International Marathon/ વડોદરામાં સૌથી મોટી ઇન્ટરનેશનલ મેરેથોનને રમત ગમતના મંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું

   વડોદરાની સૈાથી મોટી ઇન્ટનેશનલ મેરેથોનને રમતગમતના મંત્રી હર્ષ સંઘવીએ ફલેગ ઓફ કરીને  પ્રસ્થાન કરાવ્યું હતું

Top Stories Gujarat
International Marathon in Vadodara
  • વડોદરામાં સૌથી મોટી ઇન્ટરનેશનલ મેરેથોન
  • 10મી વડોદરા ઇન્ટર.મેરેથોનને ફ્લેગઓફ
  • રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યું પ્રસ્થાન
  • 42 કિ.મી.ની મેઇન ઇવેન્ટને ફ્લેગઓફ કર્યું
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આપશે હાજરી
  • CM 5 કિમી મેરેથોનને ફ્લોગ ઓફ કરાવશે
  • CM ભૂપેન્દ્ર પટેલ કરાવશે ફ્લેગઓફ
  • વડોદરાવાસીઓ મેરેથોનમાં લીધો ભાગ
  • ગૃહ-રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ લીધો ભાગ
  • રનર્સ સાથે દોડી સંઘવીએ ઉત્સાહ વધાર્યો
  • મેરેથોનમાં 5 કિ.મી.કેટેગરીમાં દોડ્યા ગૃહમંત્રી
  • 42,21,10 કિમી દોડને હર્ષ સંઘવીએ કર્યું ફ્લેગઓફ

International Marathon in Vadodara :   વડોદરાની સૈાથી મોટી ઇન્ટનેશનલ મેરેથોનને રમતગમતના મંત્રી હર્ષ સંઘવીએ ફલેગ ઓફ કરીને  પ્રસ્થાન કરાવ્યું હતું. આ 42 કિમીની મેઇન ઇનેન્ટને ફલેગ ઓફ હર્ષ સંઘવીએ કરાવ્યું હતું. આ ઇન્ટરનેશનલ મેરેથોનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે, 5 કિલોમીટર મેરેથોનને ફલેગ ઓફ કરાવશે, આ મેરેથઓનમાં મોટી સંખ્યામાં વડોદરાના નાગરિકોએ ભાગ લીધે છે. આ મેરેથોનમાં હર્ષ સંઘવીએ પણ ભાગ લીધો હતો અને દોડવીરો સાથે દોડીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. 5 કિલોમીટર કેટેગરીમાં રાજ્યના રમત ગમતના મંત્રી હર્ષ સંઘવી દોડયા . 42,21,10 કિલોમીટર દોડને હર્ષ સંઘવીએ  ફલેગ ઓફ કરાવ્યું હતું.

3 1 9 વડોદરામાં સૌથી મોટી ઇન્ટરનેશનલ મેરેથોનને રમત ગમતના મંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું

નોંધનીય છે કે આ હેરિટેજ મેરેથોનમાં (International Marathon in Vadodara )ઐતિહાસિક ઇમારતો અને હેરિટેજને શણગારવામાં આવી છે. ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની વડોદરા તેના સ્થાપત્ય અને પુરાતત્વીય વારસા માટે જાણીતી છે. ત્યારે વડોદરા મેરેથોનનો રૂટ વડોદરા શહેરની હેરિટેજ બિલ્ડીંગ પ્રતાપ નગર હજીરા, માંડવી ગેટ, ન્યાય મંદિર અને સુરસાગર નજીકથી પસાર થાય છે. વડોદરા શહેરની વિરાસત જાણતા આ માર્ગો પર દોડવું એ દોડવીરો માટે એક અનોખી અનુભવ બની રહેશે. કારણકે વડોદરાની વિવિધ વિરાસતોમાં તમામ દોડવીરો પસાર થઇ પોતાની સંસ્કૃતિ અને વિરાસ્તને નિહાળી પોતાની મેરેથોનને આગવી ઓળખ આપશે.

 

3 1 10 વડોદરામાં સૌથી મોટી ઇન્ટરનેશનલ મેરેથોનને રમત ગમતના મંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું

વડોદરા મેરેથોનમ (International Marathon in Vadodara )42.2 કિલોમીટરની ફૂલ મરેરેથોન યોજાશે. જે શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતેથી ફ્લેગ ઓફ કરશે. જેનો રૂટ નવલખી મેદાન, જયુપીટર ક્રોસ રોડ, સુસેન સર્કલ, બરોડા ડેરી સર્કલ, ચોખંડી ચાર રસ્તા, માંડવી ગેટ, સંગમ ચાર રસ્તા, મુક્તાનંદ સર્કલ, અકોટા દાંડિયા બજાર સર્કલ, ગાય સર્કલ, ઇસ્કોન સર્કલ, પ્રિયા થિયેટર થઈ શિવાય ફાર્મથી રિટર્ન થઈ પરત નવલખી ખાતે સમાપન થશે.

International Kite Festival/ ગુજરાતમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સનો પ્રારંભ, G-20 દેશના પતંગબાજો પણ ભાગ લેશે