ઓડિશા ટ્રેન દુર્ઘટના/ ઓડિશા ટ્રેન દુર્ઘટના પર કથાકાર મોરારી બાપુએ વ્યક્તિ કર્યું દુઃખ, આટલા લાખની કરી મોકલી

મોરારી બાપુ હાલ તેમની રામકથાને લઈને કોલકાતામાં છે. આજે જ્યારે તેમને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેમણે પોતાનું દુઃખ વ્યક્ત કરતાં 50 લાખ રૂપિયાની સહાયની અર્પિત કરી હતી.

Top Stories India
Untitled 14 2 ઓડિશા ટ્રેન દુર્ઘટના પર કથાકાર મોરારી બાપુએ વ્યક્તિ કર્યું દુઃખ, આટલા લાખની કરી મોકલી

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 280 થી વધુ લોકોના મોત થયા છે અને 900 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતને આ વર્ષની સૌથી ભયાનક ટ્રેન દુર્ઘટના માનવામાં આવી રહી છે. દરમિયાન, કથાકાર મોરારી બાપુ આ ઘટનાથી ખૂબ જ દુઃખી થયા છે અને મૃતકો માટે સંવેદના વ્યક્ત કરતી વખતે, 50 લાખ રૂપિયાની સહાયની રકમની જાહેરાત કરી છે.

મોરારી બાપુ હાલ તેમની રામકથાને લઈને કોલકાતામાં છે. આજે જ્યારે તેમને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેમણે પોતાનું દુઃખ વ્યક્ત કરતાં 50 લાખ રૂપિયાની સહાયની અર્પિત કરી હતી. આ સહાયની રકમ વિદેશમાં સ્થિત રામકથાના શ્રાવકો દ્વારા પહોંચાડવામાં આવશે. મોરારી બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો વહેલામાં વહેલી તકે સ્વસ્થ થઈ જાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરી છે.

શું છે સમગ્ર મામલો

બાલાસોરમાં બે પેસેન્જર ટ્રેન અને એક માલગાડીના અકસ્માતને કારણે આ મોટો અકસ્માત થયો છે, જેમાં મૃત્યુઆંક 280ને પાર પહોંચી ગયો છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. મૃત્યુઆંક વધી શકે છે અને હજુ પણ ફસાયેલા લોકો માટે બચાવ કામગીરી ચાલુ છે.

જણાવી દઈએ કે, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે 2 જૂન, 2023ના રોજ બાલાસોર જિલ્લાના બહાનાગામાં થયેલા ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને એક દિવસના રાજ્ય શોકનો આદેશ આપ્યો છે. 3 જૂને સમગ્ર રાજ્યમાં કોઈ ઉજવણી કરવામાં આવશે નહીં.

ઓડિશા-બાલાસોર ટ્રેન દુર્ઘટના ટેકનિકલ ખામીના કારણે થઈ હતી, શું તે માનવીય ભૂલ હતી કે પછી તે કોઈ કાવતરું હતું તે અંગે ચર્ચા ચાલી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ શનિવારે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દરમિયાન તેમણે અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચો: આ છે ભારતના 10 મોટા ટ્રેન અકસ્માત, ‘12 વર્ષના ઈતિહાસમાં કોરોમંડલ ટ્રેન એક્સિડન્ટ’માં સૌથી વધુ મૃત્યુ

આ પણ વાંચો:‘વિપક્ષ તમારા રાજીનામાની માગ કરી રહ્યો છે’… રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ સવાલ પર જાણો શંં કહ્યું

આ પણ વાંચો:ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા ટ્રેન અકસ્માત

આ પણ વાંચો:બહેનની સળગતી ચિતા પર ભાઈએ માર્યો કૂદકો…જાણો શું હતું કારણ

આ પણ વાંચો:ક્યારેય નહીં જોયો હોય આવો અકસ્માતઃ એન્જિન જ ગૂડ્સ ટ્રેન પર ચઢી ગયું