રેલ દુર્ઘટના/ આ છે ભારતના 10 મોટા ટ્રેન અકસ્માત, ‘12 વર્ષના ઈતિહાસમાં કોરોમંડલ ટ્રેન એક્સિડન્ટ’માં સૌથી વધુ મૃત્યુ

ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારની સાંજે (2 જૂન) થયેલા કોરોમંડલ ટ્રેન એક્સપ્રેસ અકસ્માતને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં સૌથી ભયાનક રેલ અકસ્માતોમાંથી એક ગણવામાં આવે છે. વાંચો છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં 10 મોટી રેલ દુર્ઘટનાઓ…

Top Stories India
ટ્રેન અકસ્માત

ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારની સાંજે (2 જૂન) થયેલા કોરોમંડલ ટ્રેન એક્સપ્રેસ અકસ્માતને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં સૌથી ખરાબ રેલ અકસ્માતોમાંનો એક ગણવામાં આવે છે. રેલવે મંત્રાલયના પ્રવક્તા અમિતાભ શર્માના જણાવ્યા અનુસાર, હાવડાથી ચેન્નાઈ જતી ટ્રેન નંબર 12841 કોરોમંડલ એક્સપ્રેસ 2 જૂનના રોજ રાત્રે 8.30 વાગ્યે ઓડિશાના ખડગપુર ડિવિઝનના બહનાગા બજાર રેલવે સ્ટેશન પાસે માલગાડીને ટક્કર માર્યા બાદ પાટા પરથી ઉતરી ગઈ હતી. તે જ સમયે બીજી બાજુથી આવી રહેલી યશવંતપુર-હાવડા સુપરફાસ્ટ ટ્રેન આ કોચ સાથે અથડાઈ હતી.

બાલાસોર કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માતના ચોંકાવનારા તથ્યો

બાલાસોરથી ટીએમસી સાંસદ ડોલા સેન આ ટ્રેન દુર્ઘટના જોઈને આઘાતમાં છે. તેમણે કહ્યું- મેં મારા જીવનમાં આવો દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત ક્યારેય જોયો નથી. બંને પેસેન્જર ટ્રેનો ભરેલી હતી. બંને ટ્રેનમાં એકસાથે 3000-4000 લોકો બેસી શકે છે. મમતા બેનર્જીએ મિદનાપુરથી SDO, SDPO, ADM, ડોક્ટર વગેરેને મોકલ્યા છે. મૃતકોની સંખ્યામાં હજુ વધારો થશે.

12841 કોરોમંડલ એક્સપ્રેસ અકસ્માત – ભારતમાં 10 સૌથી મોટા ટ્રેન અકસ્માતો

7 જુલાઈ, 2011: ઉત્તર પ્રદેશના એટા જિલ્લા નજીક છપરા-મથુરા એક્સપ્રેસ બસ સાથે અથડાઈ. આ દુર્ઘટનામાં લગભગ 70 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ અકસ્માત માનવરહિત લેવલ ક્રોસિંગ પર મોડી રાત્રે 1.55 વાગ્યે થયો હતો.

30 જુલાઈ, 2012: નેલ્લોર નજીક દિલ્હી-ચેન્નઈ તમિલનાડુ એક્સપ્રેસના કોચમાં આગ લાગવાથી 30 થી વધુ લોકોના મોત થયા હતા.

26 મે, 2014: ગોરખપુર જતી ગોરખધામ એક્સપ્રેસ ઉત્તર પ્રદેશના સંત કબીર નગરમાં ખલીલાબાદ સ્ટેશન પાસે સ્થિર માલગાડી સાથે અથડાઈ. આ અકસ્માતમાં 25 લોકોના મોત થયા હતા.

ઓગસ્ટ, 2015: મધ્યપ્રદેશના હરદા પાસે કામાયની અને જનતા એક્સપ્રેસનો અકસ્માત થયો. આમાં લગભગ 37 મૃત્યુની પુષ્ટિ થઈ હતી. ટ્રેક પર વરસાદી પાણી ભરાવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો.

20 માર્ચ, 2015: દેહરાદૂનથી વારાણસી જઈ રહેલી જનતા એક્સપ્રેસને ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બછરાવન રેલવે સ્ટેશન પાસે અકસ્માત નડ્યો. ટ્રેનના એન્જિન અને બે ડબ્બા પાટા પરથી ઉતરી જતાં 30થી વધુ લોકોના મોત થયા હતા.

20,નવેમ્બર 2016: કાનપુરમાં પુખરાયન પાસે ઈન્દોર-પટના એક્સપ્રેસ 19321 પાટા પરથી ઉતરી જતાં ઓછામાં ઓછા 150 મુસાફરો માર્યા ગયા હતા.

19 ઓગસ્ટ, 2017: હરિદ્વાર અને પુરી વચ્ચે દોડતી કલિંગ ઉત્કલ એક્સપ્રેસ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ખતૌલી પાસે અકસ્માતનો ભોગ બની હતી. ટ્રેનના 14 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં 21 મુસાફરોના મોત થયા હતા.

23 ઓગસ્ટ, 2017: ઉત્તર પ્રદેશના ઔરૈયા પાસે દિલ્હી જતી કૈફિયત એક્સપ્રેસના નવ કોચ પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માતમાં 70 લોકો ઘાયલ થયા છે.

13 જાન્યુઆરી, 2022: પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. અકસ્માતમાં નવ લોકોના મોત થયા.

2 એપ્રિલ, 2023: આ એક અલગ પ્રકારનો ટ્રેન અકસ્માત હતો. આમાં, કેરળના કોરાપુઝા રેલવે બ્રિજ નજીક અલાપ્પુઝા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસના એક કોચમાં સંભવતઃ સીટના વિવાદને કારણે આગ લાગી હતી. આરોપી શાહરૂખ સૈફીએ સહપ્રવાસીઓને જ્વલનશીલ પ્રવાહી નાખીને આગ ચાંપી દીધી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો:‘વિપક્ષ તમારા રાજીનામાની માગ કરી રહ્યો છે’… રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ સવાલ પર જાણો શંં કહ્યું

આ પણ વાંચો:ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા ટ્રેન અકસ્માત

આ પણ વાંચો:બાલાસોર ટ્રેન અકસ્માત સ્થળે જશે પીએમ મોદી, હોસ્પિટલમાં ઘાયલોને પણ મળશે

આ પણ વાંચો:તિહાર જેલમાંથી બહાર આવ્યા મનીષ સિસોદિયા, દિલ્હી દારૂ કૌભાંડમાં આરોપી છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી

આ પણ વાંચો:ઓડિશાના રેલવે અકસ્માતનો મૃત્યઆંક 300ને વટાવી ગયો