Gandhinagar News/ પાટણ જિલ્લામાં ૪૯૬ અને નર્મદા જિલ્લામાં ૧૯૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ: શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર

Gandhinagar News : આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લામાં ધોરણ ૧ થી ૮ની કુલ ૫૯૫ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી ૪૯૬ જેટલી શાળાઓ તેમજ નર્મદા જિલ્લામાં આવેલી કુલ ૨૮૬ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી ૧૯૦ શાળાઓમાં કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં […]

Top Stories Gandhinagar Gujarat
Beginners guide to 2025 03 27T190743.442 પાટણ જિલ્લામાં ૪૯૬ અને નર્મદા જિલ્લામાં ૧૯૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ: શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર

Gandhinagar News : આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લામાં ધોરણ ૧ થી ૮ની કુલ ૫૯૫ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી ૪૯૬ જેટલી શાળાઓ તેમજ નર્મદા જિલ્લામાં આવેલી કુલ ૨૮૬ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી ૧૯૦ શાળાઓમાં કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

શિક્ષણ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ના અમલ સ્વરૂપે શિક્ષણક્ષેત્રને ટેકનોલોજી તથા AI સાથે સાંકળી ભવિષ્યની જરૂરીયાત માટેની શિક્ષણ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યની વિવિધ સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબની સુવિધાઓ સતત વિકસાવવામાં આવી રહી છે.

શિક્ષણ મંત્રીએ વિજ્ઞાન પ્રયોગશાળા વિશે માહિતી આપતા કહ્યું કે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧થી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ગણિત અને વિજ્ઞાન વિષયના અનુભવજન્ય શિક્ષણ માટે લર્નિંગ બાય ડુઈંગ કીટ આપવામાં આવી છે, જેમાં બાળકોની સંખ્યાને આધારે ધોરણ ૬ થી ૮ ની ૧,૭૮૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં ગણિત અને વિજ્ઞાન લેબ-લર્નિંગ બાય ડુઈંગ કીટ ફાળવવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે બાળકોને ગણિત અને વિજ્ઞાન વિષયનું પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુથી આ શાળાના ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકોને તાલીમ આપી સજ્જ કરવામાં આવે છે. આ ઉપરાંત બાળકો વ્યક્તિગત રીતે તેમજ બે થી ચાર બાળકોનું ગ્રુપ બનાવીને પણ પ્રયોગશાળામાં પ્રયોગ કરી શકે છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે બાળકોની ગણિત અને વિજ્ઞાન વિષય પ્રત્યેની રસ રૂચી વધે તે માટે લર્નિંગ આઉટકમ્સ અને વિષયવસ્તુને ધ્યાને લઇ અભ્યાસમાં જરૂરી ૩૮૦ જેટલી સાધન સામગ્રી આ પ્રયોગશાળામાં પ્રાયોગિક કાર્ય કરવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં વૈજ્ઞાનિકોના ચાર્ટ, વિષયવસ્તુ આધારિત ચાર્ટ, પ્રોજેક્ટ, મોડેલ, ગણિત પઝલ, ભૂમિતિ આધારિત બોર્ડ, સુક્ષ્મદર્શક યંત્ર, શરીરના અંગોના મોડલ જેવી અનેક સામગ્રી સાથે કેમિકલ એટલે કે રસાયણો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

આગામી સમયમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ૪,૦૦૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યા ધ્યાને લઇ દરેક જિલ્લાઓમાં ગણિત અને વિજ્ઞાન લેબ-લર્નિંગ બાય ડુઈંગ કીટ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિદ્યાર્થીઓ ઝૂંપડીમાં શિક્ષણ મેળવવા મજબૂર, જી હા આ ઝૂંપડી નથી પણ સરકારી શાળા છે… તેમાં ધો. 1 થી 5 સુધીના 38 બાળકો કરે છે અભ્યાસ

આ પણ વાંચો: સરકારી શાળામાં શિક્ષકની સામે આવી નફટ્ટાઈ, ગરીબ વિદ્યાર્થીઓને બનાવ્યા શાળાના નોકર!

આ પણ વાંચોઃ પાટણમાં સરકારી શાળામાં પુસ્તકો પટાવાળાએ પસ્તીમાં વેચી માર્યા