Gujarat-Education/ શિક્ષણના ગુજરાત મોડેલમાં વાલીઓનો છેદ ઉડાવી દેવાયો, જ્યારે રાજસ્થાન મોડેલમાં વાલીને અગ્રતા

ગુજરાતમાં પ્રાથમિકથી લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ખાનગી શિક્ષણ અને ફી નિયમના મુદ્દે વાલીઓનો રીતસરનો છેદ ઉડાવી દેવાયો છે, તેનાથી વિપરીત રાજસ્થાન મોડેલમાં વાલીઓને અગ્રતા આપવામાં આવી છે.

Gujarat Gandhinagar Top Stories Breaking News

અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિકથી લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ખાનગી શિક્ષણ અને ફી નિયમના મુદ્દે વાલીઓનો રીતસરનો છેદ ઉડાવી દેવાયો છે, તેનાથી વિપરીત રાજસ્થાન મોડેલમાં વાલીઓને અગ્રતા આપવામાં આવી છે. રાજસ્થાનમાં ખાનગી શિક્ષણના દરેક તબક્કામાં વાલીને અગ્રતા આપવામાં આવી છે અને તેનો અવાજ ફક્ત સાંભળવામાં જ નથી આવતો, પરંતુ તેને નિર્ણયને પણ સત્તા છે. તેનાથી વિપરીત ગુજરાતના શિક્ષણ મોડેલમાં વાલીઓને જ્યાં-જ્યાં સ્થાન આપવામાં આવ્યું તે શોભાના ગાંઠિયા સમાન છે.

ખાનગી સ્કૂલોની ફીના નિયમનના મુદ્દે ગુજરાત અને રાજસ્થાન મોડેલ વચ્ચેનો તફાવત આંખે ઉડીને વળગે તેવો છે. રાજસ્થાનમાં ખાનગી સ્કૂલોની ફી નિયમન કરવા માટે ફી કમિટીનો મુદ્દો તૈયાર કરીને લાગુ કરવામાં આવ્યો છે. ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવાના દરેક સ્તરે વાલીઓને સામેલ કરવામાં આવ્યા છે.

રાજસ્થાનમાં દરેક સ્કૂલોએ ફી વધારા માટે વાલીને લેવા પડશે. વાલી કમિટીમાં વાલીની પસંદગી પણ ડ્રોથી થશે, જેથી તેમા કોઈ ગેરરીતિ થઈ શકશે નહી. રાજસ્થાનમાં ડિવિઝનલ કમિટી અને રિવિઝનલ કમિટીમાં ખાનગી સ્કૂલ સંચાલકોની સાથે બે-બે વાલી પ્રતિનિધિઓનો પણ સામેલ કરાયા છે. તેનાથી વિપરીત ગુજરાતની ઝોન કક્ષાની ફી નિયમન કમિટી કે રાજ્ય સ્તરની રિવિઝન કમિટીમાં વાલીનું પ્રતિનિધિત્વ જ નથી. રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરાતા સભ્યો જ ફી કમિટીના સભ્યો હોય છે. જ્યારે ચેરમેન તરીકે હાઇકોર્ટ અથવા જિલ્લા કોર્ટના રિટાયર્ડ જજની નિમણૂક કરાય છે.

રાજસ્થાનમાં સ્કૂલો ખાનગી પ્રકાશકોનું સાહિત્ય લેવા પર દબાણ કરી શકશે નહીં. સ્કૂલ શરૂ થવાના એક મહિના પહેલા તમામ પુસ્તકોનું લિસ્ટ નોટિસ બોર્ડ પર મૂકવાનું રહેશે. વાલી પોતાની અનુકૂળતા મુજબ કોઈપણ જગ્યાએથી ખરીદી કરી શકશે. જ્યારે ગુજરાતમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા પાઠ્યપુસ્તક મંડળ સિવાયના પુસ્તકોનો અભ્યાસ કરાવવા પર મનાઈ છે. આમ છતાં મોટાભાગની સ્કૂલોમાં વાલીએ ખાનગી પ્રકાશકોના પુસ્તકો ખરીદવા પડે છે. ગુજરાતમાં પણ આ પહેલા વિવિધ વાલીમંડળો દ્વારા ફી કમિટીમાં વાલી પ્રતિનિધિઓને સ્થાન આપવા રજૂઆત કરાઈ હતી, પણ હજી સુધી કશું થયું નથી.

ગુજરાતમાં ખાનગી સ્કૂલોને દર વર્ષે ફી વધારો કરવાની મંજૂરી મળે છે. જ્યારે રાજસ્થાન મોડેલમાં ત્રણ વર્ષ સુધી ફી જ વધારી શકાતી નથી.  રાજસ્થાનમાં ફી મુદ્દે સ્કૂલ લેવલે શિક્ષકો અને વાલીઓની બનેલી કમિટીની મંજૂરી મેળવવી પડે છે, જ્યારે ગુજરાતમાં તો આવી કોઈ કમિટી જ નથી. ગુજરાતમાં સ્કૂલો વાલીઓને નિર્ધારિત જગ્યાએથી પુસ્તકો ખરીદવાની ફરજ પાડે છે. જ્યારે રાજસ્થાનમાં વાલીઓને આવી કોઈ ફરજ પાડી શકાતી નથી, ફક્ત લિસ્ટ આપી દેવાનું હોય છે અને વાલી ગમે ત્યાંથી પુસ્તકો ખરીદી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: AMTSને બસોમાં સપ્લાયમાં વિલંબ, સપ્લાયરો સામે આકરા પગલાંની માંગ

આ પણ વાંચો: RTOમાં ફરી સારથિ સર્વરના ધાંધિયા, બે દિવસ માટે લાઇસન્સની કામગીરી બંધ

આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પૂરક પરીક્ષા માટે ધરખમ ફેરફારો કરાયાં