Not Set/ BJPના કાર્યકર્તાએ વિધાનસભામાં એવું તો શું કર્યું કે મચ્યો હોબાળો, વાંચો

ગાંધીનગર, વડોદરા મહાનગર સેવા સદનના વોર્ડ ન.૭ના ભાજપના કાર્યકરે વિધાનસભા ગૃહમાં અધ્યક્ષની ખુરશી પર બેસી ફોટો પડાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાહુલ પરમાર નામનો ભાજપનો કાર્યકર શનિવારે ગાંધીનગરના વિધાનસભાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તાજેતરમાં જ વિધાનસભાનું સત્ર પૂરુ થયું છે ત્યારે ગૃહમાં કોઈ પ્રવૃતિ ન હતી. ત્યારે વિધાનસભામાં કોઈ ન […]

Gujarat
GJJ BJPના કાર્યકર્તાએ વિધાનસભામાં એવું તો શું કર્યું કે મચ્યો હોબાળો, વાંચો

ગાંધીનગર,

વડોદરા મહાનગર સેવા સદનના વોર્ડ ન.૭ના ભાજપના કાર્યકરે વિધાનસભા ગૃહમાં અધ્યક્ષની ખુરશી પર બેસી ફોટો પડાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાહુલ પરમાર નામનો ભાજપનો કાર્યકર શનિવારે ગાંધીનગરના વિધાનસભાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તાજેતરમાં જ વિધાનસભાનું સત્ર પૂરુ થયું છે ત્યારે ગૃહમાં કોઈ પ્રવૃતિ ન હતી. ત્યારે વિધાનસભામાં કોઈ ન હોવાથી તેનો લાભ લીધો હતો અને અધ્યક્ષની ખુરશીમાં બેસીને ફોટો પડાવ્યો હતો. નોધનીય છે કે, વિધાનસભામાં અધ્યક્ષની ખુરશી પર બેસીને ફોટો પાડવો તે વિશેષાધિકારનો ભંગ કહેવાય છે.

રાહુલ પરમાર વોર્ડ સાતમાં ભાજપનો કાર્યકર હોવાની સાથે આરટીઆઇ એક્ટિવિસ્ટ પણ છે. આ અંગે રાહુલે કહ્યું કે, વિધાનસભામાં કોઇ ન હોવાના કારણે અધ્યક્ષની ખુરશી પર બેસી ફોટો પડાવ્યો હતો. તેની સાથે એક સંબંધી પણ હતા. આ ઉપરાંત તેને વિધાનસભામાં અનેક ફોટોસ પડાવ્યા હતા.

જો કે ત્યારબાદ, આ મામલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું, વિધાનસભામાં આ રીતે ફોટો પાડવો તે વિશેષાધિકાર ભંગ છે. આ યુવકે ચેર પર બેસીને સેલ્ફી લીધી છે તેમજ ફોટોગ્રાફ્સ પણ પડાવ્યા છે જે ખૂબજ ગંભીર બાબત છે. આ અંગે તપાસ બાદ કસુરદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બીજી બાજુ એ સવાલો ઉભા થઇ રહ્યા છે કે, ભાજપના કાર્યકરે અધ્યક્ષની ખુરશી પર બેસીને ફોટો કેવી રીતે પડાવ્યો તેમજ સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા પોતાની જ પાર્ટીના કાર્યકરની આ હરકત સામે કેવા પગલા ભરશે તે જોવાનું રહ્યું.