National News/ વિદ્યાર્થીઓ ઝૂંપડીમાં શિક્ષણ મેળવવા મજબૂર, જી હા આ ઝૂંપડી નથી પણ સરકારી શાળા છે… તેમાં ધો. 1 થી 5 સુધીના 38 બાળકો કરે છે અભ્યાસ

MPનું એક ગામ આજે પણ વિકાસથી વંચિત, ખામઘાટ ગામ 600 જેટલી વસ્તી ધરાવે છે. છેલ્લા 12 વર્ષથી સરકારી પ્રાથમિક શાળા ઝૂંપડામાં ચાલી રહી છે.

Top Stories India

MP News : મધ્યપ્રદેશના બરવાણી જિલ્લાના પાનસેમલથી 95 કિમી દૂર આવેલું ખામઘાટ ગામ આજે પણ વિકાસથી વંચિત છે. ટેકરીઓથી ઘેરાયેલું આ ગામ 600 જેટલી વસ્તી ધરાવે છે, પરંતુ અહીં પહોંચવા માટે પાકો રસ્તો નથી કે નથી કોઈ પ્રાથમિક સુવિધાઓ. સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીં છેલ્લા 12 વર્ષથી પ્રાથમિક શાળા ઝૂંપડામાં ચાલી રહી છે.

ગામના બાળકો ધોરણ 1 થી 5 સુધીનું શિક્ષણ આ ઝૂંપડામાં મેળવી રહ્યા છે. કુલ 38 વિદ્યાર્થીઓ માટે માત્ર 2 શિક્ષકો ફાળવવામાં આવ્યા છે, જેઓ 18 કિમી દૂર પાનસેમેલથી રોજ અહીં આવે છે. શાળાની હાલત એટલી ખરાબ છે કે વરસાદમાં પાણી ટપકે છે અને શિયાળામાં ઠંડીથી બાળકો ઠુંઠવાઈ જાય છે.ગામના લોકોએ શાળાના બાંધકામ માટે જમીન પણ દાનમાં આપવા તૈયારી દર્શાવી છે, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે.

આ બાબતે બરવાણીના કલેક્ટર ગુંચા સનોબારે જણાવ્યું છે કે ખામઘાટમાં રસ્તા અને શાળાના અભાવની સમસ્યા તેમના ધ્યાનમાં આવી છે. તેમણે વન વિભાગ, પંચાયત વિભાગ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરીને ટૂંક સમયમાં રસ્તા અને શાળાનું બાંધકામ કરાવવાની ખાતરી આપી છે.

જોકે, ગામના લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમના બાળકોને આ ઝૂંપડામાંથી મુક્તિ મળશે અને તેઓ પાકા ઓરડામાં ભણી શકશે. શિક્ષણના અભાવે આ ગામ વિકાસની દોડમાં ક્યાં સુધી પાછળ રહેશે તે એક મોટો પ્રશ્ન છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ મામલે કેટલા સમયમાં પગલા લેશે અને બાળકોને બાંધકામ વાળી શાળા મળશે કે નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શિક્ષણ મંત્રીની હાજરીમાં ફરી ઉઠ્યો ધર્મ પરિવર્તનનો મુદ્દો, મોટાભાગે ઈસાઈ શિક્ષકો હોવાથી…

આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય: આગામી 10 વર્ષમાં 94,000 શિક્ષકોની ભરતી

આ પણ વાંચો: શાળાઓમાં વાલીઓની જાણ બહાર વિદ્યાર્થીઓની શાળા બદલી દેવાય છે! શિક્ષણ વિભાગે કર્યો ખુલાસો