Not Set/ ગેસ એજન્સીના 4 કર્મચારીઓને ગેસની ચોરી કરતા રંગે હાથ પકડ્યા

વડોદરા, વડોદરા પીસીબીએ ગેસ એજન્સીના 4 કર્મચારીઓને ગેસની ચોરી કરતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. જેમાં કુલ 4 આરોપીઓ ઝડપાયા છે અને એજન્સીનો સંચાલક ફરાર થઈ જવા પામ્યો છે. મહત્વનું છે કે વડોદરા પીસીબીને બાતમી મળી હતી કે કિશનવાડી વિસ્તારમાં અજબડી મિલ પાસે આવેલ ધ્રુવ ગેસ એજન્સી દ્વારા ગેસના બોટલોમાંથી પાઇપ વડે ગેસ ખાલી બોટલોમાં ભરી […]

Top Stories Gujarat Vadodara
mantavya 279 ગેસ એજન્સીના 4 કર્મચારીઓને ગેસની ચોરી કરતા રંગે હાથ પકડ્યા

વડોદરા,

વડોદરા પીસીબીએ ગેસ એજન્સીના 4 કર્મચારીઓને ગેસની ચોરી કરતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. જેમાં કુલ 4 આરોપીઓ ઝડપાયા છે અને એજન્સીનો સંચાલક ફરાર થઈ જવા પામ્યો છે.

mantavya 280 ગેસ એજન્સીના 4 કર્મચારીઓને ગેસની ચોરી કરતા રંગે હાથ પકડ્યા

મહત્વનું છે કે વડોદરા પીસીબીને બાતમી મળી હતી કે કિશનવાડી વિસ્તારમાં અજબડી મિલ પાસે આવેલ ધ્રુવ ગેસ એજન્સી દ્વારા ગેસના બોટલોમાંથી પાઇપ વડે ગેસ ખાલી બોટલોમાં ભરી ઓછા વજન વાળા ગેસના બોટલ ગ્રાહકોને પધરાવતા હોવાનું અને ચોરી કરેલ ગેસના બોટલના કાળા બજાર કરે છે.જે બાતમીને આધારે આજે પોલીસે ધ્રુવ ગેસ એજન્સીમાં ત્યારે જ રેડ પાડી હતી કે જ્યારે ગેસ ચોરી કરવાનો ધંધો ચાલતો હતો.

mantavya 281 ગેસ એજન્સીના 4 કર્મચારીઓને ગેસની ચોરી કરતા રંગે હાથ પકડ્યા

જે બાતમીને આધારે પોલીસે ધ્રુવ ગેસ એજન્સીમાં ત્યારે જ રેડ પાડી હતી. જ્યારે ગેસ ચોરી કરવાનો ધંધો ચાલતો હતો. પીસીબીની રેડ પડતા જ કર્મચારીઓને ધ્રાસકો પડ્યો હતો. પીસીબીએ ફૂલ 120 ગેસના બોટલો સાથે 4 કર્મચારીઓને ઝડપી 3 લાખ નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.