closed/ રેલ્વેના ખાનગીકરણને મોટો આંચકો, તેજસ ટ્રેનને નથી મળી રહ્યા પેસેન્જર, આટલા રૂટ બંધ

દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ બંધ થવાની છે. દિલ્હી-લખનૌ  અને અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેનો મુસાફરોની ઉણપના કારણે અનિશ્ચિત સમય માટે રદ કરવામાં આવી છે.

Top Stories Business

દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ બંધ થવાની છે. દિલ્હી-લખનૌ  અને અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેનો મુસાફરોની ઉણપના કારણે અનિશ્ચિત સમય માટે રદ કરવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે તેજસ ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (આઈઆરસીટીસી) દ્વારા સંચાલિત છે. તેજસ ટ્રેનના  બંધને રેલવેના ખાનગીકરણને ફટકો તરીકે જોવામાં આવે છે.

ધારાસભ્ય દેવાભાઈ માલમનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટિવ

નવી દિલ્હીથી લખનૌ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ 23 નવેમ્બરથી બંધ થઈ જશે અને અમદાવાદ-મુંબઇ વચ્ચેની તેજસ એક્સપ્રેસ 24 નવેમ્બરથી બંધ થઈ જશે. આ બંને રૂટ પર દોડતી રેલ્વેની અન્ય ટ્રેનોમાં મુસાફરોની સંખ્યાની સમીક્ષા કર્યા પછી, આઈઆરસીટીસી તેજસને ફરીથી ઓપરેશનલ બનાવવાનો નિર્ણય લેશે.

“હેટ ક્રાઇમ”માં વધારો, FBIએ આંકડા રજૂ કર્યા, આવો જાણીએ શું છે “હેટ ક્રાઈમ…?

નોંધનીય છે કે દેશમાં કોરોના રોગચાળો ફાટી નીકળ્યા પછી આ બંને ટ્રેનોનું સંચાલન 19 માર્ચથી બંધ કરી દેવામાં આવ્યું હતું. દિવાળી દરમિયાન પણ તેજસમાં બેઠકો ખાલી રહી. વધારે ભાડા હોવાને કારણે, લોકો ટ્રેનને બદલે ફ્લાઇટમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. નોધનીય છે કે, આ ટ્રેનમાં કુલ  736 બેઠકો છે, પરંતુ આ સમયે ફક્ત 25-40 ટકા બેઠકો જ બુક કરવામાં આવી હતી. જ્યારે લોકડાઉન પહેલા 50 થી 80 ટકા બેઠકો બુક કરાઈ હતી.

વિશ્વનો સૌથી મોંઘુ કબૂતર, જે વેચાયું આટલા કરોડ રૂપિયામાં, જાણો એવું તે શું ખાસ છે …?

કેન્દ્ર સરકારે તેજસને ઓપરેટ કરવાની મંજૂરી આપતા અંગે પણ વિવાદ થયો હતો. આને રેલવેના ખાનગીકરણ તરફ કેન્દ્ર સરકારે લીધેલા પગલા તરીકે જોયું હતું. આઇઆરસીટીસીએ ગયા વર્ષે 4 ઓક્ટોબરથી દિલ્હી-લખનઉ અને મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ ટ્રેન ચાલુ વર્ષે 19 જાન્યુઆરીથી શરૂ કરી હતી.