અમદાવાદઃ એસટી તેના પ્રવાસીઓની સગવડમાં વધારો કરવા માટે નીત નવા પગલાં ભરી રહી છે. તેમાં તાજેતરમાં એસટીમાં યુપીઆઇ પેમેન્ટ શરૂ કરવામાં આવ્યું તે આ દિશામાં લેવાયેલું પગલું છે. હવે એસટી નિગમે અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેન્ડ પર અને નેહરુ નગર બસ સ્ટેન્ડ પર ટિકિટ બારી પરની ભીડ ઓછી કરવા માટે કિઓસ્ક જ મૂકી દીધા છે.
આ કિઓસ્ક મૂકવાના લીધે હવે પ્રવાસીઓએ ટિકિટ બારી પર લાઇનમાં ઊભા રહેવું નહીં પડે અને તે કિઓસ્ક પર જઈ જાતે ટિકિટ કાઢી શકશે, ઓનલાઇન ચૂકવણી કરી શકશે અને જાતે ટિકિટ રદ પણ કરી શકશે. આના લીધે મુસાફરોને ટિકિટ બારી પરની ભીડનો હિસ્સો નહીં બનવું પડે.
પ્રવાસીઓની સગવડ માટે ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષાના વિકલ્પ આપવામાં આવ્યા છે. તેમાં તેઓ ક્યાંથી ક્યાં જવાનું છે તેની વિગત અને મોબાઇલ નંબર એડ કરીને એડવાન્સ કે તત્કાળ ટિકિટ બુક કરી શકશે. આ પેમેન્ટ પણ પાછુ રોકડમાં નહીં ઓનલાઇન જ કરવાનું રહેશે. આખી પ્રક્રિયા પૂરી થયા પછી રિજસ્ટર મોબાઇલ નંબર પર મેસેજ સાથે લિંક વશે અને લિંક ઓપન કર્યા પછી પીડીએફમાં ટિકિટની બધી વિગત આવી જશે. ટિકિટ રદ કરવાની હોય તો તેનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.
આ અંગે એસટી નિગમ અમદાવાદ ઓફિસના સિનિયર અધિકારી મુકેશ પટેલે જણાવ્યું હતું કે પ્રવાસીઓ જાતે જ ટિકિટ મેળવી શકે તે માટે અત્યાધુનિક ગીતામંદર બસ સ્ટેન્ડ પર કિઓસ્ક મશીન મૂકવામાં આવ્યું છે. આ ટિકિટ બૂકિંગમાં બે ભાષા ગુજરાતી અને અંગ્રેજી રાખવામાં આવી છે. આ કિઓસ્કમાં તત્કાળ અને એડવાન્સ ટિકિટ બુકિંગની સગવડ સાથે ટિકિટ રદના વિકલ્પની જોડે ઓનલાઇન પેમેન્ટની સગવડ છે, જેથી લોકો પોતાની વિગત ભરીને ટિકિટ બૂક કરી શકશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ