Devbhumi Dwarka News: દ્વારકાના મંદિરમાં હજારોની સંખ્યામાં માનવ મહેરમણ ઉમટ્યું હતું. વર્ષના અંતે હાલ લોકો મંદિરોની, જુદા જુદા પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા હોય છે. ત્યારે જગતમંદિર દ્વારકાધીશના મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. દ્વારકાની હોટલ, ધર્મશાળાઓમાં ભીડ જોવા મળી છે.
દ્વારકામાં આવેલ દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનુર્માસ દર્શન મનોરથના કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો. હિન્દુ કેલેન્ડર અનુસાર માગસર મહિનામાં સૂર્ય ધન રાશિમાં રહેતો હોવાથી આ માસને ધનુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. જગતમંદિરના વહીવટદારની યાદીમાં જણાવ્યાનુસાર મંદિરના પુજારીઓ દ્વારા ધનુર્માસના ઉત્સવો દરમિયાન ઠાકોરજીના દર્શનનો સમય બદલવામાં આવ્યો હતો.
મંદિરમાં 2025ના જાન્યુઆરી માસમાં પણ શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. જે મુજબ 07મી જાન્યુઆરીને મંગળવારે તથા 9મી જાન્યુઆરીને ગુરૂવારના રોજ મંગલા આરતી સવારે 5.30 કલાકે, અનોસર (મંદિર બંધ) 10.30 કલાકે ઉત્થાપન સાંજે 5.00 કલાકે તથા ત્યારબાદનો કાર્યક્રમ રાબેતા મુજબ આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો: દ્વારકાધીશ મંદિર પર શા માટે ફરકાવવામાં આવી બે ધ્વજા? બિપરજોય ચક્રવાત સાથે છે આ કનેક્શન
આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકામાં શ્રી દ્વારકાધીશ મંદિર અગામી 17 જાન્યુઆરી થી 23 જાન્યુઆરી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો
આ પણ વાંચો: દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર ધ્વજા અડધી કાઠીએ ફરકાવવામાં આવી
