gujarat rain/ વરસાદે ખેડુતોની ચિંતા વધારી,અંબાજી માં સતત ચોથા દિવસે વરસાદી વાતાવરણ સર્જાયું

શક્તિ પીઠ અંબાજી માં સતત ચોથા દિવસે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. ત્યારે  ભર ઉનાળે અંબાજીમાં સતત ચોથા દિવસે વરસાદ વર્ષી રહ્યો છે. ભારે વરસાદની આગાહી કરી છે.

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 17T180242.863 વરસાદે ખેડુતોની ચિંતા વધારી,અંબાજી માં સતત ચોથા દિવસે વરસાદી વાતાવરણ સર્જાયું

Rain News: શક્તિ પીઠ અંબાજી માં સતત ચોથા દિવસે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. ત્યારે  ભર ઉનાળે અંબાજીમાં સતત ચોથા દિવસે વરસાદ વર્ષી રહ્યો છે. ભારે વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 31 મેથી 1 જૂનની આસપાસ કેરળ પહોંચે તેવી શક્યતા છે. ચોમાસું કેરળમાં પહોંચ્યા પછી જ અન્ય રાજ્યો માટે ચોમાસાની હિલચાલ નક્કી કરવામાં આવશે. ચોમાસું 25 જૂનથી 6 જુલાઈ વચ્ચે રાજસ્થાન પહોંચે તેવી શક્યતા છે. ત્યારે અંબાજી માં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ફૂંકાઈ હતી તેમજ પવનના કારણે ત્રીજા દિવસે ગબ્બર પર્વત પર રોપવે બંદ કરવામાં વાયો હતો.આપને જણાવી દઈએ  વરસાદ ચાલુ થતા જ યાત્રિકો શેડ અને પોતાની ગાડીઓ માં આશરો લીધો હતો.ત્યારે  ક્યાંક ગરમી થી રાહત તો ક્યાંક કમોસમી વરસાદ નો આતંક સામે આવ્યો હતો.આ સિવાય  દાંતા તાલુકા મા અંતરિયાળ વિસ્તારમાં છાપરા ઉડવાના દ્રશ્યો  પણ સામે આવ્યા હતા,જેના કારણે ખેતી ધરાવતો દાંતા તાલુકો સતત વાતાવરણ બદલતા ભયનો સામનો કરી રહ્યો છે

હવામાન વિભાગની સાથે સાથે પ્રકૃતિમાં જોવા મળતા પ્રાણીઓ પણ ભવિષ્યની માહિતી આપવામાં પાછળ નથી. લોક માન્યતાઓ અનુસાર, ટીટોડીએ ઈંડા મૂકવું એ વરસાદની નિશાની માનવામાં આવે છે. ખેડૂતો પણ આ સંકેતોના આધારે તેમની ખેતીની તૈયારી કરે છે.

કહેવાય છે કે ટીટોડી પક્ષી જેટલા ઈંડા મૂકે છે તેના પ્રમાણમાં વરસાદ પડે છે. ત્યારે અંબાજી સાથે સાથે રાજકોટના જસદણ પંથકમાં વાતાવરણમાં  પલટો આવ્યો હતો,વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો,તેમજ  જસદણ ,આટકોટ સહિત વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.વૈશાખ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો હોય તેવું લાગી રહ્યું હતું.જૂનાગઢ,દોલતપરા સહિત વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો તેમજ  સાથે  ભારે પવન પણ ફૂંકાયો હતો,વરસાદને કારણે લોકોને  ગરમીથી આંશિક રાહત મળી હતી,માહિતી અનુસાર જસદણ પંથકમાં આજે બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો,અને  વિજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આ સિવાય જસદણ આટકોટ જંગવડ ગુંદાળા સહિત વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો

જેના કારણે રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા.આખો દિવસ ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા,ત્યારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી, હાલ ભર ઉનાળે વરસાદ આવતા કેરીને ભારે નુકસાન પહોચે તેવી શક્યતાઓ છે,ત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.આપને જણાવી દઈએ ભારે પવન સાથે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો,જેના કારણે અંતરિયાળ ગામડાઓમાં વિજળી ગુલ થઈ ગય હતી, તેમજ  લોકો ને ગરમી માંથી રાહત મળી હતી,વરસાદને કારણે ખેડુતોમાં ચિંતા ની લાગણી ફેલાઇ ગઇ હતી,તેમજ તલ બાજરો મગ બજાર સહિતના પાકોને નુકસાનીની ભીતી સેવાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત

આ પણ વાંચો: પુણે એરપોર્ટથી ટેકઓફ થવા જઈ રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન, રનવે પર ટ્રેક્ટર સાથે અથડાયુ

આ પણ વાંચો:પટનામાં શાળાના નાળામાં બાળકની લાશ મળી આવતા સ્થાનિકો રોષે ભરાતા મચાવ્યો હોબાળો