વડોદરા જિલ્લા પોલીસ એસઓજીમાં ફરજ બજાવતા પીઆઇ એ.એ. દેસાઇનાં કરજણમાં રહેતાં પત્ની 1 મહિના પહેલાં મધરાત બાદ ઘર છોડી ભેદી સંજોગોમાં ગુમ થયાં હતાં. 37 વર્ષના પત્ની ક્યાં સંજોગોમાં અને કેમ લાપત્તા થયા તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ 2 વર્ષના બાળક અને મોબાઇલ ઘરે છોડીને જતાં રહ્યાં હતાં. જો કે ઘર છોડવા પાછળનું કારણ જાણવા મળી શક્યું ન હતું.
આપને જણાવી દઈએ કે, વડોદરા જિલ્લા SOG પીઆઇ અજય દેસાઇ અને તેમના પત્ની સ્વીટીબેન મહેન્દ્રભાઇ પટેલ કરજણમાં પ્રયોશા સોસાયટીમાં રહે છે. સ્વીટીબેન ગત તા.6 જુને મોડીરાતે એકથી સવારના આઠ વાગ્યા દરમિયાન કોઈ કારણોસર ઘરેથી જતાં રહયાં હતાં. સ્વીટીબેન પુત્રને મુકીને કોઇને કીધાં વગર નિકળી ગયાં હતાં. સ્વીટીબેનની શોધખોળ કરતાં તે મળી આવ્યાં ન હતાં.
આ પણ વાંચો :વીરપુરના રહેવાસીઓ આધારકાર્ડના ધક્કા ખાઇને કંટાળ્યા, આખરે ક્યારે તેમની સમસ્યાનો આવશે નિવારણ?
સ્વીટીબેનના ગાયબ થયાની રિપોર્ટ તેમના ભાઈએ લખાવી હતી. જોકે, આ મામલો અનેક શંકાઓ પેદા કરે છે. SOG પીઆઈ અજય દેસાઈએ કેમ પોલીસમાં ફરિયાદ ના કરી તે મુદ્દે તરેહતરેહની ચર્ચા શરૂ થઈ છે. હાલ ડીવાયએસપી પાસે તપાસ જતા હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તેમની શોધખોળ કરાઈ રહી છે. પોલીસે તેમને શોધવા તેમના ફોટા સાથેનાં પેમ્ફલેટ પણ છપાવ્યાં છે, પરંતુ 24 દિવસ બાદ પણ સફળતા મળી નથી.
ઉલ્લેખનિય છે કે, પીઆઇ એ.એ. દેસાઇ અગાઉ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, ત્યારબાદ તેમની નિમણૂક જિલ્લા એસઓજી શાખામાં કરાઈ હતી. જોકે તેમનો પરિવાર કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતો હતો. બનાવના પગલે કરજણ પીઆઇ પટેલ તથા ડીવાયએસપી કે.વી.સોલંકીએ તપાસ શરૂ કરી હતી. ડીવાયએસપીએ જણાવ્યું કે, સ્વિટીબેનની હ્યૂમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે શોધખોળ કરાઇ રહી છે. આ બાબતે પોલીસે તેમના ફોટા સાથેનાં પેમ્ફલેટ પણ છપાવ્યાં છે. સૂત્રોએ જણાવ્યું કે, પીઆઇ અને સ્વિટીબેને પ્રેમલગ્ન કર્યાં હતાં.
આ પણ વાંચો : કોરોનાને કારણે ગુમાવી છે નોકરી, 1500થી વધુ દિવ્યાંગ લોકોએ નોકરી ગુમાવી
કરજણ પોલીસ દ્વારા શરૃઆતમાં ગુમ થયાની અરજી બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી જો કે તેમનો કોઇ પત્તો મળ્યો ન હતો જેથી આખરે ડીએસપીએ એસઓજીના પીઆઇ અલ્પેશ દેસાઇના પત્ની સ્વીટી ગુમ થવાની તપાસ ડભોઇ ડીવીઝનના ડીવાયએસપીને સોંપી છે. ઉલ્લેખનીય છે કે એસઓજીના પીઆઇ એ.એ. દેસાઇ વડોદરા રેન્જ સાયબર ક્રાઇમનો ચાર્જ પણ સંભાળે છે. પીઆઇના સાળાએ નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી છે અને સ્વીટીબેનને શોધવા માટે આકાશ પાતાળ એક કરવામાં આવી રહ્યા છે.
સ્વીટીબેન પોતાનો ફોન ઘેર મૂકીને ગયા હોવાથી તેમને શોધવા માટે પણ પોલીસને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે પીઆઇના પત્નીને શોધી કાઢવા માટે સમગ્ર જિલ્લા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :રાજ્યમાં કોરોનાની બીજી લહેરના ઉતરતા પાણી, સોમવારે નોંધાયા માત્ર 62 નવા કેસ
