Accident in China ; પૂર્વી ચીનના જિયાંગસી પ્રાંતમાં રવિવારે ગમખ્વાર અકસ્માતમાં સર્જાયો હતો જેમાં 17 લોકોના મોત થયા છે અને 22 લોકો ઘાયલ થયા છે.આ માહિતી સરકારી મીડિયાએ આ માહિતી આપી છે.રાજ્ય પ્રસારણકર્તા સીસીટીવીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, “અકસ્માતમાં 17 લોકોના મોત થયા હતા, 22 લોકો ઘાયલ થયા હતા, ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
ચીનના જિયાંગસી પ્રાંતમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જિયાંગસી પ્રાંતના નાનચાંગ કાઉન્ટીમાં મધ્યરાત્રિના થોડા સમય બાદ અનેક વાહનો અથડાયા હતા. જેના કારણે 17 લોકોના મોત થયા હતા અને 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતને પગલે ભારે વાહન વ્યવહાર થંભી ગયો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત રાત્રે એક વાગ્યે થયો હતો. જોકે, કલાકોમાં જ નાનચાંગ ટ્રાફિક પોલીસે વાહનચાલકોને ચેતવણી આપી હતી. પ્રાંતમાં ગાઢ ધુમ્મસ છે અને વાહનોને સાવધાની સાથે વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે કોઈ પણ સંજોગોમાં વાહનોને ઓવરટેક કરવાનો અને અંતર જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.
ચીનથી ગમખ્વાર અક્સમાતની (Accident in China ) મોટી ઘટના ઘટી છે, અક્સમાતમાં 17 લોકોના મોત થઇ ગયા છે, જયારે 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, આ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પોલીસે હાલ આ અકસ્માત અંગેની સઘન તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે આ અકસ્માત બાદ ચીનના પ્રશાસને એક એડવાઇઝરી જાહેર કરી છે અને ગાઢ ધુમ્મસ અને સાવચેતીથી વાહન હંકારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
International Marathon/વડોદરામાં સૌથી મોટી ઇન્ટરનેશનલ મેરેથોનને રમત ગમતના મંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું
China/જિનપિંગને કોરોના મામલે સરકારની આલોચના પસંદ ન આવતા ઉઠાવ્યું આ કદમ,જાણો
ગોળીબાર/કર્ણાટકમાં હિન્દુ સંગઠનના બે નેતા પર ગોળીબાર, શહેરમાં તંગદિલી
