Surat News : સુરતમાં કોર્પોરેટરના અધિકારીઓ સામેના આક્ષેપને પગલે ખળભળાટ મચ્યો છે. જેમાં ભાજપના જ કોર્પોરેટરે અધિકારીઓ સામે આક્ષેપ કર્યા છે. કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે આ અંગે પાલિકા કમિશનર સમક્ષ માંગણી પણ કરી છે. નરેન્દ્ર પાંડવે કતાર ગામ ઝોનના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે. જેને લઈને કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશનર ઓફિસે ધસી ગયા હતા.
બાદમાં તેમણે પાલિકા કમિશનર સમક્ષ પુરાવા સાથે રજૂઆત કરી હતી.તેમણે કતારગામ ઝોનમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો હોવાનું પણ જણાવ્યું હતું. તે સિવાય તેમણે બાંધાકમમાં અધિકારીઓ મલાઈ ખાતા હોવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 16 ડેમ હાઈએલર્ટ, ભારે વરસાદથી છલકાવાની શક્યતા
આ પણ વાંચો: સુરતમાં ગુજરાતી ફિલ્મ અભિનેત્રી સાથે થઇ ઠગાઇ
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી વખતે અટકેલા ફેરફારો શરૂઃ સામાન્ય વહીવટી વિભાગમાં બદલીથી ખળભળાટ
