ગાંધીનગર/ ગૌણ સેવા પસંદગી મંડળનાં અધ્યક્ષ અસિત વોરાનું પેપર ક્યારે ફૂંટશે?

હેડ ક્લાર્કની પરીક્ષા રદ થયા બાદ સતત ઉમેદવારો તરફથી ગૌણ સેવા પસંદગી મંડળનાં અધ્યક્ષ અસીર વોરાનું રાજીનામું માંગવામાં આવી રહ્યુ છે. ત્યારે હવે આ વચ્ચે અસીત વોરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું તેડુ આવ્યુ છે. 

Top Stories Gujarat Others
અસીત વોરા
  • હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલો
  • અસિત વોરાને CM ભૂપેન્દ્ર પટેલનું તેડુ
  • હેડ ક્લાર્કનું પેપર લીક થતા અસિત વોરાનું તેડું
  • અસિત વોરા પહોંચ્યા સ્વર્ણિમ સંકુલ
  • કેબિનેટ બેઠક બાદ CM સાથે કરશે મુલાકાત

રાજ્યમાં બેક ટૂ બેક પરીક્ષાઓ રદ થયા બાદ ઉમેદવારોનું ધૈર્ય હવે જવાબ આપી રહ્યુ છે. તાજેતરમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ થયા બાદ સતત ઉમેદવારો તરફથી ગૌણ સેવા પસંદગી મંડળનાં અધ્યક્ષ અસિત વોરાનું રાજીનામું માંગવામાં આવી રહ્યુ છે. ત્યારે હવે આ વચ્ચે અસીત વોરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું તેડુ આવ્યુ છે.

આ પણ વાંચો –  મોટું નિવેદન / ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે આપ્યું મોટું નિવેદન,ઉદ્વવ ઠાકરે બનાવશે પુત્ર આદિત્યને મુખ્યમંત્રી!

આપને જણાવી દઇએ કે, તાજેતરમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયુ હતુ. જેમા ઘણા આરોપીઓની ધરપકડ પણ કરવામા આવી છે, પરંતુ આ સમગ્ર મામલે ગૌણ સેવા પસંદગી મંડળનાં અધ્યક્ષ અસિત વોરાએ પહેલા કહ્યુ હતુ કે કોઇ પેપર લીક થયુ નથી પરંતુ જ્યારે આ અંગેનાં પુરાવા રજૂ કરવામાં આવ્યા ત્યારે તેમણે પણ માન્યુ હતુ કે હા પેપર લીક થયુ છે. વળી આ સમગ્ર મામલો ઉમેદવારોનાં ભાવિ સાથે સંકળાયેલો હોવાના કારણે રાજ્ય સરકારે સમજી વિચારીને પગલા ભરી રહી છે. ત્યારે તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર ગૌણ સેવા પસંદગી મંડળનાં અધ્યક્ષ અસિત વોરાને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું તેડુ આવ્યુ છે. મળી રહેલી માહિતી અનુસાર, અસિત વોરા સ્વર્ણિમ સંકુલમાં પહોંચ્યા છે.

આ પણ વાંચો – કોરોના / મહારાષ્ટ્ર વિધાનસભા સત્ર પર સંકટના વાદળો ઘેરાયા,8 પોલીસકર્મી સહિત 10 લોકો કોરોના સંક્રમિત…

ગૌણ સેવા પસંદગી મંડળનાં ઉમેદવારોને આજે પણ સમજાતુ નથી કે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયુ છે કે રિલીઝ થયુ છે. કારણ કે જ્યારથી આ અહેવાલો બહાર આવ્યા છે, એક પછી એક ફિલ્મનાં ટ્રેલરની જેમ નવી નવી હકીકતો સામે આવતી જાય છે. હકીકતો જે કઇ પણ છે તેના માટે સીધી રીતે જોઇએ તો આંગળી ગૌણ સેવા પસંદગી મંડળનાં અધ્યક્ષ અસીત વોરા સામે ચીંધાઇ રહી છે. પણ કહેવત છે કે, એક આંગળી ચીંધનારની સામે સૌ આંગળીઓ ઉભી થઇ જાય છે તેવી જ રીતે સમગ્ર ષળયંત્ર સવાલોનાં ઘેરામાં આવી ગયુ છે.  હવે અસિત વોરા આ પિક્ચરનાં હીરો છે કે વિલન તે હજી નક્કી નથી થયુ. પણ જે પ્રકારે તપાસની વાતો થઇ રહી છે તે પ્રકારે ઉમેદવારોને લાગી રહ્યુ છે કે કૂંલડીમાં ગોળ ભંગાઇ રહ્યો છે.

આ પણ વાંચો – Photos / PM મોદી બાળકોને જોઈને થયા ભાવુક, બાળકોને તેડી હવામાં ઉછાળ્યા, જુઓ શાનદાર તસવીરો

એકવાર થાય તો તેને ભૂલ સમજી શકાય પણ વારંવાર થાય તેને ભૂલ સમજવી તે મહાભૂલ છે. કારણ કે આ પહેલા નવ જેટલી જાહેર પરીક્ષાઓનાં પેપર ફૂટી ગયા છે. એ ઘટનાઓ પરથી શીખવાને બદલે વારંવાર ભૂલ થવી કેવી રીતે શક્ય છે? જે પ્રિન્ટિંગ પ્રેસ પર અગાઉ પણ પેપર લીક કરવા અંગે પોલીસ ફરિયાદ થઇ ચુકી છે તેમ છતા આ શંકાસ્પદ પ્રિન્ટરને ફરીથી કામ આપવામા કોણે પોતાના રોટલા સેક્યા છે તે પણ બહાર આવવુ જરૂરી છે. ખાસ વાત એ છે કે સરકાર પાસે પ્રિન્ટિંગ માટે સમગ્ર ગુજરાતમાં પોતાના ત્રણ પ્રેસ છે, તેમ છતા આ પ્રિન્ટરને કામ સોંપવામાં આવ્યુ આ કેવી મજબૂરી હોઇ શકે તે પણ સમજી શકાય તેવુ છે.