Tapi News: ગત દિવસે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી સોનગઢ નજીક ચાલી રહેલ મોરારીબાપુની રામકથામાં ઉપસ્થિત થયા હતા ત્યારબાદ આજરોજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં ફરી એકવાર ભોળા આદિવાસીઓનો ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉઠ્યો હતો. એ અંગે મંત્રીએ શું કહ્યું આવો જાણીએ..
સોનગઢના ગુણ સદા ગ્રાઉન્ડ પર ચાલતી મોરારીબાપુની રામકથામાં ગુજરાત રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે,શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું હતું કે,રામથી વિખૂટા પડેલા પરિવારને રામમય બનાવીએ એવો યજ્ઞ કરીએ. સરકાર દ્વારા વિશ્વ બંધુત્વની ભાવના કેળવવા શૈક્ષણિક ક્ષેત્રે ધોરણ ૬ થી ગીતા ના પાઠો ભણાવીએ છે. તેમણે કહ્યું હતું કે,આજે મને ગર્વ છે 90 ટકા શાળામાં ગીતા જયંતિની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી રહી છે. બાળકોને સારું અને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે તે માટે,છેવાડા ના ગામ સુધી અમે સ્માર્ટ શાળા શરૂ કરી છે.અને છતાં બાપુ અમારી ભૂલ હોય તો અમારા કાન પણ પકડજો. એમ મંચ પરથી ગુજરાત રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું.
સોનગઢ મોરારીબાપુની રામકથા માં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા સામે બાપુએ ટકોર કરી હતી.સરકારે ભગવતગીતાને શિક્ષણમાં દાખલ કરવાનું શુભ કાર્ય કર્યું છે.પણ આ તાપી જિલ્લા માં 70/75 ટકા શિક્ષકો ઈસાઈ હોવાના કારણે તેવો ભાગવત ગીતનું શિક્ષણ આપતા જ નથી.પગાર સરકારનો લે છે પણ કામ ધર્મપરિવર્તનનું કરે છે.
આદિવાસી વિસ્તાર એવા તાપી અને ડાંગ જિલ્લામાં મોટા પાયે થતા ધર્મપરિવર્તન પ્રત્યે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ત્યારે ખરેખર વર્ષો બાદ તાપી જિલ્લાના શિક્ષણનું કઈ રીતે ઈસાઈ કરણ કરવામાં આવી રહ્યું છે, અને કઈ રીતે સમજી વિચારીને બીજા રાજ્યોથી અહીં મીટીંગ કરવા આવતા પાસ્ટરઓ અહીં ધર્મ પરિવર્તન કરાવે છે તેની વાસ્તવિકતા બહાર આવી હતી. મફત શિક્ષણ અને મફત આરોગ્યની સુવિધા આપવાના નામે આ લોકો ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે.
પરંતુ ધર્મ પરિવર્તન કરનાર લોકોએ પણ વિચારવું જોઈએ કે આજે વિશ્વના અનેક દેશોમાં સનાતન ધર્મ અપનાવવામાં આવી રહ્યો છે, જ્યાં ખ્રિસ્તી ધર્મનો ઉદય થયો હતો તે ઇંગ્લેન્ડ સહિત યુરોપના રાષ્ટ્રોમાં આજે લોકો પીસાઈ ધર્મ છોડીને સનાતન હિન્દુ ધર્મ અપનાવી રહ્યા છે. ત્યારે પોતાનો પ્રકૃતિ પૂજક મૂળ આદિવાસી ધર્મ છોડીને જનાર લોકોએ પણ વિચારવું જોઈએ કે જે વસ્તુ વિદેશોમાં રિજેક્ટ થઈ રહી છે તેને અમે કેમ અપનાવીએ?? અરે આ અમે આવનાર દિવસોમાં ક્યારે અને શું દિશા બદલાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો:લો હવે, યુએનના હેડક્વાર્ટરમાં જ મોરારીબાપુની કથાનું થશે આયોજન
આ પણ વાંચો:મોરારી બાપુએ વર્તમાન રાજકિય પરિસ્થિતિ અંગે કરી આ મોટી વાત,જાણો
આ પણ વાંચો:ઓડિશા ટ્રેન દુર્ઘટના પર કથાકાર મોરારી બાપુએ વ્યક્તિ કર્યું દુઃખ, આટલા લાખની કરી મોકલી
