Ambaji News/ અંબાજીમાં ખાતરના નામે ઉઘાડી લૂંટનો પર્દાફાશ, રાતના અંધારામાં બાઈક-રિક્ષા મારફતે ચાલતો કાળો કારોબાર પકડાયો

ખાનગી ગોડાઉનમાં ગેરકાયદે રીતે ખાતર(fertilizer) સંગ્રહ કરી રાત્રીના સમયે બાઈક અને રિક્ષા મારફતે તેની હેરાફેરી કરી રહ્યા હતા.

Top Stories Gujarat Breaking News
Fertilizer અંબાજીમાં કાળા કારોબારનો પર્દાફાશ......

Ambaji News: અંબાજી વિસ્તારમાં ખાતર(fertilizer)ના નામે ચાલતી ઉઘાડી લૂંટનો પર્દાફાશ થતાં ખેડૂતોમાં ભારે ચર્ચા જગાઈ છે. એક તરફ ખેતી સીઝન દરમિયાન ખેડૂતો ખાતર(fertilizer) માટે પરેશાન છે અને ખાતર મળતું નથી તેવી ફરિયાદો સતત સામે આવી રહી છે, ત્યારે બીજી તરફ કેટલાક તત્વો દ્વારા ખાતરની કાળાબજારી(Black market) અને ગેરકાયદે હેરાફેરી ચાલી રહી હોવાનું ખુલ્યું છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

ગેરકાયદે રીતે ખાતર(fertilizer) સંગ્રહ કરી-પોલીસને મળી ગુપ્ત બાતમી

ગેરકાયદે રીતે ખાતર(fertilizer) સંગ્રહ કરી-પોલીસને મળી ગુપ્ત બાતમી

સૂત્રો અનુસાર, અંબાજી પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે કેટલાક લોકો ખાનગી ગોડાઉનમાં ગેરકાયદે રીતે ખાતર(fertilizer) સંગ્રહ કરી રાત્રીના સમયે બાઈક અને રિક્ષા મારફતે તેની હેરાફેરી કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ટીમ બનાવી અને ખાનગી ગોડાઉન પર છાપો માર્યો હતો. છાપામારી દરમિયાન પોલીસને ગોડાઉનમાંથી મોટી માત્રામાં ખાતર (fertilizer)નો જથ્થો મળી આવ્યો હતો.

60 કટ્ટા યુરિયા જપ્ત

પોલીસે ગોડાઉનમાંથી કુલ 60 કટ્ટા યુરિયા ખાતર ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ખાતર સરકારી દરે ખેડૂતોને પુરવઠો થવો જોઈએ તે બદલે ગેરકાયદે રીતે સંગ્રહ કરી વધુ ભાવે વેચવાની તૈયારી હતી. ખાસ કરીને રાત્રીના સમયે બાઈક પર ખાતર ભરાઈને ગામડાઓ અને આસપાસના વિસ્તારોમાં તેની હેરાફેરી કરવામાં આવતી હતી.

ખાતરની અછત પાછળ કાળો કારોબાર

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી અંબાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખાતરની અછત જોવા મળી રહી હતી. ખેડૂતો વારંવાર ખાતર ડેપો અને સહકારી મંડળીઓમાં ચક્કર લગાવતા હતા, છતાં ખાતર ન મળતું હોવાનું કહેવામાં આવતું હતું. હવે આ ગેરકાયદે ગોડાઉન ઝડપાતા ખાતરની અછત પાછળ કાળા કારોબારીઓની ભૂમિકા સ્પષ્ટ થઈ છે.

ખેતીવાડી વિભાગે શરૂ કરી તપાસ

પોલીસે સમગ્ર મામલે ખેતીવાડી વિભાગને જાણ કરી છે. ખાતરનો જથ્થો ક્યાંથી આવ્યો, કોના નામે ફાળવણી થઈ હતી અને કયા નેટવર્ક દ્વારા હેરાફેરી કરવામાં આવી રહી હતી તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ ગોડાઉનના માલિક અને અગાઉ થયેલા વેચાણ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે.

કાળાબજારી સામે કડક વલણ

પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે ખાતરની કાળાબજારી ખેડૂતોના હિતો સામે ગંભીર ગુનો છે. ખેડૂતોની મજબૂરીનો લાભ લઈ ગેરકાયદે નફો કમાવનારાઓ સામે આવનારા દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છના રાપર તાલુકામાં ખેડૂતોનો ખાતર માટે કકળાટ

આ પણ વાંચો:દ્વારકાના જામ ખંભાળીયામાં ખાતર માટે ફરી લાઈનો લાગી

આ પણ વાંચો:બનાસકાંઠામાંથી ઝડપાયો શંકાસ્પદ ખાતરનો જથ્થો, 60 જેટલા કટ્ટા કબજે લેવાયા