અમદાવાદ,
શહેરમાં આરટીઓ દ્વારા વધુ એક ડ્રાઇવ કરવામાં આવી છે. આ ડ્રાઇવ અમદાવાદ આરટીઓ અને વસ્ત્રાલ આરટીઓ દ્વારા કરવામાં આવી હતી. અલગ અલગ ટીમો બનાવીને આરટીઓના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ચેકિંગ એરપોર્ટ, ઓઢવ, સીટીએમ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. સ્કૂલવાન, સ્કૂલ બસ અને ટેક્ષીનું આરટીઓના અધિકારીઓ દ્વારા લાયસન્સ, પીયુસી,તેમજ ગાડીનો ફિટનેસ રિપોર્ટ માંગવામાં આવતો.
જે ગાડી વર્ષો જુની હોય છતાં પણ ચાલકો તેનો ઉપ્યોગ કરતા હોય તેવી ગાડીનો ડિટેઇન સુધીની કાર્યવાહી તેમજ દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નિયમોનું ઉલ્લંઘન કરતાં મોટી સંખ્યામાં વાહનચાલકોને દંડ આપવામાં આવ્યા હતા. મહત્વની વાત તો એ છે કે હજુ પણ આગામી દિવસમાં આરટીઓ દ્વારા મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને દંડ આપવામાં આવશે.
