ગાંધીનગર/ રૂપાણી સરકારનાં મોટાભાગનાં નેતાઓની થઇ શકે છે બાદબાકી

ગાંધીનગરથી સવારથી જ અલગ-અલગ માહિતીઓ સામે આવી રહી છે. સુત્રોનું કહેવુ છે કે, બપોરે બે વાગ્યા બાદ શપથવિધિ યોજાઇ શકે છે.

Top Stories Gujarat Others
11 59 રૂપાણી સરકારનાં મોટાભાગનાં નેતાઓની થઇ શકે છે બાદબાકી
  • બપોરે બે વાગ્યા બાદ યોજાઇ શકે શપથવિધિ
  • રૂપાણી સરકારનાં મોટાભાગનાં નેતાઓની થઇ શકે બાદબાકી
  • મંત્રીમંડળમાં નવા ચહેરાઓને મળી શકે છે સ્થાન
  • અંદાજીત 22-23 મંત્રીઓ લઇ શકે છે શપથ
  • હર્ષ સંઘવીને મળી શકે છે મહત્વનું મંત્રી પદ
  • નો રિપિટ થિયરી અપનાવશે ભૂપેન્દ્ર પટેલ
  • મંત્રીમંડળમાં 11 કેબિનેટ મંત્રીને મળી શકે સ્થાન
  • 13 થી 14 રાજ્યકક્ષાનાં મંત્રીને મળી શકે સ્થાન
  • નવા મહત્વનાં આગેવાનોને મળશે મંત્રીપદ

ગાંધીનગરથી સવારથી જ અલગ-અલગ માહિતીઓ સામે આવી રહી છે. સુત્રોનું કહેવુ છે કે, બપોરે બે વાગ્યા બાદ શપથવિધિ યોજાઇ શકે છે, જેમા રૂપાણી સરકારનાં મોટાભાગનાં નેતાઓની બાદબાકી થઇ શકે છે.

આ પણ વાંચો – ગાંધીનગર / આજે યોજાશે ગુજરાતનાં મંત્રીમંડળની શપથવિધિ, મોટાભાગનાં સિનિયરોને પડતા મુકવાનો વ્યૂહ

આજેે બપોર બાદ મંત્રીમંડળની શપથવિધિ થઇ શકે તેની પૂરી સંભાવનાઓ છે. ત્યારે સુત્રો તરફથી મળી રહેલી માહિતી અનુસાર, મંત્રીમંડળમાં નવા ચહેરાઓનેે સ્થાન મળી શકે છે. અંદાજીત 22-23 મંત્રીઓ શપથ લઇ શકે તેવુ પણ સુત્રો કહી રહ્યા છે. વળી સુત્રો કહે છે કે, હર્ષ સંઘવીને મહહત્વનું મંત્રી પદ મળી શકે છે. મળી રહેલી માહિતી અનુસાર મંત્રીમંડળમાં 11 કેબિનેટ મંત્રીને સ્થાન મળી શકે છે. ઉપરાંત 13 થી 14 રાજ્યકક્ષાનાં મંત્રીને સ્થાન મળી શકેે છે. વળી નવા મહત્વનાં આગેવાનોને મંત્રીપદ મળી શકવાની ચર્ચાઓ તેજ થઇ છે. જો કે સવારથી જ ચાલી રહેલી અલગ-અલગ અટકળોથી વિપરીત મંત્રીમંડળ આપણી સમક્ષ આવે તો નવાઇ નથી.

આ પણ વાંચો – ગાંધીનગર / CM ભૂપેન્દ્ર પટેલ એકશનમાં, ચાર અધિકારીઓની CMO માં કરી નિયુક્તિ

ઉલ્લેખનીય છે કે, જો રૂપાણી સરકારનાં મોટાભાગનાં નેતાઓની બાદબાકી થાય છે તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું શું થશે? પ્રદિપસિંહ જાડેજાનું શું થશે? જો કે સુત્રોની માનીએ તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનેે સંગઠનમાં કોઇ મોટુ પદ આપવામાં આવી શકે છે. હંમેશા પોતાના નિર્ણયથી સૌ કોઇને ચોંકાવી દેતુ ભાજપ હાઈ કમાન્ડ એકવાર ફરી કોઇ નવા નામો જાહેર કરે તો નવાઇ નથી.