Ahmedabad News/ રિવરફ્રન્ટની ગુજરી બજાર બની બકરામંડી? પૂર્વ ધારાસભ્યે પોલીસ કમિશનરને કરી રજૂઆત

અમદાવાદ રિવરફ્રન્ટ વિસ્તારમાં ગુજરી બજાર (Gujri Bazaar)માં હવે બકરા-ઘેટાનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. ફોટા-વિડિયો સાથે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

Gujarat Ahmedabad Trending
Gujri Bazaar

Ahmedabad Riverfront Gujri Bazaar: અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ વિસ્તારમાં ભરાતી ગુજરી બજાર (Gujri Bazaar)ને લઈને હવે નવો વિવાદ ઊભો થયો છે. તિલક બાગ સામે આવેલી નશાબંધી કચેરી નજીક, વિક્ટોરિયા ગાર્ડન સામે તથા રિવરફ્રન્ટ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી જૂની-નવી વસ્તુઓનું વેચાણ થતું ગુજરી બજાર ભરાય છે. પરંતુ હવે આ બજારમાં બકરા અને ઘેટાના વેચાણ શરૂ થતાં અસંતોષ ફેલાયો છે.

ગુજરી બજાર (Gujri Bazaar)માં પશુઓનું વેચાણ

આ મુદ્દે જમાલપુર-ખાડિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે અમદાવાદ શહેરના પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, અગાઉ આ ગુજરી બજાર (Gujri Bazaar)માં ક્યારેય પશુઓનું વેચાણ થતું નહોતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં બકરા અને ઘેટા વેચાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે બજાર ધીમે ધીમે બકરામંડીનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.

પોલીસ કમિશનરને કરી ફરિયાદ 

ભૂષણ ભટ્ટે વધુમાં જણાવ્યું છે કે આ બાબત અંગે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સ્થાનિક પોલીસ અધિકારીઓને પણ અગાઉ જાણ કરવામાં આવી હતી. છતાં હાલ સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં હવે સીધા પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ટ્રાફિક સમસ્યાઓ ઊભી થવાની શક્યતા

પૂર્વ ધારાસભ્ય દ્વારા રજૂઆત સાથે સ્થળના ફોટા અને વીડિયો પુરાવા રૂપે મોકલવામાં આવ્યા છે અને આ મુદ્દે વ્યક્તિગત રસ લઈને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. રિવરફ્રન્ટ જેવા જાહેર અને પર્યટન સ્થળ પર આવા પ્રકારના વેપારથી કાયદો-વ્યવસ્થા, સ્વચ્છતા અને ટ્રાફિક સમસ્યાઓ ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવે આ મુદ્દે પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર શું પગલાં લે છે તેના પર શહેરવાસીઓની નજર ટકી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોના સુંદર ફોટો શેર કર્યા

આ પણ વાંચો: સાબરમતી રિવરફ્રન્ટનો ફ્લાવર પાર્ક આજથી બંધ, 2026ના ભવ્ય ફ્લાવર શોની તૈયારીઓ પૂરજોશમાં

આ પણ વાંચો:  અમદાવાદમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીનું વિકરાળ સ્વરૂપ,રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં ગરકાવ