Not Set/ શિરોમણિ અકાલી દળનો CAA અંગે વલણ બદલવા ઇનકાર, દિલ્હી ચૂંટણીઓમાં નહીં લે ભાગ

શિરોમણિ અકાલી દળે સોમવારે કહ્યું હતું કે, તેને સાથી પક્ષ દ્વારા નાગરિકતા સુધારણા અધિનિયમ (સીએએ) પર પોતાનો વલણ બદલવા માટે કહેવાયુ પછી તે આવતા મહિને યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડશે નહીં. અકાલી દળના નેતા મંજિંદર સિંહ સિરસાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ભાજપ સાથેની ચૂંટણીને લગતી ત્રણ બેઠકોમાં, તેમની પાર્ટીને સીએએ અંગેના તેના વલણને […]

Top Stories India

શિરોમણિ અકાલી દળે સોમવારે કહ્યું હતું કે, તેને સાથી પક્ષ દ્વારા નાગરિકતા સુધારણા અધિનિયમ (સીએએ) પર પોતાનો વલણ બદલવા માટે કહેવાયુ પછી તે આવતા મહિને યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડશે નહીં. અકાલી દળના નેતા મંજિંદર સિંહ સિરસાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ભાજપ સાથેની ચૂંટણીને લગતી ત્રણ બેઠકોમાં, તેમની પાર્ટીને સીએએ અંગેના તેના વલણને ધ્યાનમાં લેવા કહ્યું હતું.

રાજૌરી ગાર્ડન વિધાનસભા બેઠક પરથી ભાજપના ટિકિટ પર ધારાસભ્ય રહી ચૂકેલા સિરસાએ જણાવ્યું હતું કે, ભાજપ સાથેની અમારી બેઠકમાં અમને સીએએ અંગેના વલણ પર પુનર્વિચારણા કરવા કહેવામાં આવ્યું હતું, પરંતુ અમે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. શિરોમણી અકાલી દળ ભારપૂર્વક માને છે કે મુસ્લિમોને સીએએમાંથી બાકાત રાખી શકાય નહીં. તેમણે કહ્યું છે કે અમે રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) ની પણ સખત વિરુદ્ધ છીએ.

આપને જણાવી દઈએ કે દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ સોમવારે કહ્યું છે કે તેમની પાર્ટી દિલ્હીમાં 67 બેઠકો લડશે, જ્યારે જેડીયુ બે સીટો પર લડશે અને એલજેપી એક બેઠક લડશે. તેમણે કહ્યું કે, ભાજપની બાકીની 10 બેઠકો ટૂંક સમયમાં તેમના ઉમેદવારો જાહેર કરશે. મનોજ તિવારીના આ નિવેદન બાદ શિરોમણી અકાલી દળના નેતા મંજિંદર સિંહ સિરસાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. 

જ્યારે તેમણે કહ્યું કે, એસએડી અને ભાજપનો જૂનો સંબંધ છે, પરંતુ સીએએ અંગે સુખબીર બાદલનું વલણ, જેમાં તમામ ધર્મોના લોકો શામેલ છે, ઈચ્છે છે કે ભાજપના નેતૃત્વએ આ સ્ટેન્ડ પર ફરીથી વિચાર કરવું જોઇએ. તેથી જ અમે અમારું વલણ બદલવાને બદલે, આ ચૂંટણીઓ નહીં લડવાનું નક્કી કર્યું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.