Ahmedabad News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં CREDAI ‘પ્રોપર્ટી શો GUJCON’ નું ઉદ્ઘાટન કર્યું : જંત્રીમાં સરકારનો રાહતનો સંકેત

“સૌના સાથ સૌના વિકાસ” મંત્રને અનુસરીને જનતાની દરેક સમસ્યા- ગુચવણના ઉકેલ લાવવા છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા મંત્ર “સૌના સાથ સૌના વિકાસ”ને અનુસરીને જનતાની દરેક સમસ્યા- ગુચવણનો ઉકેલ લાવવા છે. રાજ્યના બિલ્ડર્સ, રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકો એ ‘વિકસિત ભારત’ના નિર્માણમાં અગ્રણી સહયોગીઓ છે ત્યારે તેમની દરેક સમસ્યા રજૂઆતો બાબતે પરામર્શ કરવા સરકાર સક્રિય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયા (CREDAI) દ્વારા આયોજિત ‘પ્રોપર્ટી શો GUJCON’ નું ઉદ્ઘાટન કર્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, એફોર્ડેબલ હાઉસિંગની ડેફીનેશન- કોન્સેપ્ટને રિવાઇઝ કરવાની જરૂર છે. નાના મકાન 1BHK, 2BHK વધુ સંખ્યામાં કેવી રીતે બનાવી શકાય અને તે માટે ડેવલોપર્સને કઈ ફેસિલિટીની જરૂર છે, તેની ચર્ચા કરવા સરકાર તૈયાર છે.

મુખ્યમંત્રીએ જંત્રી સંલગ્ન તેમજ FSI માં છૂટ સહિતના તમામ રાહતના લાભ છેક છેવાડાના માનવી અર્થાત મકાન ખરીદનાર સુધી પહોંચે તેવી હિમાયત ડેવલોપર્સ સમૂહને કરી હતી.મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં કરોડોની સંખ્યામાં એફર્ડેબલ મકાન બન્યા છે. સરકારની સાથે બિલ્ડર્સ ડેવલોપર્સ પણ જોડાય અને જન સામાન્યને પરવડે તેવી કિંમતના મકાનો વધુ ને વધુ સંખ્યામાં મળે તેવી અપીલ મુખ્યમંત્રીએ કરી હતી.

એફોર્ડેબલ હાઉસિંગના નિર્માણમાં રાજ્ય સરકાર બિલ્ડર્સ ડેવલોપર્સને શક્ય તમામ પ્રોત્સાહન અને રાહત આપવા રાજ્ય સરકારનું મન ખુલ્લું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ મોદીએ ટી.બી. મુક્ત ભારતનો નિર્ધાર કર્યો છે તેને પાર પાડવામાં મુખ્યમંત્રીએ પોષણ કીટ વિતરણ માટે બિલ્ડર્સને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ CREDAIના ગ્રીન કવર વધારવાના પ્રયાસો, ગ્રીન બિલ્ડિંગ્સના નિર્માણ અને શાળા નવીનીકરણ પ્રકલ્પોને બિરદાવ્યા હતા.

આ પ્રસંગે તેમણે પ્રસ્તાવિત જંત્રી વધારા અંગે કહ્યું હતું કે ચિંતા ના કરશો. આમ તેમણે જંત્રીમાં સરકાર રાહત આપશે એવો સંકેત પણ આપી દીધો છે. 10 લાખથી લઈને 50 લાખ સુધીના મકાન બને એવું આપણે કરવા માગીએ છીએ.19માં ગાહેડ પ્રોપર્ટી શોના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કેમ બધા શાંત થઈ ગયા છો, બધું આમ તો તમારા બધાના મગજમાં ક્લેરિટી આવી ગઈ છે એટલે બધા હવે શાંતિથી બેઠા છો. મેં થોડું હમણાં ચા પીતાં પીતાં બોમન આર.ઇરાની(નેશનલ પ્રેસિડન્ટ, ક્રેડાઈ) અહીં આવ્યા છે તો કીધું તમારી જંત્રી પણ આ બધાને બતાવજો કેવી છે.

સારી વસ્તુ આપણે શીખવાની, પણ બધી લઈ લેવી જરૂર નથી, પણ તેમની પાસે સારું હોય એ લઈ લેવું જોઇએ. ક્રેડાઈમાં આપણે આવ્યા છીએ તો બધાના મગજમાં જંત્રી…જંત્રી…જંત્રી ચાલતી હોય, એમા બધાએ થોડું…થોડું…થોડું રિલેક્સ કરી દીધું છે. એમાં હું થોડું વધુ રિલેક્સ કરી દઉં કે ચિંતા ના કરશો. વડાપ્રધાન પણ સૌનો સાથ અને સૌનો વિકાસ કહે છે. તો અમારે સૌનો સાથ લેવો છે.’અમે જે સમયે આપ્યો છે અને કીધું જ છે કે તમારી રજૂઆત કરી શકો અને એમાથી જે સારો રસ્તો હશે એ અપનાવી આગળ વધીશું. ઘણીવાર જંત્રી મુકાઈ તો એવો એક-બે જગ્યાએ પણ આંકડો આવી જાય કે આવું તો ક્યાંય છે જ નહીં, બીજે ક્યાંય પણ એવા 50 આંકડા છે, જે તમે આપ્યા હોય એના પરથી એ આંકડો આવ્યો હોય. કેમ પાછા શાંત થઈ ગયા(હળવા મૂડમાં)? આમ છતાં ગભરાવાની જરૂર નથી. સારી રીતે આપણે આગળ વધીશું.’

‘વિક્સિત ભારત તરીકે આગળ વધવું હોય તો વિક્સિત ભારત માટે ડેવલપર અને ડેવલપર તરીકે તમારી જવાબદારી સારી રીતે નિભાવવાની તૈયારી બતાવો છો, તો સરકાર તરીકે અમે તમારી સાથે ઊભા રહેવા તૈયાર છીએ. કરોડો લોકોનાં માથે છત આપી છે અને આ ત્રીજી ટર્મમાં નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં 3 કરોડ મકાનને મંજૂરી આપી છે.’

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વહીવટી તંત્ર, ડેવલોપર્સ અને મકાન ખરીદદારો એમ બધાના હિત સચવાય તેવી નીતિરીતિ અપનાવીને સરકાર રાજ્યના રિયલ એસ્ટેટ સેક્ટરને ગ્રોથ અને ગતિ આપી રહી છે. મંત્રીએ કહ્યું કે, અમદાવાદ મેગા ઇન્ટરનેશનલ સીટી બની રહ્યું છે. વિવિધ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે ત્યારે મોટા પ્રોજેક્ટ્સ અને નિર્માણ કાર્યની જરૂર સતત પડશે.

મંત્રીએ તકે મુખ્યમંત્રીના નેતૃત્વમાં અમદાવાદ-ગાંધીનગર એસ. જી. હાઇવેને ડસ્ટ-ફ્રી, પ્રદૂષણ મુક્ત બનાવવાના પાયલોટ પ્રોજેક્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મંત્રીએ CREDAIના સમાજ ઉપયોગી કાર્યો તેમજ એક્સપોના ભવ્ય આયોજનનેની પ્રશંસા પણ કરી હતી.આ તકે મુખ્યમંત્રીએ CREDAIની CSR પહેલનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં CEPT યુનિવર્સિટી અને CREDAI વચ્ચે પ્લમ્બર ઇલેક્ટ્રીશન માટેના અભ્યાસક્રમ શરૂ કરવાના MOU પણ થયા હતાં.

CREDAIના પ્રેસિડેન્ટ ધૃવ પટેલે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, ગ્રીન બિલ્ડીંગના નિર્માણ માટેના ઇન્સેન્ટીવ્ઝને મુખ્યમંત્રીએ બમણા કરી દીધા છે, તેનાથી રાજ્યમાં ગ્રીન બિલ્ડિંગના બાંધકામને પ્રોત્સાહન મળ્યું છે. આ પ્રસંગે અમદાવાદ અને મેયર શ્રીમતી પ્રતિભા બહેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, CREDAIના હોદ્દેદારો તથા રિયલ એસ્ટેટ સેક્ટરના અગ્રણીઓ, ઉદ્યમ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત સરકારનો આદેશ, તમામ સરકારી કર્મીઓએ સંપત્તિ જાહેર કરવી પડશે

આ પણ વાંચો: Gujarat Rain Live 4 July: માંગરોળ ઘેડ પંથકની મુલાકાતે મંતવ્ય ન્યુઝ

આ પણ વાંચો: અમરેલીમાં ભાજપ નેતા વિપુલ દુધાતે દારૂ ઝડપ્યો