Not Set/ જેતપુરનાં ડોકટરોને હડતાળનો પેતરો પડ્યો ભારે, તંત્રએ ફટકારી “નોટીશ પે નોટીશ”

ડોક્ટરો આમ તો ભગવાન બાદનું સ્થાન સમાજમાં ધરાવતા હોય છે, લોકો ડોક્ટરને ધણા કિસ્સાઓમાં રીતસરના પૂજે છે તેવુ પણ જોવામાં આવે છે. પરંતુ જો આવા જ સન્માનીય વ્યક્તિ આડોળાઇ કરે તો તંત્ર તેને ઠીક પણ કરી દેતુ હોય છે અને આવો જ કિસ્સો સામે આવ્યો છે  રાજકોટ જીલ્લાનાં જેતપુર શહેરમાંથી. જેતપુરમાં ડોકટરોની હડતાળનાં મામલે નવો વણાંક […]

Gujarat Rajkot

ડોક્ટરો આમ તો ભગવાન બાદનું સ્થાન સમાજમાં ધરાવતા હોય છે, લોકો ડોક્ટરને ધણા કિસ્સાઓમાં રીતસરના પૂજે છે તેવુ પણ જોવામાં આવે છે. પરંતુ જો આવા જ સન્માનીય વ્યક્તિ આડોળાઇ કરે તો તંત્ર તેને ઠીક પણ કરી દેતુ હોય છે અને આવો જ કિસ્સો સામે આવ્યો છે  રાજકોટ જીલ્લાનાં જેતપુર શહેરમાંથી.

જેતપુરમાં ડોકટરોની હડતાળનાં મામલે નવો વણાંક જોવામાં આવ્યો છે અને ડોકટરોને અકારણ સમાધાન થયા બાદ અને પ્રશ્નો ઉકેલ્યા બાગ હડતાળ કરવી ભારે પડી ગઇ હોવાનું સામે આવી રહ્યું છે. જી હા, વિદિત છે કે, જેતપુરમાં ડોક્ટરો દ્વારા કોઇ મામલાને લઇને હડતાળ કરવામાં આવી હતી. કોરોના કાળમાં ડોક્ટરો હડતાળ પર ઉતરી જતા તે વિસ્તારનાં ધારાસભ્ય અને કેબિનેટમંત્રી જયેશ રાદડિયા અને સાંસદ સભ્ય રમેશ ધડુકે દ્વારા મધ્યસ્થી કરી ડોક્ટરોની સમસ્યાનાં નિરાકરણ સાથે હડતાળ મામલે સમાધાન કરાવ્યું હતું.

જો કે, સમાધાન બાદ હોસ્પિટલ ફરી શરૂ થઈ હતી, પરંતુ ડોક્ટરો દ્વારા હડતાળને અકારણ વધું ખેંચી મનમાની કરવામાં આવી હતી. જેતપુરના ડોક્ટરોને હવે હડતાળ કરવી ભારે પડી ગઇ છે. અને જેતપુર નગર પાલિકા દ્વારા મોટાભાગના ડોક્ટરોને કાયદાકીય નોટીસો પાઠવવામાં આવી છે. 

  • હોસ્પિટલોમાં અવૈદ્ય બાંધકામ કરવા મામલે નોટીસ
  • હોસ્પિટલમાં ફાયર સેફટી નહીં રાખવા મામલે નોટીસ
  • હોસ્પિટલમાં ભૂતિયા નળ કનેકશન લેવા મામલે નોટીસ
  • હોસ્પિટલ દ્વારા વ્યવસાય વેરો નહિ ભરવા મામલે નોટીસ
  • નગરપાલિકાના અન્ય ટેક્સ ન ભરવા મામલે નોટીસ

જેતપુર નગર પાલિકા દ્વારા વિવિધ બાબતે ડોક્ટરો અને હોસ્પિટલને નોટીસ પાઠવવામાં આવતા ડોક્ટરોની સ્થિતિ કફોડી બની ગઇ છે અને બકરુ કાઢવા જતા ઉંટ બેસ્યા જેવો ક્યાસ થઇ ગયો છે. જો કે, આ મામલે નગરપાલિકાની અવળચંડાઇ પણ સામે આવી ગઇ છે, જ્યારે વાંકુ પડ્યુ ત્યારે જ કેમ કાયદો યાદ આવ્યો અને પગલા ભરવામાં આવ્યા જેવા સવાલો નગરપાલિકા સામે પણ ઉઠી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews