Not Set/ અમદાવાદ/ સોલા વિસ્તારમાંથી ગુમ થયેલી બાળકીનો મળ્યો મૃતદેહ, હત્યા કે પછી…?

અમદાવાદમાં મહિલાઓ અને બાળકીઓ સુરક્ષિત હોવાના દાવાઓ પાકળ સાબિત થયા છે. સોલા વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક 7 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હતી. તેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદના સોલા વિસ્તારમાં હાઉસિંગ કોલોનીમાંથી ખુશી રાઠોડ નામની 7 વર્ષની બાળકી ગુમ થઈ હતી અને જે મામલે સોલા પોલીસ […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં મહિલાઓ અને બાળકીઓ સુરક્ષિત હોવાના દાવાઓ પાકળ સાબિત થયા છે. સોલા વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક 7 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હતી. તેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના સોલા વિસ્તારમાં હાઉસિંગ કોલોનીમાંથી ખુશી રાઠોડ નામની 7 વર્ષની બાળકી ગુમ થઈ હતી અને જે મામલે સોલા પોલીસ સ્ટેશનમાં તેના પરિવારજનો ગુમ થયાની ફરિયાદ પણ દાખલ કરી હતી. જોકે પોલીસે અલગ-અલગ દિશા માં તપાસ કરી રહી હતી પરંતુ કોઈ સફળતા હાથ લાગી નહતી.

આપને જણાવી દઈએ કે, આ મામલે પોલીસ સોશિયલ મીડિયાનો પણ સહારો પણ લીધો હતો પણ કોઈ ભાળ મળી ન હતી. જો કે મંગળવારે સવારે ઓગણજ ટોલનાકા પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો. તો બીજી તરફ સોલા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં લાગી ગઇ હતી.

પ્રાથમિક માહિતી મુજબ બાળકીની હત્યા તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરવામાં આવી છે. જો કે એ વાત હજુ સ્પષ્ટ નથી કે આખરે આ બાળકીનો ભોગ કોણે લીધો. 

પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે કોઇ નજીકનું વ્યક્તિ કે જે પરિચિતોમાં હોય તેણે આ હત્યાને અંજામ આપ્યો હોઇ શકે છે. જો કે પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 24 કલાકમાં આ ગુનાનો ભેદ ઉકેલી નાખશે. હાલ આ મામલે સોલા પોલીસે હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.