Surat News: સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસમાં એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક આશરે 30 વર્ષીય મહિલાએ (Women) પોતાના લગભગ 5 વર્ષીય માસૂમ પુત્રને લઈને બિલ્ડિંગના 14મા માળેથી નીચે કૂદકો માર્યો હતો. આ ઘટનામાં બાળકનું (Child) ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે મહિલાની હાલત ગંભીર છે અને તે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ ઘટના આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ બની હતી.
અલથાણ પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશ રબારી અનુસાર,”સુમન અમૃત આવાસ, જે ભટાર ચોકી વિસ્તારમાં આવેલું છે, ત્યાં એક મહિલા પોતાના બાળક સાથે 14મા માળેથી કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. બાળકનું જગ્યા પર જ અવસાન થયું છે, જ્યારે મહિલાની કન્ડિશન ક્રિટિકલ છે અને તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.”
આવાસ પરથી અજાણી મહિલાએ (Women) જંપલાવ્યું

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા (Women) આ આવાસની (Accommodation) રહેવાસી નથી. આવાસમાં રહેતા લોકો પણ તેમને ઓળખતા નથી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા કોણ છે, ક્યાંથી આવી અને આ ઘટના કેવી રીતે બની તે અંગે તપાસ ચાલુ છે. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે તેઓ તાજેતરમાં જ ત્યાં રહેવા આવ્યા હોય અથવા આત્મહત્યાના ઇરાદે બહારથી આ બિલ્ડિંગમાં પ્રવેશ્યા હોય શકે છે.
આ પહેલા સુરતમાં પ્રેમિકાએ આત્મહત્યાનો પ્રયત્ન કરતા ચકચાર મચી ગઈ હતી. વેલેન્ટાઇન-ડે પહેલાં જ પ્રેમીએ દગો કરતાં યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. યુવતી આત્મહત્યા કરવા માટે તાપી નદી ગઈ હતી.
યુવતી આત્મહત્યા માટે કોઝવે પાસેના હાઇટેન્શન વીજ ટાવર પર ચઢી ગઈ હતી. તે ઊંચા ઇલેક્ટ્રિક ટાવર પર ચઢતાં અને લોકોએ તેને જોતા હોહા મચી ગઈ હતી. યુવતીને (Women) ટાવર પર ચઢેલી જોતાં જ લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે મહામહેનતે યુવતીને સમજાવીને નીચે ઉતારી હતી. ફાયર બ્રિગેડ વિભાગને યુવતીને સમજાવીને નીચે ઉતારતા નાકે દમ આવી ગયો હતો. આપને જણાવી દઈએ આ યુવતી દિલ્હીની રહેવાસી હતી અને યુવક ગુજરાતનોહતો.
