કોરોનાકાળ વચ્ચે હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આ સાથે વરસાદે પણ જોર પકડવાની શરૂઆત કરી દીધી છે. ચોમાસુ આજે મુંબઈ પહોંચી ગયુ છે, જ્યાં તેની જોરદાર અસર જોવા મળી રહી છે. સવારથી જ મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સમગ્ર મુંબઈ પાણી પાણી થઇ ગયું છે.
Maharashtra: Heavy rainfall in Mumbai causes traffic snarls in different parts of the city, visuals from Eastern Express Highway-Chembur. #Monsoon pic.twitter.com/8YaFZedS7N
— ANI (@ANI) June 9, 2021
ક્રિકેટ ન્યૂઝ / ભારત વિરુદ્ધ ચાલાકી પાક.ને પડી ભારે, પાકિસ્તાન-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચનું પાકિસ્તાનમાં નહી થાય પ્રસારણ
ભારે વરસાદને કારણે રસ્તાઓથી લઇને રેલ્વેનાં પાટા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક સ્થળોએ રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જામ થઈ ગયા હોવાનુ સામે આવી રહ્યુ છે, અને કેટલીક જગ્યાએ વાહનો પાણીનાં કારણે રોકાઇ રોકાઇને ચાલી રહ્યા છે. એટલું જ નહીં, ભારે વરસાદને કારણે રેલ્વે પાટા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેનાથી ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. જણાવી દઇએ કે, ચોમાસાની શરૂઆત બાદ મુંબઈનાં કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ બાદ મુંબઇનાં સાયન વિસ્તારમાં અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાયા છે. પાણી ઘરો અને દુકાનોમાં ઘુસી ગયા હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. લોકોને પાણીમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ ગઇ છે. આવી જ સ્થિતિ ગાંધી માર્કેટ વિસ્તારમાં પણ જોવા મળી હતી. રસ્તાઓમાં પાણી ભરાયા હોવાથી વાહનોની લાઇનો લાગી ગઇ છે. ધીમે ધીમે ગાડીઓ આગળ વધી રહી છે. ભારે વરસાદને કારણે મુંબઇનાં કિંગ્સ સર્કલ વિસ્તારમાં ભારે પાણી ભરાઇ ગયુ છે. બાઇક અને સાયકલ સવારોએ વાહનને ધક્કો મારી પાણીમાંથી બહાર આવવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે, જ્યારે મોટા વાહનો પણ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ તળાવોમાં ફેરવાયા છે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે પૂર્વીય એકસપ્રેસ હાઇવે-ચેમ્બુર ઉપર ટ્રાફિક જામ સર્જાયો છે. વાહનોની લાંબી લાઇનો થઇ ગઇ છે.
Maharashtra: Railway tracks submerged between Sion railway station & GTB Nagar railway station due to heavy rainfall in Mumbai.
Mumbai Local train services b/w Kurla & CSMT have been halted, as a precautionary measure; services to resume as soon as the water recedes.#Monsoon pic.twitter.com/YUaETnmv7z
— ANI (@ANI) June 9, 2021
સોશિયલ મીડિયા / ટ્વીટર બાદ હવે ઇન્સ્ટાગ્રામે હદ પાર કરી, ભગવાન શિવનું અપમાનજનક સ્ટીકર શેર કર્યુ
રસ્તાઓ સિવાય, રેલ્વે ટ્રેકમાં પણ પાણી ભારાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે સાયન રેલ્વે સ્ટેશન અને જીટીબી નગર રેલ્વે સ્ટેશન વચ્ચેનો રેલ્વે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાટા સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. સાવચેતીનાં પગલા રૂપે, કુર્લા અને સીએસએમટી વચ્ચે મુંબઇ લોકલ ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. પાણી ઉતરશે ત્યારે સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે. ભારે વરસાદ અને અને પાણી ભરાવવાનાં કારણે ચુનાભટ્ટી રેલ્વે સ્ટેશન નજીક હાર્બર લાઇન b/ w CSMT-વાશી પર ટ્રેન સેવાઓ સવારે 10.20 વાગ્યે સ્થગિત કરી દેવામાં આવી છે. સાયન-કુર્લા વિભાગમાં પાણી ભરાવાનાં કારણે CSMT-થાણેથી મેઈન લાઇન પર આવતી સેવાઓને સવારે 10.20 વાગ્યે સ્થગિત કરી દેવામાં આવી છે. પ્રાદેશિક હવામાન કેન્દ્ર, મુંબઇએ આગામી 5 દિવસ માટે મહારાષ્ટ્ર માટે હવામાન ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગ, મુંબઇનાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો.જયંતા સરકારે જણાવ્યું કે, આજે ચોમાસું મુંબઇ આવી ગયું છે. દર વર્ષે ચોમાસાની સામાન્ય આગમન તારીખ 10 જૂન હોય છે. આ વખતે તે આગમનની સરેરાશ તારીખ પહેલાં આવી ગયુ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

