South Koria News : દક્ષિણ કોરિયાએ કચરાથી ભરેલા ફુગ્ગા ઉડાવવા પર કડક વલણ અપનાવ્યું છે. ઉત્તર કોરિયાને પાઠ ભણાવવા માટે દક્ષિણ કોરિયાએ બંને દેશો વચ્ચેની શાંતિ સમજૂતીને સ્થગિત કરવાની જાહેરાત કરી છે. જોકે, ઉત્તર કોરિયાએ તેની બલૂન ઉડાવવાની ગતિવિધિઓ બંધ કરવા કહ્યું છે. ઉત્તર કોરિયાએ છેલ્લા કેટલાક દિવસોમાં પડોશી દેશ તરફ કચરો ભરેલા ફુગ્ગા ઉડાડ્યા હતા. દક્ષિણ કોરિયાના ઘણા વિસ્તારોમાં કચરાથી ભરેલા આ ફુગ્ગાઓ જોવા મળ્યા હતા.
દક્ષિણ કોરિયાએ રવિવારે કહ્યું કે તે ઉત્તર કોરિયાની આ કાર્યવાહીના જવાબમાં કડક કાર્યવાહી કરશે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે કહ્યું કે કાઉન્સિલે વર્ષ 2018ના આંતર-કોરિયાઈ કરારને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ સમજૂતીનો હેતુ બંને કોરિયા વચ્ચે પરસ્પર વિશ્વાસ પુનઃસ્થાપિત થાય ત્યાં સુધી સરહદી દુશ્મનાવટ ઘટાડવાનો હતો.
સુરક્ષા પરિષદે જણાવ્યું હતું કે સમજૂતીને સ્થગિત કરવાથી દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયાની સરહદ નજીક સૈન્ય અભ્યાસ ફરી શરૂ કરી શકશે અને પાડોશી દેશ દ્વારા ઉશ્કેરણીનો અસરકારક અને તાત્કાલિક જવાબ આપી શકશે. કાઉન્સિલના જણાવ્યા અનુસાર, કરારને સ્થગિત કરવા અંગેનો પ્રસ્તાવ મંગળવારે મંજૂરી માટે કેબિનેટ કાઉન્સિલ સમક્ષ રજૂ કરવામાં આવશે. ઉત્તર કોરિયાએ ગયા મંગળવારથી દક્ષિણ કોરિયાના વિવિધ ભાગોમાં એક હજારથી વધુ ફુગ્ગા ઉડાડ્યા છે, જેમાં ખાતર, સિગારેટના બટ્સ, કાપડના ટુકડા અને નકામા કાગળ ભરેલા હતા. દક્ષિણ કોરિયાની સેનાના જણાવ્યા અનુસાર, આ બલૂનમાં કોઈ ખતરનાક પદાર્થ જોવા મળ્યો નથી.
આ પણ વાંચો: ભારત,રશિયાની મિત્રતાથી અમેરિકા નહીં, ચીન ડરે છે, જાણો શું છે નિષ્ણાતોનો મત
આ પણ વાંચો: જર્મનીના આ પગલાથી રશિયા-યુક્રેન યુદ્ધ લઈ શકે છે ભયાનક વળાંક
આ પણ વાંચો: રશિયાના રાષ્ટ્રપતિએ તેમના ઉત્તરાધિકારીની પસંદગી કોના પર ઉતારી?
