'Heritage' buildings/ પૈસા બોલતા હૈ ! ઇમ્પેક્ટ ફી ભરી અમદાવાદમાં હેરિટેજ બિલ્ડીંગ હવે બન્યું કોમર્શિયલ..!

ઇમ્પેક્ટ ફીના રૂપકડા નામ હેઠળ અમદાવાદનું હેરિટેજ બિલ્ડિંગ ફેરવાયું કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં..

Top Stories Ahmedabad Gujarat
ઇમ્પેક્ટ ફીના
  • બીડી કોલેજનું બિલ્ડિંગ કોમર્શિયલ કોમ્પલેક્ષ બન્યું
  • અગાઉ બીડી કોલેજનું હેરિટેજ બિલ્ડિંગ ગણાતું
  • ઇમ્પેકટ ફીના કાયદા હેઠળ બાંધકામની આપી મંજૂરી
  • 66 વર્ષ પહેલા કન્યા કેળવણી માટે શરૂ થઇ હતી કોલેજ
  • 166 જેટલી ઓફિસ-દુકાનનું ચાલી રહ્યું છે બાંધકામ

આપના દેશમાં કાયદો તો  છે પરંતુ કાયદામાં છીંડા પણ એટલા બધા છે કે સહેલાઈથી ગમે તેવી ધરોહરને ગમે ત્યારે તોડી શકાય છે. હાલમાં અમદાવાદ માં આવેલા હેરિટેજ બિલ્ડિંગ ને ઇમ્પેક્ટ ફીના રૂપકડા નામ હેઠળ  તોડીને કૉમર્શિયલ બિલ્ડિંગમાં ફેરવી દેવાની ચોંકાવનારી ઘટના બની છે. અમદાવાદમાં બીડી કોલેજનું બિલ્ડિંગ અગાઉ હેરિટેજ બિલ્ડિંગ ગણાતું હતું. ઇમ્પેકટ ફીના કાયદા હેઠળ બાંધકામની  મંજૂરી દેવામાં આવીછે. હવે 166 જેટલી ઓફિસ-દુકાનનું ચાલી રહ્યું છે બાંધકામ.

અત્રે નોંધનીય છે કે, અમદાવાદમા આજથી ૬૬ વર્ષ અગાઉ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુથી શહેરના માણેકચોકમાં સાંકડીશેરી વિસ્તારમા ગુજરાત લો સોસાયટી એજયુકેશન ટ્રસ્ટ દ્વારા બી.ડી.કોલેજ શરૂ કરવામાં આવી હતી. જો કે ઇમ્પેક્ટ ફી ભરી આ હેરિટેજ બિલ્ડિંગને તોડી પાડી હાલ આ સ્થળે ૧૬૬ જેટલી ઓફિસ અને દુકાનનુ બાંધકામ ચાલી રહયુ છે.  ઈમ્પેકટ ફીના કાયદા હેઠળ ૨૮ માર્ચ-૨૦૧૧ પહેલાના કેસમાં બતાવી રુપિયા ૧.૪૪ કરોડની રકમ ઈમ્પેકટ ફી હેઠળ અરજદાર પાસે ભરાવી કોમર્શિયલ બાંધકામને મંજુરી આપી છે.

કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુથી બાંધવામા આવેલા હેરીટેજ કક્ષાનુ આ બિલ્ડિંગ કોમર્શિયલ કોમ્પલેકસ બને એ માટે મધ્ય ઝોન એસ્ટેટના અધિકારીઓ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરીટેજ વિભાગમા ફરજ બજાવતા અધિકારીઓ તથા ચૂંટાયેલી પાંખના હોદ્દેદારોએ અંગત રસ લીધો હોવાની ખાડિયાના રહીશોમા ચર્ચા ચાલી રહી છે. ખાડિયામા આવેલા આ બિલ્ડિંગ માટે ઈમ્પેકટ ફી,ખુટતા પાર્કીંગની ફી તથા સેનેટરી ફી સાથે કુલ રુપિયા ૧.૪૪ કરોડથી વધુ રકમ ઈમ્પેકટ ફી પેટે વસૂલ કરી બાંધકામ વર્ષ-૨૦૧૧ બાદનુ હોવા છતાં આ બાંધકામને ઈમ્પેકટ ફી લઈને બાંધકામને નિયમિત કરવા રાજય સરકારના કાયદા હેઠળ ૨૮ માર્ચ-૨૦૧૧ પહેલાના બાંધકામમા ખપાવી દેવામાં આવ્યા હોવાની શંકા સ્થાનિકોમાં પ્રવર્તી રહી છે.