Not Set/ માતાની હત્યા કરી પિતા થયા જેલ ભેગા, પોલીસકર્મીઓએ ઉપાડી 8 વર્ષના ભાવેશની જવાબદારી

વડોદરા, જાન્યુઆરીમા વડોદરામાં રહેતા 8 વર્ષના ભાવેશની મમ્મી મૃત્યુ પામ્યા ત્યારે ભાવેશને થયું કે મમ્મી નથી રહી તો શું થયું પપ્પા તો મારી સાથે છે જ. જો કે બીજા જ દિવસે વહેલી સવારે પોલીસ તેના ઘરે પિતાની ધરપકડ કરવા આવી ત્યારે ભાવેશને તો ખબર પણ નહોતી કે બે જ દિવસમાં તે નોધારો થઈ ગયો જશે. ભાવેશના પિતા  ભરત દેવીપૂજકે જ તેની જ  માતા કંકુ બહેનને ગળું દબાવીને મારી નાખ્યા હતા.આમ […]

Top Stories Gujarat Vadodara

વડોદરા,

જાન્યુઆરીમા વડોદરામાં રહેતા 8 વર્ષના ભાવેશની મમ્મી મૃત્યુ પામ્યા ત્યારે ભાવેશને થયું કે મમ્મી નથી રહી તો શું થયું પપ્પા તો મારી સાથે છે જ.

જો કે બીજા જ દિવસે વહેલી સવારે પોલીસ તેના ઘરે પિતાની ધરપકડ કરવા આવી ત્યારે ભાવેશને તો ખબર પણ નહોતી કે બે જ દિવસમાં તે નોધારો થઈ ગયો જશે.

ભાવેશના પિતા  ભરત દેવીપૂજકે જ તેની જ  માતા કંકુ બહેનને ગળું દબાવીને મારી નાખ્યા હતા.આમ અચાનક ભાવેશે બે દિવસમાં જ એક સાથે તેના માતા-પિતાની ગુમાવી દીધા હતા. જો કે આમ થવાથી ભાવેશના જીવનની ગાડી રઝળી નહોતી પડી. તેને ભગવાન સમાન પોલીસકર્મી પાલકના સ્વરુપે મળ્યા.
માતાના મૃત્યુ અને પિતાને જેલ થયા બાદ  8 વર્ષના ભાવેશનું ધ્યાન રાખનાર કોઈ રહ્યું નહોતું,ત્યારે એક માનવતાની દ્રષ્ટીએ પોલીસે ભાવેશ મોટો થાય ત્યાં સુધી તેની સારસંભાળ રાખવાનું નક્કી કર્યું છે.

વડોદરાના ઈ ડિવિઝનના આસિ. પોલીસ કમિશનર એસ.જી. પાટિલે જણાવ્યુ કે, પિતાને જેલ થતા ભાવેશનું ધ્યાન રાખનાર કે તેની સંભાળ રાખનાર કોઈ નહોતું. તેના આન્ટીએ બાળકની સંભાળ લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જેથી અમને આ માસૂમની સ્થિતિ પ્રત્યે ખૂબ જ દુખ થયું અને અમે નક્કી કર્યું કે અમે તેના પાલક બનીશું,

ભાવેશ સારી રીતે પોતાનું જીવન જીવે એ માટે પોલીસ જવાનો પોતાના પગારમાંથી રુપિયાનો ફાળો ઉઘરાવીને તેના માટે ફ્રુટ્સ, ચોકલેટ લાવે છે. તેને સરકારી શાળામાં ભણવા પણ મૂક્યો છે.

ભાવેશ હવે સ્કૂલે ભણવા પણ જાય છે.મંગળવારથી ગાયકવાડીમાં આવેલ તેની સરકારી સ્કૂલમાં મુકવા માટે રોજ પોલીસ વાન જશે. પાણીગેટ પોલિસ સ્ટેશનના અધિકારીએ કહ્યું કે અમને આશા છે કે એકવાર તે સ્કૂલે જવાનું શરું કરશે અને પોતાના મિત્રોને મળશે પછી ફરી તેની લાઇફ નોર્મલ થઈ જશે. તે મહેનતું છે અને ભણવામાં પણ હોંશિયાર છે.

જો ભાવેશને તેના ઘરે નહિ ફાવે તો તેને હોસ્ટેલમાં મુકવામાં આવશે જેનો ખર્ચ પણ પોલીસકર્મીઓ ઉઠાવશે.

ભાવેશના પિતા ભરતે એ ગુસ્સામાં આવીને તેની માતા કંકુની હત્યા કરી હતી.એક ખાનગી દુકાનમાં મજૂરીનું કામ કરતો ભરત તેનું મકાન વેચી કાઢવાનું નક્કી કર્યું હતું. આ વાત પર તેની અને કંકુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ વાત પર ગુસ્સે થયેલા ભરતે તેની પત્નીની હત્યા કરી નાખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.