Breaking News: સુરતના લસકાણા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મિશન મંદિર (Surat Swaminarayan Mission Temple) સાથે જોડાયેલા પ્રિયદર્શન સ્વામીના નિધનના સમાચાર સામે આવતા ભક્તોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.માહિતી મુજબ, 26 એપ્રિલ 2026ના રોજ તેમની તબિયત બગડ્યા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન થયું નિધન
પ્રિયદર્શન સ્વામીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જોકે લાંબા સમય સુધી સારવાર બાદ 15 મે 2026ના રોજ તેમનું નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થતા સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
સમિતિએ ઊંડી તપાસની કરી માંગ
શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને વિગતવાર તપાસ કરવાની માંગ કરી છે.સમિતિએ મોબાઈલ કોલ ડિટેઇલ, મેસેજ, સીસીટીવી ફૂટેજ તેમજ મંદિર (Surat Swaminarayan Mission Temple) સાથે જોડાયેલા સંતો અને ટ્રસ્ટીઓના નિવેદનો લેવામાં આવે તેવી રજૂઆત કરી છે.
સુરતના લસકાણા વિસ્તારમાં સાધુ પ્રિયદર્શનનીના કથિત આત્મહત્યાના મામલે હવે મોટો વળાંક આવ્યો છે. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ સાથે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ લસકાણા પોલીસ મથકે સત્તાવાર અરજી રજૂ કરી છે. સમિતિએ અરજીમાં સાધુ પ્રિયદર્શનનીના મોબાઈલ કોલ ડીટેઈલ, ચેટિંગ રેકોર્ડ, CCTV ફૂટેજ તેમજ અન્ય ડિજિટલ પુરાવાઓની વિગતવાર તપાસ કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે અને સમગ્ર મામલાની તમામ દિશામાં ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. ઘટનાને લઈને ધાર્મિક વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે, જ્યારે પોલીસ દ્વારા અરજીના આધારે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
Surat Swaminarayan Mission Temple:દબાણ કે ત્રાસ અંગે પણ તપાસની માંગ
સમિતિએ વધુમાં માંગ કરી છે કે જો કોઈ વ્યક્તિ દ્વારા ત્રાસ, ધમકી, દબાણ અથવા બ્લેકમેઈલ જેવી બાબતો સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.ઘટનાએ ધાર્મિક વર્તુળોમાં પણ ભારે ચર્ચા જગાવી છે.
લસકાણા પોલીસ તપાસમાં જોડાઈ
હાલ સમગ્ર મામલે લસકાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી હોવાનું જાણવા મળે છે.તપાસ બાદ વધુ હકીકતો સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:સુરતના ડિંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા
આ પણ વાંચો:સમઢિયાળી પછી સુરતના વડતાલ સ્વામિનારાયણ પર સગીરને બળજબરીથી સાધુ બનાવ્યાના આરોપ
