World News/ શું ટ્રમ્પ ભારતીય બાળકોની નાગરિકતા છીનવી લેશે? 16 લાખ ભારતીયો માટે ચિંતાજનક સમાચાર

Donald Trumpએ ભારતને ‘નરક’ ગણાવી અમેરિકાના 157 વર્ષ જૂના જન્મજાત નાગરિકતા કાયદાને પડકાર્યો છે. આઈટી સેક્ટરમાં ભારતીયોના વર્ચસ્વ અને 16 લાખ બાળકોની નાગરિકતા પરના ખતરા વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

Top Stories international World
Trump

Trump India Hellhole Controversy:  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈમિગ્રન્ટ્સ અને ખાસ કરીને ભારત તથા ચીન વિરુદ્ધ ઝેર ઓક્યું છે. ટ્રુથ સોશિયલ પર કટ્ટરપંથી લેખક માઈકલ સેવેજનો પત્ર શેર કરતા ટ્રમ્પે અમેરિકાની ‘બર્થરાઈટ સિટિઝનશિપ’ (જન્મના આધારે નાગરિકતા) નીતિની આકરી ટીકા કરી છે. આ પત્રમાં ભારત અને ચીન જેવા દેશો માટે “નરકનું દ્વાર” (Hellhole) જેવા વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

‘બર્થ ટુરિઝમ’ અને નાગરિકતા પર પ્રહાર

Trump દ્વારા શેર કરાયેલા પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે:

સીધી નાગરિકતા: વિદેશીઓ ગર્ભાવસ્થાના અંતિમ સમયમાં અમેરિકા આવે છે જેથી બાળકનો જન્મ ત્યાં થાય અને તેને તાત્કાલિક અમેરિકી નાગરિકતા મળી જાય.

પરિવારનું સેટલમેન્ટ: એકવાર બાળક નાગરિક બની જાય પછી તે જ આધારે તેઓ પોતાના આખા પરિવારને ભારત કે ચીન જેવા “નરક” માંથી અમેરિકા બોલાવી લે છે.

આંકડો: પ્યુ રિસર્ચ સેન્ટરના 2022 ના રિપોર્ટ મુજબ, અંદાજે 16 લાખ ભારતીય બાળકોને અમેરિકામાં જન્મ લેવાને કારણે નાગરિકતા મળી છે.

ભારત ‘નરકનું દ્વાર’ છે: Trump નો બફાટ

કેલિફોર્નિયાના ટેક સેક્ટરમાં ભારતીયોનું વર્ચસ્વ

ટ્રમ્પે ભારતીય આઈટી (IT) પ્રોફેશનલ્સ પર નિશાન સાધતા પત્રમાં જણાવ્યું છે કે:

કેલિફોર્નિયાના ટેક સેક્ટરમાં ભારતીય અને ચીની લોકોનું ભારે વર્ચસ્વ છે, જેને કારણે અન્ય લોકો માટે તકો મર્યાદિત બની રહી છે.

ભરતી પ્રક્રિયામાં ભારતીયો અને ચીનીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે, જે અમેરિકનો માટે અન્યાયી છે.

ટ્રમ્પના મતે, નોકરીઓમાં રાષ્ટ્રીય મૂળ (National Origin) લાયકાત કરતાં વધુ મહત્વનું બની ગયું છે.

સરકારી સેવાઓનો દુરુપયોગ અને ACLU પર આકરા પ્રહાર

ટ્રમ્પે (Trump) દાવો કર્યો છે કે લોકો ગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં અમેરિકા આવે છે જેથી બાળકને નાગરિકતા મળે અને ત્યારબાદ તે બાળકના આધારે આખો પરિવાર ભારત કે ચીન જેવા દેશોમાંથી અમેરિકામાં સ્થાયી થઈ જાય. તેમણે આરોપ લગાવ્યો કે આનાથી ભાષા અને સાંસ્કૃતિક ઓળખ બદલાઈ રહી છે અને પ્રવાસીઓ કરદાતાઓના પૈસા પર ચાલતી સરકારી હોસ્પિટલો અને સુવિધાઓનો દુરુપયોગ કરી રહ્યા છે.

ભારત ‘નરકનું દ્વાર’ છે: Trump નો બફાટ

157 વર્ષ જૂના કાયદાને બદલવાની તૈયારી?

અમેરિકામાં 1868 થી ‘રાઇટ ઓફ સોઇલ’ (જન્મના આધારે નાગરિકતા) નો કાયદો અમલમાં છે. ટ્રમ્પ (Trump) આ કાયદાને બદલવા માટે રાષ્ટ્રવ્યાપી મતદાન (Referendum) કરાવવાની તરફેણમાં છે. 20 જાન્યુઆરી 2025 ના રોજ તેમણે આ નીતિ પર રોક લગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાલમાં આ મામલો ફેડરલ કોર્ટમાં કાનૂની લડાઈ હેઠળ છે.

Trump ના આ વલણથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા અને એચ-1બી (H-1B) વિઝા પર કામ કરતા લાખો ભારતીયોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયું છે.


આ પણ વાંચો :  ઈરાને અમેરિકાને આપી ધમકી, ‘નાકાબંધી નહીં હટે તો હોર્મુઝ નહીં ખુલે’, શાંતિ મંત્રણા પર લટકતી તલવાર

આ પણ વાંચો :   પૂર્વ અમેરિકી વિદેશ મંત્રીનો મોટો દાવો – નેતન્યાહૂએ ટ્રમ્પને યુદ્ધ માટે કેવી રીતે મનાવ્યા?

આ પણ વાંચો :  ટ્રમ્પે ભારત-ચીનને કહ્યા ‘નરક’, અમેરિકામાં ભારતીયોની નોકરી અને નાગરિકતા પર તોળાતું સંકટ