IPL 2025/ GT vs SRH: ગુજરાત અને હૈદરાબાદની મેચમાં બન્યો અદભુત રેકોર્ડ! ઈતિહાસમાં આવું બીજી વખત બન્યું

લક્ષ્યનો પીછો કરતા, સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ ઇનિંગની શરૂઆત કરી. ટીમને શરૂઆતનો ફટકો ટ્રેવિસ હેડના 4.3 ઓવરમાં 20 (16

Top Stories Sports

Ahmedabad News: ગુજરાતના અમદાવાદ (Ahmedabad)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPLની 51મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) એ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ને 38 રનથી હરાવ્યું. ગુજરાત તરફથી શુભમન ગિલે (Submann Gill) સૌથી વધુ 76(38) રનનો કેપ્ટનશીપ સ્કોર બનાવ્યો. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ગુજરાતે હૈદરાબાદને GT vs SRH 225 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 6 વિકેટે માત્ર 186 રન જ બનાવી શક્યું. આ જીત સાથે, ગુજરાત ટાઇટન્સ વધુ મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. તેણે 10 મેચમાં 14 પોઈન્ટ મેળવ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાયેલી આ મેચમાં એક ખાસ રેકોર્ડ પણ બન્યો.

ગુજરાત-હૈદરાબાદ મેચમાં એક ખાસ રેકોર્ડ બન્યો

ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી આ મેચમાં એક ખાસ રેકોર્ડ બન્યો છે. હકીકતમાં, IPL મેચની એક ઇનિંગમાં સૌથી ઓછા ડોટ બોલ રમવાનો રેકોર્ડ બન્યો છે. GT અને SRH વચ્ચેની મેચમાં IPL માં એક ઇનિંગમાં સૌથી ઓછા 22 ડોટ બોલ રમાયા હતા. ગુજરાતની ઇનિંગ દરમિયાન આ ઘટના બની હતી. આ પહેલા IPL 2024 માં હૈદરાબાદ અને મુંબઈ વચ્ચેની મેચમાં એક ઇનિંગ દરમિયાન ફક્ત 22 ડોટ બોલ રમાયા હતા.

IPLની એક ઇનિંગમાં સૌથી ઓછા ડોટ બોલ

22 – એસઆરએચ વિરુદ્ધ એમઆઈ, હૈદરાબાદ, 2024
22 – જીટી વિરુદ્ધ એસઆરએચ, અમદાવાદ, 2025*
23 – ડીસી વિરુદ્ધ કેકેઆર, શારજાહ, 2020
23 – આરસીબી વિરુદ્ધ એસઆરએચ, હૈદરાબાદ, 2024
24 – એસઆરએચ વિરુદ્ધ પીબીકેએસ, મોહાલી, 2017
24 – જીટી વિરુદ્ધ સીએસકે, અમદાવાદ,

ગુજરાત ટાઇટન્સ તરફથી સાઇ સુદર્શન અને કેપ્ટન શુભમન ગિલે બેટિંગની શરૂઆત કરી. સુધરસને 48 રન (23 બોલ) અને ગિલે 76  રન (38 બોલ) બનાવ્યા. ગિલે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવતા, જોસ બટલરે ઝડપી 67 (37 બોલ) રન બનાવ્યા. ચોથા નંબર પર વોશિંગ્ટન સુંદરે 21 રન (16 બોલ) અને શાહરૂખ ખાને 6 રન બનાવ્યા. ગુજરાતે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 224 રનનો પહાડ બનાવ્યો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી જયદેવ ઉનડકટે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. તેમના ઉપરાંત કેપ્ટન પેટ કમિન્સ અને ઝીશાન અંસારીને એક-એક સફળતા મળી.

લક્ષ્યનો પીછો કરતા, સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ ઇનિંગની શરૂઆત કરી. ટીમને શરૂઆતનો ફટકો ટ્રેવિસ હેડના 4.3 ઓવરમાં 20 (16 બોલ)ના રૂપમાં પડ્યો. અભિષેક શર્માએ 74 રન (41 બોલ)ની પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને 6 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા. આ ઉપરાંત, ત્રીજા નંબરે આવેલા વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશનએ 13 (17 બોલ), ચોથા નંબરે આવેલા વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસેને 23 (18 બોલ) અને પાંચમા નંબરે આવેલા વિકેટકીપર-બેટ્સમેન અનિકેત વર્માએ 3 રન બનાવ્યા હતા પરંતુ કંઈ ખાસ કરી શક્યા ન હતા.

કમિન્ડુ મેન્ડિસ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો. અંતે, નીતિશ કુમાર રેડ્ડીએ 21 રન (10 બોલ) અને કેપ્ટન પેટ કમિન્સે 19 રન (10 બોલ) બનાવીને સંઘર્ષ કર્યો, પરંતુ તેઓ ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા. SRH નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે માત્ર 186 રન બનાવી શક્યું અને મેચ 38 રનથી હારી ગયું. ગુજરાત ટાઇટન્સ તરફથી મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ બે-બે વિકેટ લીધી જ્યારે કોટ્ઝે અને ઇશાંત શર્માએ એક-એક વિકેટ લીધી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત માટે મોટા સમાચાર, શું શુભમન ગિલ આગામી મેચ નહીં રમી શકે?

આ પણ વાંચો:BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હેઠળ જાણો કોને કેટલા રૂપિયા મળશે? શું કહે છે BCCIનો નિયમ

આ પણ વાંચો:કૃણાલ પંડ્યાની જબરદસ્ત બેટિંગે બેંગ્લોરને દિલ્હી સામે જીતાડ્યું, કોહલીની હાફ સેન્ચુરી