વડોદરા : આજે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર મતદાન ચાલી રહ્યુ છે. ત્યારે વડોદરાથી આચારસહિતા ભંગ થઇ હોવાનો મામલો ઉચકાયો છે. અહી ભાજપ મહિલા મોરચા આઇટી સેલનાં પ્રમુખનો એક ફોટો વાયરલ થયો છે, જેમા તેઓ ઇવીએમનું બટન દબાવતી વેળાએ ફોટો ક્લિક કર્યો હતો.
વડોદરાથી આચારસહિતાને ભંગ કરતો મામલો સામે આવ્યો છે. જ્યા ભાજપનાં આઇટી સેલનાં પ્રમુખે મતદાન કર્યા બાદ ઇવીએમનું બટન દબાવી ફોટો ક્લિક કર્યો હતો. જે ફોટો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. વૉર્ડ નંબર 4 ખાતે મતદાન કર્યા બાદ તેમણે આ ફોટો ક્લિક કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શાંતિપૂર્ણ અને કોઇ પણ પ્રકારની ખામી વિના મતદાન થઇ શકે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબંસ્ત રાખવામાં આવ્યો છે. મતદાન કરવુ જે જનતાની પ્રાથમિક ફરજ કહેવાય છે, પરંતુ તે દરમિયાન કોઇપણ ભુલ ન થાય તે વાતની કાળજી આપણે જ રાખવાની હોય છે. જો કે ઘણા લોકો એવા પણ હોય છે કે જે પોતાનો ફોટો પાડી મતદાન કરીને આવ્યા હોવાનુ સોશિયલ મીડિયામાં જણાવતા હોય છે.
