પ્રોપર્ટી સીલ/ એએમસીનો પ્રોપર્ટી ટેક્સ ન ભરનારી 2000થી વધુ મિલકતો સીલ કરાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્વ વિસ્તારમાં ટેક્સ ન ભરનારી Property Seal બે હજારથી વધારે મિલકતો સીલ કરવામાં આવી હતી. આવા પ્રોપર્ટી ટેક્ષ ન ભરનાર કરદાતાઓને છેલ્લી નોટિસ મોકલવામાં આવે છે

Ahmedabad Gujarat
Property Seal એએમસીનો પ્રોપર્ટી ટેક્સ ન ભરનારી 2000થી વધુ મિલકતો સીલ કરાઈ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્વ વિસ્તારમાં ટેક્સ ન ભરનારી Property Seal બે હજારથી વધારે મિલકતો સીલ કરવામાં આવી હતી. આવા પ્રોપર્ટી ટેક્ષ ન ભરનાર કરદાતાઓને છેલ્લી નોટિસ મોકલવામાં આવે છે તેમજ GPMC એક્ટની કલમ 42,43 મુજબ ટાંચ અને જપ્તી ની કાર્યવાહી હાથ ધરી મિલકત સીલ કરવામાં આવે છે. ત્યારપછી GPMC એક્ટની જોગવાઇ હેઠળ મિલકતની હરાજી સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.આ પ્રકારની કામગીરી નિયમિત રીતે ટેક્ષ ખાતા દ્વારા કરવામાં આવે છે.

પરંતુ હાલ આ ઉપરાંત એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં મિલકત ટાંચમાં લેવાની Property Seal પ્રક્રિયા સ્વરૂપે મિલક્ત ક્લેક્ટરશ્રીના રેકર્ડમાં બાકી પ્રોપર્ટી ટેક્ષની રકમ બોજો તરીકે નોંધવામાં આવશે. જેના કારણે પ્રોપર્ટી ટેક્ષની રકમ વ્યાજ તથા અન્ય પેનલ્ટી સહિત ભરપાઇ ન થાય ત્યાં સુધી ક્લેક્ટરશ્રીના રેવન્યુ રેકર્ડમાં જે-તે મિલક્તમાં કોઈ ફેરફાર થઈ શકશે નહિ.અગાઉ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા તબક્કા વાર ટેક્ષ વ્યાજ માફી સ્ક્રીમ મુકવામાં આવી હતી.

પહેલીવાર 100 ટકા ટેક્ષ વ્યાજ માફી સ્ક્રીમ અમદાવાદીઓ માટે જાહેર કરાઇ છે. Property Seal જે અંતર્ગત અનેક જૂની મિલકતોના ટેક્ષ બાકી હતા, તેમાં મોટી સંખ્યામાં કરોડો રૂપિયાની ટેક્ષની આવક થઇ હતી. કાલે પણ ટેક્ષ વિભાગની તિજોરીમાં 20 કરોડની જેટલી માતબર રકમની આવક નોંધાઇ હતી.

નોધનીય છે કે, અમદાવાદ મહાનગર પાલિકાનો ટેક્ષ ન ભરનાર કરદાતાઓ વિરુદ્ધ લાલા આંખ કરવામાં આવી છે. Property Seal કારણ કે એએમસીનો પ્રોપર્ટી ટેક્ષ ન ભરનારના મિલકત પર કલેક્ટર બોજો નોંધણી કરશે. જેના પગલે કરદાતા તેમની મિલકત વેચતી સમયે મુશ્કેલ થશે. એએમસી ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારના નીતિ બનાવામાં આવી છે.હાલ એક જ દિવસમાં ૬૦૧૬ મિલકત સીલ કરવામાં આવી હતી. એએમસી ટેક્ષ વિભાગ દ્વારા વ્યાજ માફીમાં 100 ટકા રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમ છતાં પણ અનેક કરદાતાઓ ટેક્ષ ન ભરતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જે કરદતાઓના ટેક્ષની મોટી રકમ બાકી છે. તેવા કરદાતાઓના બાકી ટેક્ષની વસુલાત માટે રિકવરી ઝુંબશ દરમિયાન સિલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કાલે એક જ દિવસમાં ૬૦૧૬ એકમ સીલ કરાયા હતા. જેમાં સૌથી વધુ પૂર્વ ઝોનમાં ૨૨૨૬ મિલકત સીલ કરવામાં આવી હતી.

પ્રોપર્ટી ટેક્ષની ઓછી રકમ બાકી હોય તેવા નાના કરદાતાઓ પર સદર કાર્યવાહી Property Seal કરવામાં આવશે નહિં. ભવિષ્યમાં સંલગ્ન અધિકારી સાથે ચર્ચા કરી તેની યોગ્ય SOP બનાવવામાં આવશે. અને દરેક ઝોનમાં ટેક્ષની મોટી રકમ બાકી હોય તેવા ડિફોલ્ટરની મિલકત પર બોજો નોંધવવામાં આવશે. આથી વધુ રકમ બાકી છે તેવા કરદાતાઓની મિલકત પર બોજો દાખલ જેવી કાર્યવાહી થી બચવા પોતાનો પ્રોપર્ટી ટેક્ષ ચૂક્વી દેવા અપીલ કરવામાં આવે છે.

 

આ પણ વાંચોઃ ફ્રોડ/ અમદાવાદમાં એએમીસ-ઔડાના મકાનોની લાલચ આપી છેતરપિંડી

આ પણ વાંચોઃ ઓફિસર સસ્પેન્ડ/ સીએમના ભુજના કાર્યક્રમમાં સૂઈ જનારા અધિકારી સસ્પેન્ડ

આ પણ વાંચોઃ સોનાની દાણચોરી/ સુરતમાં દાણચોરીનું 4.50 કરોડનું સોનું જપ્ત