Not Set/ ગુજરાતનું ગૌરવ : 52 વ્યક્તિના જીવ બચાવનાર રાજ્યના આ જાંબાઝ ફાયર ઓફિસરને મળશે રાષ્ટ્રપતિ ચંદ્રક

15 ઓગષ્ટના રોજ દેશના વિવિધ નરબંકાનું રાષ્ટ્રપતિને હસ્તે ચંદ્રક આપીને સન્માન કરવામાં આવે છે. આ વખતે ગુજરાત ફાયર વિભાગમાં ઉચ્ચતમ કામગીરી કરવા બદલ એકમાત્ર સાબરકાંઠા ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર પ્રતાપસિંહ દેવડાની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે. દેવડા બાપુના હુલામણા નામથી પ્રખ્યાત પ્રતાપસિંહ દેવડા છેલ્લા 25 વર્ષથી ફાયર વિભાગમાં કામગીરી કરી રહ્યા છે. […]

Top Stories Gujarat Others

15 ઓગષ્ટના રોજ દેશના વિવિધ નરબંકાનું રાષ્ટ્રપતિને હસ્તે ચંદ્રક આપીને સન્માન કરવામાં આવે છે. આ વખતે ગુજરાત ફાયર વિભાગમાં ઉચ્ચતમ કામગીરી કરવા બદલ એકમાત્ર સાબરકાંઠા ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર પ્રતાપસિંહ દેવડાની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે.

દેવડા બાપુના હુલામણા નામથી પ્રખ્યાત પ્રતાપસિંહ દેવડા છેલ્લા 25 વર્ષથી ફાયર વિભાગમાં કામગીરી કરી રહ્યા છે. રાત-દિવસ ટાઢ-તડકો – વરસાદ જોવા વિના ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ તેમણે તેમની ફરજ પૂરી નિષ્ઠા સાથે નિભાવી છે. અને માટે જ રાષ્ટ્રપતિ ગ્લોરી એવોર્ડ માટે તેમની પસંદગી કરવામાં આવી છે.  તેમના 25 વર્ષના કાર્યકાળમાં અત્યાર સુધી તેમણે કુલ 52 વ્યક્તિને રેસક્યું કરી ને જીવિત બચાવ્યા છે. જ્યારે જુદી જુદી જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરી ને  227 લાશોને  શોધી કાઢી છે.  ફાયર વિભાગના 1089 કોલ તેમણે જીવના જોખમે ખેલીને એટેંડ કર્યા છે. તો 423 જેટલા રેસક્યું ઓપરેશન કર્યા છે.  ફાયર, પૂર,  અકસ્માત, કે કોઈ પણ કુદરતી આફત હોય ત્યારે ખડે પગે લોકો ની સેવા માટે હમેશા સજ્જ જ હોય.

હલાદ પોશીના વિસ્તારમાં આવેલી સેઇ નદીની ઘટના વિષે યાદ કરતા  દેવડા બાપુ જણાવે છે કે, મધ્ય રાત્રિ એ  ટોર્ચ લાઇટ ને અજવાળે સેઇ નદીમાં કરેલું રેસક્યું ઓપરેશન અને તેમના જીવનનું સૌથી યાદગાર ઓપરેશન હતું. 4 કલાક થી વધુ લાંબા ચાલેલા આ ઓપરેશન ને અંતે જ્યારે યુવાન  નદીમાથી જીવિત બહાર કાઢ્યો એ ઘટના ભૂલી શકાય એવી નથી.

સાથે સાથે વિવિધ કુદરતી આફતનો સામનો કેવી રીતે કરવો તે અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવા અંગેના વિવિધ કાર્યક્રમો કરીને સામાજિક જાગૃતિનું કાર્ય તો અવિરત ચાલી જ રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.