દેશમાં રોગચાળાના કોરોના વાયરસની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ રહી છે. દેશમાં રોજ કોરોનાકેસનો આંક નવો રેકોર્ડ રચી રહ્યો છે. તો બીજી બાજુ કોરોનાથી થતા મોતની સંખ્યામાં પણ સતત વધારો ચિંતા ઉભી કરી રહ્યો છે. કોરોના સંક્રમણ ને લઇ દેશમાં આરોગ્ય તંત્રમાં ચાલતી લાલીયાવાડી પણ સામે આવી રહી છે. તો પલંગ, વેન્ટિલેટર, રેમડેસિવિર અને ઓક્સિજનની અછત કોરોનાના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં જોવા મળી રહી છે.

ત્યારે કોરોના સામે લડવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે 1 મેથી, હવે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી કોરોના રસી દરેકને આપવા માટે માંગની થઇ રહી હતી. દરમિયાન, મોદી સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાનો નિર્ણય લીધો છે. અગાઉ 45 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી હતી.
ત્રીજા તબક્કાની રણનિતી
- પ્રાથમિકતાવાળા સમુહોને પહેલાંની જેમ ફ્રી વેક્સિન આપવાનું ચાલું રાખવામાં આવશે. એટલે કે હેલ્થવર્કર, ફ્રંટલાઇન વર્કર અને
- ૪પ વર્ષના તમામ લોકોને સરકારી હોસ્પિટલમાં કોરોનાની રસી મફત મળશે.
- ત્રીજા તબક્કામાં ખરીદીની પ્રક્રિયામાં છુટ અપાઇ
- રાજ્યો હવે સીધા કંપનીઓ પાસેથી ખરીદી શકશે વેક્સિન
- રાજ્યો હવે નક્કી કરશે કે ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપે
- સરકાર વેક્સિન નિર્માતાઓને પ્રોડક્શન વધારવા માટે પ્રોતસાહીત કરશે
- વેક્સિન નિર્માતા તેમની સપ્લાયની કુલ ક્ષમતાના પ૦ ટકા સુધી પહેલાંથી જાહેર કિંમતો પર રાજ્ય સરકારો અને ખુલ્લા બજારમાં વેચી શકશે
- રશિયાની વેક્સિન સ્પૂતનિક V નું નિર્માણ ભારતમાં થશે, હમણાં તેનું નિર્માણ વિદેશમાં થઇ રહયુ છે.

