મોટી જવાબદારી/ ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવો અને પ્રભારી મંત્રીઓની નિમણૂક કરાઈ, જાણો કોની ક્યાં નિમણુક કરાઈ

ગાંધીનગરમાં ભુપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં આવ્યા બાદ મહત્વના પરિવર્તન અને નવી કામગીરી કરતા રહેવા હવે જીલ્લા સ્તરે કામકાજોના ઝડપી નિકાલ માટે પ્રભારી મંત્રીઓ બાદ 33 જીલ્લાઓમાં વહીવટી કૂશળતાને લઈને પ્રભારી સચિવ તરીકે રાજ્ય સરકારે સિનિયર અધિકારીઓને જવાબદારી સોંપી છે. જયારે વિજ્ઞાન સચિવ તરીકે વિજય નહેરાને બનાસકાંઠાના પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ […]

Gujarat
ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવો અને પ્રભારી મંત્રીઓની નિમણૂક કરાઈ ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવો અને પ્રભારી મંત્રીઓની નિમણૂક કરાઈ, જાણો કોની ક્યાં નિમણુક કરાઈ

ગાંધીનગરમાં ભુપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં આવ્યા બાદ મહત્વના પરિવર્તન અને નવી કામગીરી કરતા રહેવા હવે જીલ્લા સ્તરે કામકાજોના ઝડપી નિકાલ માટે પ્રભારી મંત્રીઓ બાદ 33 જીલ્લાઓમાં વહીવટી કૂશળતાને લઈને પ્રભારી સચિવ તરીકે રાજ્ય સરકારે સિનિયર અધિકારીઓને જવાબદારી સોંપી છે.

જયારે વિજ્ઞાન સચિવ તરીકે વિજય નહેરાને બનાસકાંઠાના પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ પ્રફુલ પાનસેરિયાને કચ્છના પ્રભારી મંત્રી તરીકે નિમવામાં આવ્યા છે.

content image 13129c7b fb98 412a af5a 8fcaae28d83c ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવો અને પ્રભારી મંત્રીઓની નિમણૂક કરાઈ, જાણો કોની ક્યાં નિમણુક કરાઈ

આ પહેલાં રાજ્યના જિલ્લાઓમાં મંત્રીઓને પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. હવે સિનિયર અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદમાં પ્રભારી સચિવ તરીકે મુકેશ કુમારને જવાબદારી સોંપાઈ છે. જ્યારે મંત્રી તરીકે ઋુષિકેશ પટેલને જવાબદારી સોંપાઈ છે. તેવી જ રીતે, અમરેલીમાં સંદિપકુમારને પ્રભારી સચિવ બનાવાયા છે. ત્યારે પુરૂષોત્તમ સોલંકીને પ્રભારી મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે.

content image 6d39caa4 f058 488b baf7 d0335cb2150e ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવો અને પ્રભારી મંત્રીઓની નિમણૂક કરાઈ, જાણો કોની ક્યાં નિમણુક કરાઈ

રાજકોટમાં રાધવજી પટેલને પ્રભારી મંત્રી અને રાહુલ ગુપ્તાને પ્રભારી સચિવ બનાવાયા છે. સુરતમાં કનુભાઈ દેસાઈ પ્રભારી મંત્રી છે તો આર. બી. બારડને પ્રભારી સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને વડોદરાના પ્રભારી મંત્રી તરીકેની ફરજ સોંપાઈ છે. જ્યારે વિનોદ આર. રાવને પ્રભારી સચિવ તરીકે નિમવામાં આવ્યાં છે. જામનગરમાં મુળુભાઈ બેરાને પ્રભારી મંત્રી અને અનુપમ આનંદને પ્રભારી સચિવ તરીકેનો ચાર્જ સોંપાયો છે.