Surat News/ સુરતના ડિંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા

સુરતના ડિંડોલી વિસ્તારમાં સાનિયા કાનડે રોડ પર આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ (Girl Student Dead) મળી આવ્યા.

Surat Top Stories Gujarat Breaking News
Girl Student Dead

Surat News: સુરતના ડીંડોલી વિસ્તારમાં આત્મીય સંસ્કારધામ મંદિરના બાથરૂમમાંથી બે યુવતી વિદ્યાર્થિનીઓના મૃતદેહ  (Girl Student Dead) મળી આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનાએ આખા વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે અને સ્થાનિક લોકોમાં ભય અને આઘાતનું વાતાવરણ સર્જાયું છે.

ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ સવારે કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. જોકે, સાંજ સુધીમાં તેઓ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત થઈ ગયા હતા. બંનેના મોબાઈલ ફોન પર લાંબા સમય સુધી સંપર્ક ન થતા પરિવારના સભ્યો શોધખોળમાં લાગી ગયા હતા.

આ દરમિયાન આત્મીય સંસ્કારધામ મંદિર પરિસરમાંથી બંને યુવતીઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ (Girl Student Dead) મળી આવ્યા. મંદિરના બાથરૂમમાંથી આ મૃતદેહો મળ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે, જેનાથી આખી ઘટના વધુ રહસ્યમય બની છે.

વિદ્યાર્થિનીઓના મોત (Girl Student Dead)નું રહશ્ય શું?

ઘટનાની જાણ થતાં જ ડીંડોલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી દીધી છે. મૃતદેહોને (Girl Student Dead) પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં આત્મહત્યા, હત્યા કે અન્ય કોઈ કારણ હોવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. મંદિર પરિસરના CCTV ફૂટેજ, આસપાસના લોકોના નિવેદનો અને મોબાઈલ લોકેશન ડેટાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

બંને વિદ્યાર્થિનીઓના પરિવારજનો ભારે આઘાતમાં છે. યુવતીઓના અચાનક ગુમ થવા અને પછી આ રીતે મૃતદેહ (Girl Student Dead) મળવાથી આખા પરિવારમાં શોકનું વાતાવરણ છે. સ્થાનિક લોકો અને કોલેજના અન્ય વિદ્યાર્થીઓ પણ આ ઘટનાથી હતપ્રભ થઈ ગયા છે.


આ પણ વાંચો:સુરત નજીક પગ બાંધેલી હાલતમાં બેગમાંથી મળી આવ્યો મહિલાનો મૃતદેહ

આ પણ વાંચો:સુરતના અમરોલીમાં ગૂમ થયેલા બાળકનો મૃતદેહ મળતા ચકચાર મચી

આ પણ વાંચો:સુરતનાં કામરેજમાં પરિવારનો સામૂહિક આપઘાત, 3નાં મૃતદેહો મળી આવ્યાં