Not Set/ દિકરી પણ વહેંચાય છે ગુજરાતમાં !! લગાવો બોલી કરો ખરીદી !!! આમ બચશે દિકરી??

મોટા મોટા નારા આપવા અને જ્યા હોય ત્યાં “દિકરી મારી લાડકવાઇ” ગાઇ ગાઇને સંવેદનશીલ છીએનાં માર્કેટીંગ કરવા અલગ વાત છે. ખરેખર જો દિકરીને લાડકવાઇ જ હોય તો પછી કેમ વહેંચાય છે દિકરી, કેમ બોલી લગાવાય છે અને ખરીદાય છે. કેમ દિકરી એક વસ્તુ બનતી જાય છે. કેહવાય છે કે કમજોર અને ખોખલા માણસો શબ્દોની આડમાં […]

Top Stories Gujarat Others
pjimage 22 દિકરી પણ વહેંચાય છે ગુજરાતમાં !! લગાવો બોલી કરો ખરીદી !!! આમ બચશે દિકરી??

મોટા મોટા નારા આપવા અને જ્યા હોય ત્યાં “દિકરી મારી લાડકવાઇ” ગાઇ ગાઇને સંવેદનશીલ છીએનાં માર્કેટીંગ કરવા અલગ વાત છે. ખરેખર જો દિકરીને લાડકવાઇ જ હોય તો પછી કેમ વહેંચાય છે દિકરી, કેમ બોલી લગાવાય છે અને ખરીદાય છે. કેમ દિકરી એક વસ્તુ બનતી જાય છે. કેહવાય છે કે કમજોર અને ખોખલા માણસો શબ્દોની આડમાં સંતાય છે. તો શું સંવેદનશીલ ગણાવવામાં આવતી આપણી સરકારનું પણ આવું જ છે ? સરકાર દ્વારા આપવામાં આવતા મોટા મોટા નારા અને મોટી મોટી વાતો ક્યાંક આવું સાબિત તો નથી કરતીને.

મુળ પ્રશ્ન કે ઘટના પર જતા પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર પોતાની સામાજીક ફરજ અદા કરતા સરકારને સીધા જ પ્રશ્ન પૂછે છે. અને સરકાર પાસેથી પ્રજા જોગ જવાબપણ ડંકાની ચોટ પર માંગે છે.

મંતવ્ય ન્યૂઝનાં સવાલ

  • શું સરકાર આવા વેપલાને બંધ કરાવશે?
  • શું બનાસકાંઠા(ગુજરાત)નું તંત્ર જાગશે?
  • શું કિશોરીને બચાવશે સરકાર?
  • વચેટિયાઓને સકંજામાં ક્યારે લેશે પોલીસ?
  • આવી કેટલી કિશોરીઓના લગ્ન કરાવાયા હશે?
  • શું માતાપિતા જ પૈસા માટે દીકરીઓને વેંચતા હશે?
  • શું ગરીબાઈ મજબૂર કરતી હશે દીકરીઓને વેંચવા માટે?
  • શું વચેટિયાઓ ગરીબોનો લાભ લઈ આચરે છે આ ગુનો?
  • શું બાળલગ્ન કરાવનારા સામે કાર્યવાહી થશે?
  • બાળવિવાહના કાયદાનો છડેચોક ભંગ ક્યાં સુધી?
  • શું હવે ગુજરાતમાં કાયદા પુસ્તકોમાં જ છે કે અમલ પણ કરશો?

ગુજરાત, બલકે દેશમાં આવા ગોરખ ધંધાનો સંવેદનશીલ પ્રશ્ન ફરી સામે આવ્યો છે. બનાસકાંઠાના દાંતા તાલુકાનાં ખેરમાળ ગામમાંથી. વિકસીલ ગણવામાં આવતા ગુજરાતનાં બનાસકાંઠાના દાંતા તાલુકાનાં ખેરમાળ ગામમાં નાણાંના બદલામાં 13 વર્ષની કિશોરીના લગ્ન કરાવાયા. કિશોરીનાં લગ્ન અને તસવીરો વાયરલ થતા સમગ્ર મામલો ઉજાગર થયો. હજારો કિસ્સામાં આવું નથી થતું માટે જ સજા નથી થતી અને આવા અસામાજીક તત્વો ફાલ્યા ફૂંલેલા જોવામાં આવી રહ્યા છે.

આ કારસ્તાનમાં સૌથી મોટી અને વરવી ભૂમીકા હોય છે વચેટીયાની. વચેટિયાએ પૈસા લઈ કિશોરીના લગ્ન કરાવ્યા. (દિકરીની ડિલ ફાનલ કરાવી). છોકરી પાછી આવી જાય તો પૈસા પાછાની બોલી પણ હતી( ગેરેંટી પણ આપવામાં આવે છે, જોવો તો ખરી હિંમત). જો દિરકીની જન્મતારીખ મુજબ જોવામાં આવે તો, કિશોરીની ઉંમર માત્ર 15 વર્ષ છે. અને દુલ્હેરાજા કિશોરીની બમણી કરતા વધુ ઉંમરનો વ્યક્તિ છે.

કિશોરીના લગ્ન આવા બમણી કરતા વધુ ઉંમરનો વ્યક્તિ સાથે કરાવી દેવામાં આવ્યા છે. બાળલગ્નનાં સોદાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપ્યો છે. આરે આટંલુ જ નહીં લગ્ન ફોક જાય તો પૈસા પાછા આપીશુંની બાંહેધરી અને કિશોરીના લગ્નની સોદાબાજીનો વીડિયો વાયરલ પણ થયો છે કે માર્કેટીંગનાં ભાગરૂપે વાઇરલ પણ કરકવામાં આવ્યો છે ?

ક્યાં છે આમા સંવેદનશીલ તા અને સિંધમગીરી ?

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.