લેક્સ ન્યાય મંદિર, હંમતનગર

3. અક્ષર આર્કેડ ચી.બી.રોડ, વિજાપુર

4. સંસ્કૃતિ કોમ્પ્લેક્સ મોડાસા, અરવલ્લી

5. શ્રીજી કોમ્પ્લેક્સ મોડાસા રોડ, અરવલ્લી

6. વ્હાઈટ હાઉસ સેક્ટર-11, ગાંદીનગર

રૂ.175 કરોડનાં ટ્રાન્ઝેક્શનવાળાં 2 બેંક એકાઉન્ટ
રોકાણકારો સાથેનાં એગ્રીમેન્ટ
એપ્લિકેશન ફોર્મ
ફિક્સ ડિપોઝિટનાં ફોર્મ, કેશ વાઉચર
રિન્યૂઅલ ફોર્મ, એડવાન્સ અમાઉન્ટ ફોર્મ
રોકાણકારોના ચોપડા, વિડ્રોઅલ ફોર્મ
સીઇઓ તેમજ એજન્ટો ફરાર થઈ ગયા
પોલીસનું કહેવં છે કે દરોડામાં એકપણ ઓફિસમાંથી સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે એકપણ એજન્ટ મળ્યા ન હતા. દરેક જગ્યાએથી ઓફિસમાં નોકરી કરતા કર્મચારીઓ મળ્યા હતા, જોકે તેઓ આ કૌભાંડ વિશે કશું જાણતા ન હતા, જેથી પોલીસે ભૂપેન્દ્રસિંહની શોધખોળ શરૂ કરી એજન્ટોનાં નામ – સરનામાં મેળવીને તેમને પકડવા તજવીજ શરૂ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરનાં લાલપુરમાં ખનીજ ચોરી મામલે મામલતદારની કાર્યવાહી

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી પકડાઈ, 37 લાખનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો: સાયલાની ગૌચર જમીનમાંથી રેતીની વ્યાપક ખનીજ ચોરી

Post navigation

ગુજરાતના ઉર્વિલ પટેલે પંતનો તોડ્યો રેકોર્ડ, T20માં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બન્યો
 વાપીમાં CGST નો ઈન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો

More Posts

kuno national park/ કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોત અંગે સરકારે આપ્યો આ જવાબ,જાણો…

July 16, 2023garima rao

અવસાન/ વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભાનાં પૂર્વ સાંસદ ચંદન મિત્રાનું નિધન

September 2, 2021September 3, 2021hardik shah

Rajkot News/ રાજકોટ બાયપાસ સર્જરીમાં બેદરકારીના આક્ષેપ સાથે SIT અને પેનલ પીએમની પરિવારજનોની માગ

July 6, 2025Maya Sindhav

Not Set/ ICC World Cup IND vs NZ : Social Media પર ટીમ ઈંન્ડિયાની ફજેતી, ધોની હવે તારા પર છે આશા કહેતા જોવા મળ્યા ફેન

July 10, 2019July 10, 2019hardik shah

Not Set/ 2019 માટે કોંગ્રેસે શરૂ કરી તૈયારીઓ,ડોર ટુ ડોર કેમ્પેઈન હાથ ધરાશે: ચાવડા

January 11, 2019Nirmal Acharya
મહિલા અનામત(Womens Reservation) બિલને લઈને રાજકીય ગરમાવો ફરી વધી ગયો છે

New Delhi News/ મહિલા અનામત બિલ: પ્રિયંકા ગાંધીનો મોદી સરકારને પડકાર

April 18, 2026Nikunj Patel

Ahmedabad News/ એર ઈન્ડિયાના વિમાનનું બ્લેક બોક્સવિદેશ મોકલવા બાબતે કોઈ નિર્ણય નથી લેવાયો, કેન્દ્ર તપાસ ચાલી રહી હોવાનું કહે છે

June 20, 2025June 20, 2025Nikunj Patel

ગુજરાત/ સૌરાષ્ટ્રની જનતાને મોંઘવારીનો વધુ એક ડોઝ, ખાનગી શાળાઓએ નવા વર્ષની ફીમાં કર્યો તોતિંગ વધારો

April 1, 2024Maya Sindhav

Not Set/ ભેજાબાજોએ, HM અમિત શાહનાં નામે પાર્ટી ફંડ માટે હરિયાણાનાં નેતા પાસે માંગ્યા 3 કરોડ અને થયું આવું….

December 28, 2019Bhavesh Vyas

Not Set/ Mantavya News bell 26/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

January 26, 2020January 26, 2020hardik shah
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy