Mumbai: અભિનેત્રી નેહા શર્મા રાજકીય પરિવારમાંથી આવે છે. નેહાના પિતા અજીત શર્મા બિહારમાં કોંગ્રેસના નેતા છે. તાજેતરમાં અભિનેત્રી તેના પિતા અજીત શર્મા માટે ચૂંટણી પ્રચાર કરતી જોવા મળી હતી.
નેહાએ એક ઈન્ટરવ્યુમાં તેની ફિલ્મી કારકિર્દી પર થતી અસરો વિશે સવાલો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં અભિનેત્રી નેહા શર્મા જણાવે છે કે, મેં 15 વર્ષ પહેલા બોલિવૂડ1માં મારા કરિયરની શરૂઆત કરી હતી. મારા પિતાએ 2014માં પહેલી ચૂંટણી જીતી હતી. આમ, જોવા જઈએ તો, અમે એક સાથે વસ્તુઓ શરૂ કરી. તે સમયે મારા પિતા એટલા શક્તિશાળી નહોતા. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે લોકો માનશે કે મારા પિતા કોંગ્રેસના હતા અને અમે વિપક્ષને સમર્થન આપીએ છીએ, તેથી આ એક મુદ્દો છે. આ વસ્તુ મારા પર ક્યારેય બેકફાયર થઈ નથી.
નેહાએ કહ્યું કે, તેને સારી ભૂમિકાઓ નથી મળી કારણ કે મોટાભાગના ફિલ્મ નિર્માતાઓ તેમના મિત્રો સાથે કામ કરે છે. આવું દરેક ઉદ્યોગમાં થાય છે. તમે જાણતા હો અથવા તમારા મિત્રો છો તેવા લોકો સાથે કામ કરવાની મજા આવે છે. રાજકીય દૃષ્ટિકોણથી, મને નથી લાગતું કે તેનાથી મને ક્યારેય નુકસાન થયું છે.
અભિનેત્રી જણાવે છે કે, તે નથી જાણતી કે તેના પિતા માટેના પ્રચારથી વિપક્ષના લોકો નારાજ છે કે નહીં. હું ટેલેન્ટ અને સખત મહેનતના કારણે મારા કરિયરમાં આટલા સુધી પહોંચી છું. હું અહીં કોઈ ખાસ પક્ષનો પ્રચાર કરતી નહોતી. હું ફક્ત મારા પિતાને ટેકો આપતી હતી. જેમ દરેક બાળક કરે છે. હું કોઈ વિચારધારા માટે કે વિરૂદ્ધ પ્રચાર નથી કરી રહી. મારી પ્રતિભાને કારણે હંમેશા મારી પસંદગી થઈ છે.
પોતાના પિતા માટે પ્રચાર કરતી વખતે નેહાને બિહારના ઘણા શહેરોની મુલાકાત લેવાની તક મળી. નેહાએ સ્થાનિક લોકોને મળવાને સંતોષકારક અનુભવ ગણાવ્યો હતો. તે કહે છે- જ્યારે તમે ગ્રાઉન્ડ લેવલે જઈને લોકોને મળો છો, ત્યારે તમને ખ્યાલ આવે છે કે તમે કેટલા દૂર આવ્યા છો. કેટલા લોકોને તમારા પર ગર્વ છે, લોકોને મળીને તેમની સાથે વાત કરવાથી સંતોષ મળે છે. આ લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. આ એક સુંદર લાગણી છે.
નેહા શર્મા ગર્વથી જણાવે છે કે, મને ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે 15 વર્ષ લાગ્યા, આ સફર મારા માટે ક્યારેય સરળ ન હતી. વર્ષોથી મેં મારી જાત પર કામ કર્યું છે. ગ્રાઉન્ડ પર જઈને વાસ્તવિક લોકોને મળીને હું તેમના માટે કંઈક કરવા માંગુ છું. આપણે ઘણું કરી શકીએ છીએ, જેમ કે ગરીબી રોજગારી, વગેરે. આ વાસ્તવિક મુદ્દાઓ છે જેના પર ચર્ચાઓ થવી જોઈએ, પરંતુ અમે ઘણીવાર લોકો સાથે સંપર્ક ગુમાવીએ છીએ.
નેહા શર્માનું કોર્ટરૂમ ડ્રામા ‘ઈલ્લીગલ’ તાજેતરમાં ઓટીટી પર સ્ટ્રીમિંગ કરાઈ હતી. જેમાં તે વકીલ નિહારિકા સિંહના રોલમાં છે. અભિનેત્રીએ ફિલ્મ ક્રૂકથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. ક્યા સુપર કૂલ હૈ હમ, યમલા પગલા દિવાના 2, સોલો, તાન્હાજી જેવી ફિલ્મોમાં પણ રોલ કરતી જોવા મળી છે.
આ પણ વાંચો: કોણ છે એ અભિનેત્રી જેનું નામ શુભમન ગિલ સાથે જોડાયું, થઇ રહી છે લગ્નની ચર્ચાઓ
આ પણ વાંચો:તેલુગુ સુપરસ્ટારે અભિનેત્રીને ધક્કો માર્યો, હંસલ મહેતાએ કહ્યું, ‘કોણ છે આ ખરાબ માણસ?’
આ પણ વાંચો:ફિલ્મો કરતાં ગીતો પર પૈસા વરસાવતા ફિલ્મમેકરો, જાણો ટ્રેન્ડની શરૂઆત કેવી રીતે થઈ…