રામ મંદિર બનાવા માટેની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. આ મુદ્દે રાજકારણ રમાઈ રહ્યું છે. આ બધાની વચ્ચે યોગગુરુ બાબા રામદેવે પણ આ મામલે પોતાનાં વિચાર રજુ કર્યા છે. કોર્ટ ચુકાદો આપે એ પહેલાં જ લોકો પોતાની ભાવના વ્યક્ત કરવા લાગ્યા છે.
ગઈકાલે આરએસએસનાં ભૈયાજીએ કહ્યું હતું કે જરૂર પડશે તો અમે આ માટે અંદોલન પણ કરશું. બાબા રામદેવે જણાવ્યું કે જો કોર્ટ આ નિર્ણય લેવામાં સમય લગાડશે તો સંસદમાં આનું બીલ જરૂર પાસ થશે અને આવું જ જોઈએ.
Yadi nyaylay ke nirnay mein der hui to sansad mein zarur iska bill aega,aana hi chahiye.Ram Janmabhoomi pe Ram mandir nahi banega to kiska banega?Santon/Ram bhakton ne sankalp kiya ab Ram mandir mein aur der nahi,mujhe lagta hai isi varsh shubh samachar desh ko milega:Baba Ramdev pic.twitter.com/jrMLRVT7ZO
— ANI (@ANI) November 3, 2018
રામ મંદિર બાબતે વધુમાં રામદેવે કહ્યું કે, ‘રામ જન્મભૂમી પર રામ મંદિર નહી બને તો કોનું બનશે? સંતો અને રામ ભક્તોએ સંકલ્પ કર્યો છે કે રામ મંદીર માટે વાર લગાડશે નહી. મને લાગે છે કે આ વર્ષે જ શુભ સમાચાર દેશને મળી જશે.’
